Petrol Diesel Price Today: જનતાને મોંઘા પેટ્રોલ-ડીઝલથી રાહત, ચેક કરો આપના શહેરમાં 1 લીટરનો ભાવ

Petrol Diesel Price Today: જનતાને મોંઘા પેટ્રોલ-ડીઝલથી રાહત, ચેક કરો આપના શહેરમાં 1 લીટરનો ભાવ
પ્રતીકાત્મક તસવીર

Petrol Diesel Price 8 June 2021: આપના વાહનની ટાંકી ફુલ કરાવતાં પહેલા જાણી લો આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • Share this:
    નવી દિલ્હી. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ની કિંમતોમાં સામાન્ય જનતાને રાહત આપી છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં આજે ઇંધણના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો. બીજી તરફ સોમવારે પેટ્રોલના ભાવ (Petrol Price Today) 24-28 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ (Diesel Price Today) 26-28 પૈસા પ્રતિ લીટર વધ્યા હતા. નોંધનીય છે કે બે દિવસ સતત ભાવવધારા બાદ આજે કિંમતોમાં સ્થિરતા જોવા મળી છે.

    પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. મે મહિનાથી ઈંધણની કિંમતો સમયાંતરે વધી રહી છે. ગત 21 દિવસમાં જ પેટ્રોલ 4.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. બીજી તરફ ડીઝલના ભાવ 5.44 રૂપિયા પ્રતિ લીટર વધી ગયું છે. IOCLની ઓફિશિયલ વેબસાઇટથી પ્રાપ્ત જાણકારી મુજબ, આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 95.31 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલ 86.22 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.



    આ પણ વાંચો, ખુશખબરી! કેન્દ્ર સરકાર ખેડૂતોને આપી રહી છે 42,000 રૂપિયા, જાણો તમને કેવી રીતે મળશે લાભ

    જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 8 June 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 95.31 રૂપિયા અને ડીઝલ 86.22 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 101.52 રૂપિયા અને ડીઝલ 93.58 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 96.71 રૂપિયા અને ડીઝલ 90.92 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, 10 હજારમાં વેચાઈ રહી છે 500 રૂપિયાની નકામી જૂની નોટ! આવી રીતે બની શકો છો માલામાલ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:June 08, 2021, 09:13 am

    ટૉપ ન્યૂઝ