Petrol Price Today: પેટ્રોલ-ડીઝલમાં રાહત, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ નરમી, જાણો આજના ભાવ

Petrol Price Today: પેટ્રોલ-ડીઝલમાં રાહત, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ નરમી, જાણો આજના ભાવ
સરકારી ઓઇલ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો, જાણો એક લીટરના ભાવ

સરકારી ઓઇલ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો, જાણો એક લીટરના ભાવ

  • Share this:
    નવી દિલ્હી. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol-Diesel Price) આજે પણ સામાન્ય જનતાને રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ સતત ચોથા દિવસે ભાવમાં ફેરફાર નથી કર્યો. ગત ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. બીજી તરફ, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કાચા તેલ (Crude Oil)માં નરમી બનેલી છે. સોમવારે દિલ્હીના બજારમાં પેટ્રોલ (Petrol Price Today) 90.40 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ (Diesel Price Today) 80.73 રૂપિયા પ્રતિ લીટર છે.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 19 April 2021)



    દિલ્હી- પેટ્રોલ 90.40 રૂપિયા અને ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 96.83 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 90.62 રૂપિયા અને ડીઝલ 83.61 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 92.43 રૂપિયા અને ડીઝલ 85.75 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Coronavirus: કોરોનાના આ 5 લક્ષણોને નજરઅંદાજ ન કરો, તાત્કાલિક હૉસ્પિટલ પહોંચો

    માર્ચ મહિનામાં ત્રણ વાર સસ્તા થયા હતા પેટ્રોલ-ડીઝલ

    માર્ચ 2021માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વાર ઘટાડો કરવામાં આવ્યો હતો. 30 માર્ચે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું. આ પહેલા 24 અને 25 માર્ચે પેટ્રોલ ડીઝલ સસ્તા થયા હતા.

    આ પણ વાંચો, કોરોનાના વધતા કેસોની વચ્ચે અમિત શાહે કહ્યુ- રાજ્ય ઈચ્છે તો લાગુ કરી શકે છે લૉકડાઉન

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:April 19, 2021, 08:53 am