Petrol Diesel Price: આવી ગયા આજના નવા પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ કરો ચેક

Petrol Diesel Price: આવી ગયા આજના નવા પેટ્રોલ-ડીઝલના ભાવ, ફટાફટ કરો ચેક
આંતરરાષ્ટ્રીય બજારમાં નજર કરીએ તો અમેરિકામાં ક્રૂડ આઉટપુટમાં લગભગ 17 ટકાનો ઘટાડો નોંધાયો

આંતરરાષ્ટ્રીય બજારમાં નજર કરીએ તો અમેરિકામાં ક્રૂડ આઉટપુટમાં લગભગ 17 ટકાનો ઘટાડો નોંધાયો

  • Share this:
    નવી દિલ્હીઃ સરકારી ઓઇલ કંપનીઓ (Government oil companies)એ આજે સતત 11મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol Diesel Price) કોઈ ફેરફાર નથી કર્યો. આજે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price) 81.06 રૂપિયા અને ડીઝલ (Diesel Price) 70.46 રૂપિયા પ્રતિ લીટર પર રહ્યા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં નજર કરીએ તો અમેરિકામાં ક્રૂડ આઉટપુટ (Crude Output)માં લગભગ 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનાથી આંતરરાષ્ટ્રીય ઇંધણ બજારમાં એક વાર ફરીથી તેજીના સંકેત છે. જોકે, સ્થાનિક બજાર (Domestic Market)માં જોઈએ તો હાલ કોઈ અસર નથી.

    જાણો દેશના મોટા શહેરોમાં આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 13 October 2020)



    દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.46 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 76.86 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 73.99 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, દિલ્હીઃ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે અક્ષરધામ મંદિર, બદલાયેલા ટાઇમિંગની સાથે આ શરતો પર મળશે એન્ટ્રી

    આપના શહેરમાં આજે કેટલું મોંઘું થયું પેટ્રોલ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, હાથરસ કેસઃ પીડિત પરિવારે કહ્યું- ન્યાય મળ્યા બાદ જ દીકરીના અસ્થિનું વિસર્જન કરીશું

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:October 13, 2020, 08:14 am

    ટૉપ ન્યૂઝ