Home /News /business /

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી આજે મળી રાહત, ફટાફટ જાણો આપના શહેરનો ભાવ

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી આજે મળી રાહત, ફટાફટ જાણો આપના શહેરનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

26 દિવસમાં જ પેટ્રોલ 6.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 6.63 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું

    નવી દિલ્હી. સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ના ભાવથી આજે જનતાને થોડી રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Price Diesel Today)માં આજે વધારો નથી કર્યો. કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં હળવી રાહત જોવા મળી છે. જેના કારણે આજે ઇંધણના ભાવમાં વધારી નથી કરાયો. નોંધનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 105 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

    મે મહિનાથી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. 26 દિવસમાં જ પેટ્રોલ 6.34 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. આ ઉપરાંત ડીઝલ પણ ગત 26 દિવસમાં 6.63 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.

    આ પણ વાંચો, આપની પાસે છે 1, 5 અને 10 રૂપિયાની આ નોટ? તો મળી શકે છે પૂરા 1 લાખ, જાણો કેવી રીતે

    આજે મળશે પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ કમિટીની અગત્યની બેઠક

    નોંધનીય છે કે, ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઈને આજે પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ કમિટીની અગત્યની બેઠક થવા જઈ રહી છે. આ બેઠક પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ મામલાની સ્ટેન્ડિંગ કમિટીની હશે. કમિટીએ પેટ્રોલિયમ મંત્રાલય અને IOC, BPCL અને HPCLના અધિકારીઓને બોલાવ્યા છે. બેઠકમાં હાલની કિંમત અને માર્કેટિંગના મુદ્દાઓ પર જાણકારી માંગવામાં આવશે. નેચરલ ગેસની હાલની પ્રાઇસિંગ-માર્કેટિંગના મુદ્દાઓ ઉપર પણ જાણકારી માંગવામાં આવશે. સાથોસાથ બેઠકમાં GAILના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે.

    દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 17 June 2021)

    >> દિલ્હી- પેટ્રોલ 96.66 રૂપિયા અને ડીઝલ 87.41 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> મુંબઈ- પેટ્રોલ 102.85 રૂપિયા અને ડીઝલ 94.84 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> ચેન્નઈ- પેટ્રોલ 97.91 રૂપિયા અને ડીઝલ 92.04 રૂપિયા પ્રતિ લીટર છે.
    >> કોલકાતા- પેટ્રોલ 96.58 રૂપિયા અને ડીઝલ 90.25 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, Covaxin વેક્સીનમાં નવજાત વાછરડાના સીરમનો થાય છે ઉપયોગ? સરકારે જણાવી હકીકત

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन