Home /News /business /

Petrol Diesel Price: ક્રૂડ-ઓઇલ 100 ડૉલરથી નીચે, સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલમા ભાવ સ્થિર, શું ભાવ વધારો અટકી જશે?

Petrol Diesel Price: ક્રૂડ-ઓઇલ 100 ડૉલરથી નીચે, સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલમા ભાવ સ્થિર, શું ભાવ વધારો અટકી જશે?

પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર

Petrol Diesel Price, 11 April 2022: ટીપે ટીપે સરોવર ભરાય તેની જેમ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price) પણ 80-80 પૈસા કરીને રૂપિયામાં વધી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી દીધી છે. આજો કોઈ જ વધારો કરાયો નથી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કર્યો નથી. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઘટાડાને પગલે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગઈ છે. સતત ચાર દિવસથી ભાવમાં વધારો ન થયા બાદ હવે લોકોમાં ચર્ચા છે કે હવે ભાવ સ્થિર રહેશે કે થોડા વિરામ બાદ ફરીથી વધારો શરૂ કરી દેવામાં આવશે? સરકારી ઓઇલ કંપનીઓએ આજે દેશના ચાર મહાનગરો સહિત આખા દેશમાં ભાવ સ્થિર રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું હતું. જે બાદમાં તે ઘટીને 100 ડૉલરની અંદર આવી ગયું છે. જો ક્રૂડ ઓઇલની ભાવ 100 ડૉલરની અંદર જ રહેશે તો કંપનીઓ ભાવ સ્થિર રાખશે તેવી સંભાવના છે.

    પેટ્રોલ-ડીઝલમાં 10.20 રૂપિયાનો વધારો


    ટીપે ટીપે સરોવર ભરાય તેની જેમ પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price) પણ 80-80 પૈસા કરીને રૂપિયામાં વધી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ 22મી માર્ચથી ભાવ વધારાની શરૂઆત કરી હતી. જે બાદમાં અત્યારસુધી પેટ્રોલમાં 10.20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 105.41 રૂપિયા પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત (Mumbai Petrol Price) 120.51 રૂપિયા છે. ઓઇલ કંપનીઓએ 16 દિવસમાં 14 વખત ભાવ વધારો કર્યો છે.

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત


    – દિલ્હી પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર
    – મુંબઈ પેટ્રોલ 120.51 રૂપિયા અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર
    – ચેન્નાઈ પેટ્રોલ 110.85 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર
    – કોલકાતા પેટ્રોલ 115.12 રૂપિયા અને ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લીટર

    અન્ય શહેરમાં ભાવ


    – નોઇડા પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર
    – લખનઉ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટર
    – પોર્ટબ્લેર પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લીટર
    – પટના પેટ્રોલ 116.23 રૂપિયા અને ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ ચોથા ત્રિમાસિકમાં આ સરકારી બેંકમાં વધાર્યો હિસ્સો

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)


    – અમદાવાદ પેટ્રોલ 105.02 રૂપિયા અને ડીઝલ 99.40 રૂપિયા પ્રતિ લીટર
    – સુરત પેટ્રોલ 104.87 રૂપિયા અને ડીઝલ 99.27 રૂપિયા પ્રતિ લીટર
    – વડોદરા પેટ્રોલ 104.54 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર
    – રાજકોટ પેટ્રોલ 104.71 રૂપિયા અને ડીઝલ 99.12 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દામાણીએ હૈદરાબાદની આ કંપનીમાં વધાર્યો હિસ્સો

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર