Home /News /business /

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં 20 દિવસમાં કોઈ ફેરફાર નહીં, શું હવે થશે સસ્તું?

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં 20 દિવસમાં કોઈ ફેરફાર નહીં, શું હવે થશે સસ્તું?

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલટાઇમ હાઈ પર છે! શું દેશની જનતાને તેમાં રાહત મળશે?

    નવી દિલ્હી. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે (Petrol Diesel Price Today) સતત 20મા દિવસે પણ કોઈ વધારો નથી કરવામાં આવ્યો. જેના કારણે સામાન્ય જનતાને થોડી રાહત મળી છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ભાવ સ્થિર બનેલા છે. આ પહેલા ગત મહિનામાં કુલ 14 દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતા. જેને કારણે તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગઈ યછે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman), RBI ગવર્નર શક્તિકાંતા દાસ (Shakti Kanta Das)થી લઈને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્ર્લ પ્રધાન (Dharmendra Pradhan) સુધી, તમામ લોકોએ ઈંધણના ભાવ વધવાને લઈ ચિંતા વ્યક્ત કરી છે.

    GSTના દાયરામાં લાવવાથી ઘટશે કિંમત

    ગત સપ્તાહે નાણા મંત્રીએ ભલે ભલામણ કરી હોય કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GSTના દાયરામાં લાવવી જોઈએ અને તેને લઈને GST કાઉન્સિલમાં ચર્ચા થવી જોઈએ. એવામાં જો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવે છે તો કિંમતોમાં લગભગ 25 રૂપિયા સુધી ઘટાડો જોવા મળી શકે છે.

    આ પણ વાંચો, LPG Subsidy: ગેસ સિલિન્ડર પર કેટલા રૂપિયા અને કેવી રીતે મળશે સબ્સિડી? અહીં મેળવો તમામ જાણકારી

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 19 March 2021)

    દિલ્હી- પેટ્રોલ 91.17 રૂપિયા અને ડીઝલ 81.47 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 97.57 રૂપિયા અને ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 91.35 રૂપિયા અને ડીઝલ 84.35 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 93.11 રૂપિયા અને ડીઝલ 86.45 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, IND vs END 4th T20I: ટીમ ઈન્ડિયાની જીતના 5 મોટા કારણ, બે બોલમાં પલટાઈ ગયું મેચનું પાસું

    શું સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ?

    સરકારે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની માંગ કરી છે. આ માંગ બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે જો પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવે છે તો તેનાથી કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોને ફાયદો મળશે. આ ઉપરાંત દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને વિધાનસભામાં કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવાની પોતાની માંગ રજૂ કરી ચૂક્યા છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: BPCL, Business news, Diesel, Diesel Price, Diesel Price Today, Hpcl, Petrol, Petrol price, Petrol Price Today, Price, આઇઓસી, ભારત

    આગામી સમાચાર