Home /News /business /

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલ કિંમત

Petrol-Diesel Price today: આ સાથે જ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. ગુરુગ્રામમાં પેટ્રોલની કિંમત 105.86 રૂપિયા અને ડીઝલની કિંમત 97.10 રૂપિયા પ્રતિ લીટર છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત (Petrol-Diesel price Today, 15 April 2022) જાહેર કરી દીધી છે. સતત નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અંતિમ વધારો છઠ્ઠી એપ્રિલના રોજ કરવામાં આવ્યો હતો. એ વખતે પેટ્રોલ અને ડીઝલ 80 પૈસા પ્રતિ લીટર મોંઘા થયા હતા. સરકારી ઓઇલ કંપનીઓએ 22 માર્ચ બાદ સતત 16 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા હતા. આ દરમિયાન પેટ્રોલ (Petrol Price) અને ડીઝલ (Diesel Price) પ્રતિ લીટર કુલ 10 રૂપિયા મોંઘા થયા હતા.

    વિવિધ શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price hike)


    આ સાથે જ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર છે. ગુરુગ્રામમાં પેટ્રોલની કિંમત 105.86 રૂપિયા અને ડીઝલની કિંમત 97.10 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે કે આશરે સાડા ચાર મહિના સુધી ભાવ સ્થિર રહ્યા બાદ 22મી માર્ચથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાની શરૂઆત થઈ હતી.

    સીએનજીની કિંમતમાં પણ વધારો (CNG price hike)


    પેટ્રોલ-ડીઝલની સાથે સાથે દેશમાં સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે સીએનજીની કિંમતમાં 2.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે પીએનજીની કિંમતમાં પ્રતિ યૂનિટ 4.25 રૂપિયાનો વધારો કરાયો હતો. આ સાથે જ દિલ્હીમાં સીએનજીની ભાવ 71.61 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. આ મહિને સીએનજીના ભાવમાં કરવામાં આવેલો આ ત્રીજો ભાવ વધારો છે.

    શાકભાજીથી લઈને અન્ય વસ્તુઓના ભાવમાં વધારો


    ખાસ કરીને ડીઝલની કિંમતમાં વધારો થવાને કારણે શાકભાજી સહિતની જીવનજરૂરી વસ્તુઓની કિંમતમાં વધારો થયો છે. કારણ કે શાકભાજીનો વહન ખર્ચ વધી રહ્યો હોવાથી કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત


    – દિલ્હી પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર
    – મુંબઈ પેટ્રોલ 120.51 રૂપિયા અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર
    – ચેન્નાઈ પેટ્રોલ 110.85 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર
    – કોલકાતા પેટ્રોલ 115.12 રૂપિયા અને ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લીટર

    અન્ય શહેરમાં ભાવ


    – નોઇડા પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર
    – લખનઉ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટર
    – પોર્ટબ્લેર પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લીટર
    – પટના પેટ્રોલ 116.23 રૂપિયા અને ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો: આ સ્ટોક્સે 2022માં અત્યારસુધી આપ્યું 90%થી વધારે વળતર

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)


    – અમદાવાદ પેટ્રોલ 105.02 રૂપિયા અને ડીઝલ 99.40 રૂપિયા પ્રતિ લીટર
    – સુરત પેટ્રોલ 104.87 રૂપિયા અને ડીઝલ 99.27 રૂપિયા પ્રતિ લીટર
    – વડોદરા પેટ્રોલ 104.54 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર
    – રાજકોટ પેટ્રોલ 104.71 રૂપિયા અને ડીઝલ 99.12 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આ પણ વાંચો: Infosys અને TCSના રિઝલ્ટ બાદ બ્રોકરેજ હાઉસ કયા શેર પર વધારે બુલિશ?

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર