Petrol-Diesel Price Today: ક્રૂડ ઓઇલ 80 ડૉલરને પાર, જાણો ગુજરાતના 4 શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 29 September: નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે

  • Share this:
    Petrol-Diesel Rates, 29th September 2021: આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમત (Crude Oil Prices) 80 ડૉલર પ્રતિ બેરલને પાર જતી રહી છે. તે ઓક્ટોબર 2018 બાદ તેનો ઉચ્ચતમ સ્તર છે. પરંતુ બુધવારે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતમાં (Diesel Price Today) કોઈ ફેરફાર નથી કર્યો. આ પહેલા ડીઝલની કિંમતમાં 5 દિવસમાં 95 પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો થયો, જ્યારે પેટ્રોલની કિંમતમાં મંગળવારે 20 પૈસાનો વધારો ઝીંકાયો.

    આ પહેલા મંગળવારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 25 પૈસા અને પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો વધારો થયો હતો. 5 દિવસમાં ચોથી વાર ડીઝલની કિંમતમાં વધારો થયો હતો. 5 દિવસમાં દિલ્હીમાં ડીઝલની કિંમત 95 પૈસા પ્રતિ લીટર વધી. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં 5 સપ્ટેમ્બર બાદ પહેલીવાર ફેરફાર થયો હતો. વિશેષજ્ઞોનું કહેવું છે કે જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતો વધી રહી છે તેના કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ શકે છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 29th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.39 રૂપિયા અને ડીઝલ 89.57 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.47 રૂપિયા અને ડીઝલ 97.21 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.15 રૂપિયા અને ડીઝલ 94.17 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.87 રૂપિયા અને ડીઝલ 92.67 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, HPCL Jobs: એચપીસીએલમાં મેનેજરથી લઈને ડ્રાઇવર સુધી નોકરીઓ જ નોકરીઓ, આવી રીતે કરો અરજી

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.53 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 96.13 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.00 રૂપિયા અને ડીઝલ 96.30 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.90 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, PM મોદીએ દેશને સમર્પિત કરી 35 પાકની વિશેષ વેરાયટી, NIBST કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: