આનંદોઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે 5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો

સાઉદી તરફથી ક્રુડ ઑઈલનો સપ્લાય વધવાથી આગામી 15 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થઈ શકે છે.

News18 Gujarati
Updated: November 8, 2018, 10:02 AM IST
આનંદોઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ શકે છે 5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 8, 2018, 10:02 AM IST
નવી દિલ્હીઃ એક્સપર્ટનું કહેવું છે કે, અમેરિકાએ ભારત, ચીન અને જાપાન સહિત 8 દેશોને ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી છે. જોકે, આ રાહત અસ્થાયી રૂપે આપવામાં આવી છે, પરંતુ આનાથી ભારતને સૌથી વધુ ફાયદો થશે તેવું દેખાઈ રહ્યું છે. જોકે, ઇરાન પર અમેરિકાના નિયંત્રણો ચાલુ જ રહેશે.

તમને જણાવી દઈએ કે, ભારત કાચા તેલની આયાત માટે વિશ્વમાં ત્રીજો સૌથો મોટો ઉપભોક્તા દેશ છે. તે પોતાની સંપૂર્ણ જરૂરિયાતના 80% ક્રુડની અન્ય દેશમાંથી આયાત કરે છે. ઈરાક અને સાઉદી અરેબિયા બાદ હવે ઈરાન ભારતનો ત્રીજો મોટો આપૂર્તિકર્તા દેશ છે.

કેડિયા કોમોડીટીના એમડી અજય કેડિયાએ ન્યૂઝ18 હિંદીને જણાવ્યું કે, "સાઉદી અરેબિયા તરફથી કાચા તેલની સપ્લાય વધી ગઈ છે. અને તેને કારણે ભાવ પણ ઓછા થઈ રહ્યા છે. 3 ઓક્ટોબરે કાચુ તેલ આપણા આ વર્ષની સૌથી ઊંચી સપાટી 86.74 ડૉલર પ્રતિ બેરલ હતું. હવે તેમાં 15%નો ઘટાડો થતા ભાવ 72 ડૉલર પ્રતિ બેરલ થયો છે."

અજય કેડિયા જણાવે છે કે, કાચું તેલ અહિંયા 68 ડૉલર પ્રતિ બેરલ સુધી આવી શકે છે. એવામાં રૂપિયો હજુ મજબુત થઈ શકે છે. એક યુ.એસ ડૉલરના મુકાબલે 72.50 રૂપિયા સુધી આવી શકે છે. જોકે, સરકાર ઑઈલ કંપનીઓ(HPCL,BPCL,IOC)ને એક રૂપિયાની છૂટ પાછી લેવા માટે કહી શકે છે.

ઊર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ ન્યૂઝ18 હિન્દીમાં જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ત્રણ આધાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ (ક્રૂડ ઓઇલના ભાવ). બીજું દેશમાં આયાતના સમયે, ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયાના કિંમત. આ ઉપરાંત, ત્રીજો આધાર કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલનો શું ભાવ છે.
First published: November 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...