Petrol Diesel Price Today: આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી થયો વધારો, જાણો આપના શહેરમાં કેટલું મોંઘું મળશે

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 05 October: પેટ્રોલ પ્રતિ લીટર 25 પૈસા મોંઘું થયું, ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો ઝીંકાયો

  • Share this:
    Petrol-Diesel Rates, 5th October 2021: ભારતીય ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં (Diesel Price Today) આજે 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 102.64 રૂપિયા અને ડીઝલ 91.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

    નોંધનીય છે કે, ઇન્ટરનેશનલ સ્તરે કાચા તેલના ભાવ વધવાના કારણે દેશમાં ઈંધણની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ગત કેટલાક દિવસોમાં ભારત દ્વારા આયાત કરવામાં આવતા કાચા તેલનો સરેરાશ ભાવ 78 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. નોંધનીય છે કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અંતર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટેક્સ તથા ટ્રાન્સપોર્ટેશનના કારણે અલગ-અલગ હોય છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 5th October 2021)

    >> દિલ્હી પેટ્રોલ 102.64 રૂપિયા અને ડીઝલ 91.07 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 108.67 રૂપિયા અને ડીઝલ 98.80 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 100.23 રૂપિયા અને ડીઝલ 95.59 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 103.36 રૂપિયા અને ડીઝલ 94.17 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

    >> અમદાવાદ - પેટ્રોલ 99.46 રૂપિયા અને ડીઝલ 98.14 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 99.07 રૂપિયા અને ડીઝલ 97.70 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 99.21 રૂપિયા અને ડીઝલ 97.92 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 98.85 રૂપિયા અને ડીઝલ 97.46 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, 90 કિલોમીટરની માઇલેજ મળશે Hero HF100 બાઇકમાં, જાણો કેટલી છે કિંમત

    આ રાજ્યોમાં 100 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ

    નોંધનીય છે કે, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

    આ પણ વાંચો, Army Jobs: સેનાના ટ્રેનિંગ હેડક્વાર્ટરમાં ક્લર્ક અને MTS પદો પર ભરતી, ધો-10 અને ધો-12 પાસ કરો અરજી

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: