Petrol Diesel Price Today: 22 દિવસ બાદ પેટ્રોલનો ભાવ વધ્યો, ડીઝલ પણ થયું મોંઘું, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol-Diesel Rates, 28 September: પેટ્રોલ અને ડીઝલ બંને થયા મોંઘા, જાણો આપના શહેરમાં કેટલો વધ્યો ભાવ

  • Share this:
    Petrol-Diesel Rates, 28th September 2021: આજે મંગળવારે (28 સપ્ટેમ્બર 2021) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) લગભગ 22 દિવસ બાદ આજે પેટ્રોલની કિંમતમાં (Petrol Price Today) વધારો કર્યો છે. બીજી તરફ, ચાર દિવસમાં ત્રીજી વાર ડીઝલની કિંમતમાં (Diesel Price Today) પણ વધારો ઝીંકાયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 20 પૈસા વધી ગઈ છે. ડીઝલ આજે 25 પૈસા મોંઘું થયું છે. મુંબઈમાં પેટ્રોલ 21 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે.

    ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) મુજબ, આ વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલ 101.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.57 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઇ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 107.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

    4 દિવસમાં ડીઝલના ભાવ 3 વાર વધ્યા

    દેશભરમાં ગત 4 દિવસમાં ડીઝલના ભાવમાં 3 વાર વધારો કરવામાં આવ્યો છે. ભારતીય ઓઇલ કંપનીઓએ હાલમાં 24 સપ્ટેમ્બરે 20 પૈસા જ્યારે 26 સપ્ટેમ્બરે 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. બીજી તરફ આજે એટલે કે 28 સપ્ટેમ્કરે ભાવમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 28th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.39 રૂપિયા અને ડીઝલ 89.57 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.47 રૂપિયા અને ડીઝલ 97.21 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.15 રૂપિયા અને ડીઝલ 94.17 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 101.87 રૂપિયા અને ડીઝલ 92.67 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

    >> અમદાવાદ - પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.53 રૂપિયા પ્રતિ લીટર
    >> સુરત - પેટ્રોલ 97.90 રૂપિયા અને ડીઝલ 96.13 રૂપિયા પ્રતિ લીટર
    >> રાજકોટ - પેટ્રોલ 98.00 રૂપિયા અને ડીઝલ 96.30 રૂપિયા પ્રતિ લીટર
    >> વડોદરા - પેટ્રોલ 97.68 રૂપિયા અને ડીઝલ 95.90 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો, વર્ષ 2021ના અંત સુધીમાં આ સ્માર્ટફોન્સમાં કામ નહીં કરે WhatsApp, અહીં જુઓ લીસ્ટ

    તહેવારોની સીઝનમાં મોંઘવારીનો માર


    તહેવારોની સીઝનમાં સામાન્ય જનતા પર મોંઘવારીનું ભારણ વધતું જઈ રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ 25 રૂપિયા વધી ચૂક્યા છે. બીજી તરફ ગત મહિને પીએનજી અને સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. હવે આવતા મહિને ગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે તો તહેવારોના રંગ ફીકા પડી જશે.

    આ પણ વાંચો, પાંચજન્ય ફરી ચર્ચામાં, હવે Amazonને ‘ઇસ્ટ ઈન્ડિયા કંપની 2.0’ ગણાવ્યું, ઇન્ફોસિસ સામે પર સાધ્યું હતું નિશાન

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: