Home /News /business /

ઇંધણના ભાવમાં ફરીથી ભડકો, પેટ્રોલ 21 પૈસા અને ડીઝલ 29 પૈસા મોંઘું

ઇંધણના ભાવમાં ફરીથી ભડકો, પેટ્રોલ 21 પૈસા અને ડીઝલ 29 પૈસા મોંઘું

પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત તેજી આવી રહી છે ત્યારે ભારત દેશમાં પ્ટેર્લો અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.

    આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત તેજી આવી રહી છે ત્યારે ભારત દેશમાં પ્ટેર્લો અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 21 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 29 પૈસા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં 79.05 અને ડીઝલમાં 77.18 પ્રતિ લિટર થયું છે.

    દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂ.82.03 પ્રતિ લિટર થઇ ગયો છે. જ્યારે ડીઝલનો ભાવ રૂ.73.82 પ્રતિ લિટરે સ્પર્શ્યો છે. જ્યારે દેશની આર્થીક રાજધાની મુંબઇમાં પેટ્રોલ 21 પૈસા વધીને 87.50 રૂપિયા પહોંચ્યું છે. જ્યારે ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો થતાં રૂ.77.37 થઇ ગયું છે.

    ઉલ્લેખનીય છે કે, વપરાસકારોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ડીઝલ અને પેટ્રોલ ઉપર ઉત્પાદન કદમાં 1.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અને પેટ્રોલિયમની ડ્રિલિંગ કરનારી સરકારી કંપનીઓના ભાવમાં એક-એક રૂપિયા પ્રતિ લિટર ઓછું કરવાનું કહ્યું છે. એનાથી કંપનીઓ ઉપર 9000 કરોડ રૂપિયાનો બોઝો પડશે.

    ભાજપ-એનડીએ શાસિત રાજ્ય સરકારોમાં પોતાના વેટમાં પણ રૂ.2.50 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારીના આ ઘોષણા ઉપરાંત ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, આસાામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, ગોવા, મહારાષ્ટ્ર અને હરિયાણા રાજ્યોમાં વેટમાં રૂ.2.50નો ઘટાડો કર્યો છે.

    પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
    પેટ્રોલમાં 20 પૈસા, ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો
    અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.79.05, ડીઝલ રૂ.77.18
    બનાસકાંઠામાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.79.15, ડીઝલ રૂ.77.31
    અંબાજીમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.79.62, ડીઝલ રૂ.77.71
    જામનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.78.96, ડીઝલ રૂ.77.10
    સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.78.81, ડીઝલ રૂ.77.01
    રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.78.87, ડીઝલ રૂ.77.0
    Published by:ankit patel
    First published:

    Tags: Petrol-diesel-price, ભારત

    આગામી સમાચાર