Petrol Price Today: સતત છઠ્ઠા દિવસે પેટ્રોલનો ભાવ વધ્યો, મુંબઇમાં ડીઝલની કિંમત રેકોર્ડ બ્રેક

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Todays Petrol and Diesel Price: તેલના ભાવો પર મોંઘવારી સાતમા આસમાને છે. ખાદ્ય પદાર્થોથી લઈને પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર સુધી, ભાવ વધારવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી.

  • Share this:
    Petrol and Diesel Price in India 10th October: તેલના ભાવો પર મોંઘવારી સાતમા આસમાને છે. ખાદ્ય પદાર્થોથી લઈને પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર સુધી, ભાવ વધારવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​(રવિવારે) સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ (Petrol Price) અને ડીઝલના ભાવમાં (Diesel Price) વધારો કર્યો છે. ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે. તે જ સમયે, પેટ્રોલ 30 પૈસા પ્રતિ લિટર મોંઘું થતાં રેકોર્ડ સ્તરે છે.

    નવીનતમ અપડેટ મુજબ, દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલ (IOC) પંપ પર પેટ્રોલ 104.14 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાય છે. જ્યારે ડીઝલ 92.82 રૂપિયા પ્રતિ લીટરની કિંમતે મળી રહ્યું છે. તેલની આ મોંઘવારી સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ લાવી રહી છે, જેની સામે જનતા સરકાર સામે નારાજ દેખાઇ રહી છે.

    મુંબઇમાં ડીઝલે સદી ફટકારી

    પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 104.14 રૂપિયા પ્રતિ લિટર છે.  જ્યારે મુંબઈમાં 110.12 રૂપિયા પ્રતિ લીટર. તે જ સમયે, ડીઝલ પણ દિલ્હીમાં 92.82 રૂપિયા પ્રતિ લિટરની નવી રેકોર્ડ સપાટીએ છે. જ્યારે મુંબઈમાં ડીઝલ આજે 100.66 રૂપિયા પ્રતિ લિટરના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયું છે.

    દરરોજ બદલાય છે કિંમત

    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published: