Home /News /business /

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી વધારો, અઠવાડિયામાં 4 રૂપિયાનો વધારો કરાયો

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરી વધારો, અઠવાડિયામાં 4 રૂપિયાનો વધારો કરાયો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

Petrol-Diesel Price: સતત સાડા ચાર મહિના ભાવો સ્થિર રહ્યા બાદ માર્ચ-22 મહિનામાં છઠ્ઠી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર કિસ્સામાં ભાવમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. શનિવારે પેટ્રોલની કિંમતમાં 50 પૈસા અને ડીઝલની કિંમતમાં 55 પૈસાનો વધારો થયો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel price)માં અઠવાડિયામાં છઠ્ઠી વખત વધારો થયો છે. આ વખતે પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલમાં પ્રતિ લીટર 4.00 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લીટર 4.10 રૂપિયાનો વધારો કરાયો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Delhi petrol price) 99.41 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે ડીઝલની કિંમત (Diesel price today) 90.77 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. આ વધારો આખા દેશમાં કરવામાં આવ્યો છે. જોકે, દરેક રાજ્યમાં વેટ (VAT)નો દર અલગ અલગ હોવાથી ભાવ વધારો અલગ અલગ રહેશે.

    સતત સાડા ચાર મહિના ભાવો સ્થિર રહ્યા બાદ માર્ચ-22 મહિનામાં છઠ્ઠી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર કિસ્સામાં ભાવમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. શનિવારે પેટ્રોલની કિંમતમાં 50 પૈસા અને ડીઝલની કિંમતમાં 55 પૈસાનો વધારો થયો હતો. આ રીતે સાત દિવસમાં પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 4.10 રૂપિયાનો વધારો કરાયો છે.

    ચૂંટણીને પગલે ભાવો સ્થિર રહ્યા હતા


    ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોમાં ચૂંટણીને અનુલક્ષીને પેટ્રોલ અને ડીઝલની કિંમત ચોથી નવેમ્બરથી સ્થિર રાખવામાં આવી હતી. આ દરમિયાન ક્રૂડ ઓઇલની કિંમતમાં આશરે પ્રતિ બેરલ 30 રૂપિયાનો વધારો થયો હતો. બીજી તરફ 10મી માર્ચના રોજ મતગણતરી પૂર્ણ થયા બાદ ભાવમાં તાત્કાલિક વધારો થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

    ક્રૂડ ઓઇલ કિંમત


    ક્રૂડ ઓઇલની કિંમતમાં તાજેતરમાં ખૂબ મોટો વધારો થયો છે. એક સમયે ક્રૂડ ઓઇલ 137 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગયું હતું. ગત અઠવાડિયાના રિપોર્ટ પ્રમાણે ચૂંટણીના સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રાખવાથી ઓઇલ કંપનીઓને આશરે 19 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

    પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel Price 28 March, 2022)


    – દિલ્હી પેટ્રોલ 99.41 રૂપિયા અને ડીઝલ 90.77 રૂપિયા પ્રતિ લીટર

    – મુંબઈ પેટ્રોલ 114.19 રૂપિયા અને ડીઝલ 98.50 રૂપિયા પ્રતિ લીટર

    – ચેન્નાઈ પેટ્રોલ 105.18 રૂપિયા અને ડીઝલ 95.33 રૂપિયા પ્રતિ લીટર

    – કોલકાતા પેટ્રોલ 108.85 રૂપિયા અને ડીઝલ 93.92 રૂપિયા પ્રતિ લીટર

    – નોઇડા પેટ્રોલ 99.48 રૂપિયા અને ડીઝલ 91.11 રૂપિયા પ્રતિ લીટર

    – લખનઉ પેટ્રોલ 99.26 રૂપિયા અને ડીઝલ 90.92 રૂપિયા પ્રતિ લીટર

    – પોર્ટબ્લેર પેટ્રોલ 86.33 રૂપિયા અને ડીઝલ 80.68 રૂપિયા પ્રતિ લીટર

    – પટના પેટ્રોલ 110.03 રૂપિયા અને ડીઝલ 95.18 રૂપિયા પ્રતિ લીટર

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)


    અમદાવાદ પેટ્રોલ 98.77 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા પ્રતિ લીટર
    સુરત પેટ્રોલ 98.62 રૂપિયા અને ડીઝલ 92.86 રૂપિયા પ્રતિ લીટર
    વડોદરા પેટ્રોલ 98.31 રૂપિયા અને ડીઝલ 92.53 રૂપિયા પ્રતિ લીટર
    રાજકોટ પેટ્રોલ 98.48 રૂપિયા અને ડીઝલ 92.72 રૂપિયા પ્રતિ લીટર

    પાંચ દિવસમાં ચાર વખત વધ્યા ભાવ


    એક જ અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ચોથી વખત ભાવ વધારો થયો છે. દેશભરમાં 22 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. જે બાદમાં 23 માર્ચના રોજ 80-80 પૈસાનો વધારો કર્યો હતો. તે બાદમાં 25-26 માર્ચના રોજ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80-80 પૈસાનો વધારો કર્યો હતો.

    દરરોજ બદલાય છે કિંમત


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Crude oil, Diesel, Petrol

    આગામી સમાચાર