સતત મોંઘવારીનો માર સહન કરી રહેલી દેશની સામાન્ય પ્રજાને પેટ્રોલ અને ડીઝલના ભાવ મારી નાખશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઇ રહ્યા. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો યથાવત્ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 12 પૈસા વધી છે. જેના પગલે પેટ્રોલના ભાવ વધીને 82.48 રૂપિયા પ્રિત લિટર પહોંચી ગઇ છે. જ્યારે 28 પૈસાનો વધારા સાથે દિલ્હીમાં ડીઝલનો ભાવ રૂ.74.90એ પહોંચી ગયો છે. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.79.33, ડીઝલ રૂ.78.28 રહ્યું છે.
આ સાથે જ મુંબઇમાં ડીઝલના ભાવમાં વધારે તેજી આવી છે. ડીઝલ 29 પૈસા વધીને 78.51 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું છે. જ્યારે પેટ્રોલમાં પણ 12 પૈસાનો વધારો જોવા મળ્યો છે. જેનાથી પેટ્રોલનો ભાવ 87.94 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જોકે, તાજેતરમાં ઘટાડો પણ નોંધાયો હતો.
Petrol and diesel prices in #Delhi are Rs 82.48 per litre (increase by Rs 0.12) and Rs 74.90 (increase by Rs 0.28) respectively. Petrol and diesel prices in #Mumbai are Rs 87.94 per litre (increase by Rs 0.12) and Rs 78.51 per litre (increase by Rs 0.29) respectively. pic.twitter.com/a6xLXlTH6y