Home /News /business /Petrol Diesel Price Today: IOCLએ આજે ફરી વધાર્યા પેટ્રોલ-ડીઝલના રેટ, ફટાફટ ચેક કરો 1 લીટરનો ભાવ

Petrol Diesel Price Today: IOCLએ આજે ફરી વધાર્યા પેટ્રોલ-ડીઝલના રેટ, ફટાફટ ચેક કરો 1 લીટરનો ભાવ

પેટ્રોલ અને ડીઝલની કિંમત વધવાનું એક કારણ ટેક્સ (tax) પણ છે.

Petrol-Diesel Price Hike: ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ

Petrol-Diesel Rates, 7th October 2021: સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) આજે સતત સાતમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel price Today) વધારો કર્યો છે. IOCLની વેબસાઇટ મુજબ, દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 103.24 રૂપિયા અને ડીઝલ 91.77 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચું ગયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં (Petrol price) 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં (Diesel price) આજે 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

નોંધનીય છે કે, કાલે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. હાલમાં દેશના 26 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયું છે.

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ (Gujarat Petrol-Diesel price today)

>> અમદાવાદ - પેટ્રોલ 100.04 રૂપિયા અને ડીઝલ 98.90 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત - પેટ્રોલ 99.60 રૂપિયા અને ડીઝલ 98.40 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ - પેટ્રોલ 99.79 રૂપિયા અને ડીઝલ 98.68 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા - પેટ્રોલ 99.38 રૂપિયા અને ડીઝલ 98.17 રૂપિયા પ્રતિ લીટર

પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 7th October 2021)

>> દિલ્હી પેટ્રોલ 103.24 રૂપિયા અને ડીઝલ 91.77 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 109.25 રૂપિયા અને ડીઝલ 99.55 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 96.26 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 94.88 રૂપિયા પ્રતિ લીટર

આ પણ વાંચો, અન્નદાતાઓ માટે ખુશખબર! આ દિવસે આવશે 10મા હપ્તાની રકમ, આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. સોમવારે જ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની પાસે ભાવ વધારવાથી બચવાનો વિકલ્પ નથી અને ઈન્ટરનેશનલ કિંમતોમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર તેનું ભારણ નાખવા મજબૂર છે.

આ પણ વાંચો, PMJJBY: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના - અહીં જાણો તેના વિશે સંપૂર્ણ વિગતો

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો