Petrol Diesel Price Today: જનતાને મોટો આંચકો! ફરી મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Petrol Diesel Latest Rates: આપના વાહનની ટાંકી ફુલ કરાવતાં પહેલા ફટાફટ ચેક કરી લો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ

  • Share this:
    Petrol-Diesel Rates, 30th September 2021: સરકારી ઓઇલ કંપનીઓએ (Government Oil Companies) એક દિવસ બાદ આજે ફરી પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલની કિંમતમાં (Diesel Price Today) વધારો કરી દીધો છે. દેશના લગભગ તમામ શહેરોમાં આજે પેટ્રોલના રેટમાં લગભગ 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 30 પૈસાનો વધારો ઝીંકાયો છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) મુજબ, દિલ્હીમાં પેટ્રોલ 101.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઈ રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 107.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

    નોંધનીય છે કે, સરકારી ઓઇલ કંપનીઓએ લગભગ 22 દિવસ બાદ મંગળવારે પેટ્રોલની કિંમત વધારી છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં સતત વધારાનું વલણ ચાલું છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 20 પૈસા વધારવામાં આવી હતી, ડીઝલ 25 પૈસા મોંઘું થયું હતું.

    આ પણ વાંચો, Mahindra XUV700ના ટૉપ વેરિયન્ટની કિંમત થઈ લીક, જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

    પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 30th September 2021)

    >> દિલ્હી પેટ્રોલ 101.64 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
    >> મુંબઈ પેટ્રોલ 107.71 રૂપિયા અને ડીઝલ 97.52 રૂપિયા પ્રતિ લીટર
    >> ચેન્નાઈ પેટ્રોલ 99.36 રૂપિયા અને ડીઝલ 94.45 રૂપિયા પ્રતિ લીટર
    >> કોલકાતા પેટ્રોલ 102.17 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા પ્રતિ લીટર

    નોંધનીય છે કે, ભારતીય ઓઇલ કંપનીઓએ હાલમાં 24 સપ્ટેમ્બરે ડીઝલના ભાવમાં 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ત્યારબાદ 26 સપ્ટેમ્બરે 25 પૈસાનો વધારો ઝીંકાયો હતો. 28 સપ્ટેમ્બરે ડીઝલના ભાવમાં ફરી 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. વિશેષજ્ઞોનું કહેવું છે કે જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતો વધી રહી છે તેના કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ શકે છે.

    આ પણ વાંચો, Jio યૂઝર્સ માટે ખુશખબર, હવે આ ત્રણ પ્રીપેડ પ્લાન્સ પર મળશે 20% કેશબેક

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Rates) રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: