પેટ્રોલ-ડીઝલના ભાવે આમ આદમીની ચિંતા વધારી, સતત 21માં દિવસે કિંમતમાં વધારો, જાણો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવે આમ આદમીની ચિંતા વધારી, સતત 21માં દિવસે કિંમતમાં વધારો, જાણો આજનો ભાવ
પ્રતિકાત્મક તસવીર

દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવને કારણે આમ આદમીની ચિંતા વધી છે. શનિવારે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price Today)માં ફરી વધારો થયો છે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોનાના સંકટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Today Price)ના ભાવમાં સતત વધારો નોંધાયો છે. આ કારણે આમ આદમીની પરેશાની વધી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની IOCએ સતત 21માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. શનિવારે દિલ્હી (Petrol Diesel Price in Delhi)માં એક લીટર પેટ્રોલની કિંમતનો લીટરદીઠ ભાવ 80.38 રૂપિયા, જ્યારે એક લીટર ડીઝલની કિંમત 80.40 રૂપિયા હતી. દિલ્હીમાં પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધી ગયો છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યા બદલે છે.

  દેશના મોટા શહેરમાં આજના ભાવ (Petrol Price on 27 June 2020)  નવી દિલ્હી : પેટ્રોલ 80.38 રૂપિયા અને ડીઝલ 80.40 રૂપિયા.
  નોઇડા : પેટ્રોલ 81.04 રૂપિયા અને ડીઝલનો ભાવ 72.48 રૂપિયા પ્રતિ લીટર છે.
  લખનઉ : અહીં પેટ્રોલનો ભાવ 80.94 અને ડીઝલનો ભાવ 72.37 રૂપિયા લીટર છે.
  મુંબઈ : એક લીટર પેટ્રોલની કિંમત87.14 રૂપિયા અને ડીઝલની કિંમત 78.71 રૂપિયા છે.

   

  ચેન્નાઇ : અહીં એક લીટર પેટ્રોલની કિંમત 83.59 રૂપિયા અને ડીઝળની કિંમત 77.61 રૂપિયા છે.
  કોલકાતા : પેટ્રોલની કિંમત 82.59 રૂપિયા અને ડીઝલની કિંમત 75.52 રૂપિયા છે.
  ભોપાલ : પેટ્રોલની કિંમત 88.03 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલની કિંમત 79.82 રૂપિયા પ્રતિ લીટર છે.
  જયપુર : પેટ્રોલ 87.51 રૂપિયા, જ્યારે ડીઝલ 81.19 રૂપિયા છે.
  પટના : એક લીટર પેટ્રોલની કિંમત 83.27 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 77.30 રૂપિયા છે.
  ચંદીગઢ : પેટ્રોલની કિંમત 77.36 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત 71.86 રૂપિયા પ્રતિ લીટર છે.
  અમદાવાદ : એક લીટર પેટ્રોલની કિંમત 77.86 અને એક લીટર ડીઝલની કિંમત 77.72 છે.

  આ પણ વાંચો : ભારતમાં પોઝિટિવ કેસ પાંચ લાખને પાર, પહેલી જુલાઈના રોજ થશે 6 લાખ, 7 પહેલા 7 લાખ....

  તમારા શહેરનો પેટ્રોલનો ભાવ આ રીતે તપાસો

  પેટ્રોલ ડીઝલનો દરરોજની ભાવ તમે SMSના માધ્યમથી પણ ચેક કરી શકો છો. (How to check diesel petrol price daily). હકીકતમાં તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ તપાસવા માટે એક રીત છે. તમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પમ્પ લોકેટરની મદદથી ભાવ ચેક કરી શકો છો. ફ્લૂઅલ@આઈઓસી એપ ડાઉનલોડ કરો. 92249 92249 પર એસએમએસ મોકલીને પણ ભાવ તપાસી શકો છો. IOC પર આ રીતે પેટ્રોલ-ડીઝલનો ભાવ તપાસો 
  First published:June 27, 2020, 08:23 am