Petrol-Diesel Price: સતત નવમા દિવસે મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરમાં કેટલો છે ભાવ

Petrol-Diesel Price: સતત નવમા દિવસે મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, જાણો આપના શહેરમાં કેટલો છે ભાવ
દેશના અનેક હિસ્સાઓમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી ગઈ છે, સતત ભાવવધારાથી સામાન્ય જનતાની હાલત કફોડી

દેશના અનેક હિસ્સાઓમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી ગઈ છે, સતત ભાવવધારાથી સામાન્ય જનતાની હાલત કફોડી

  • Share this:
    નવી દિલ્હી. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Hike) દર રોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દેશના અનેક શહેરોમાં અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, છેલ્લા નવ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના અનેક હિસ્સાઓમાં પેટ્રોલ (Petrol Price Today) 100 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત આજે 89.54 રૂપિયા છે અને ડીઝલ (Diesel Price Today) પ્રતિ લીટર 79.95 રૂપિયે મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને 96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.98 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

    ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કેમ આટલો વધારો થયો?



    ભારતમાં પેટ્રોલ-ડીઝલની છૂટક કિંમત વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવ સાથે જોડાયેલી છે. એટલે કે જો વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલની કિંમત ઓછી હશે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે. જો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થાય, તો પેટ્રોલ-ડીઝલ માટે વધુ ખર્ચ કરવો પડશે. પરંતુ દર વખતે આવું થતું નથી. જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થાય છે, ત્યારે તેનો ભાર ગ્રાહકો પર પડે છે. પરંતુ જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત ઓછી હોય છે ત્યારે સરકાર તેની આવક વધારવા માટે ગ્રાહકો પર ટેક્સ લાદી દે છે. આ રીતે, વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે લોકોને કોઈ વિશેષ રાહત મળતી નથી.

    જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 17 February 2021)

    દિલ્હી- પેટ્રોલ 89.54 રૂપિયા અને ડીઝલ 79.95 રૂપિયા પ્રતિ લીટર છે.
    મુંબઈ- પેટ્રોલ 96.00 રૂપિયા અને ડીઝલ 86.98 રૂપિયા પ્રતિ લીટર છે.
    કોલકાતા- પેટ્રોલ 90.78 રૂપિયા અને ડીઝલ 83.54 રૂપિયા પ્રતિ લીટર છે.
    ચેન્નઈ- પેટ્રોલ 91.68 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો, સરહદ પર સુધરેલી સ્થિતિની વચ્ચે હવે ચીનની કંપનીઓ માટે ખુલશે દરવાજા! FDI પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે ભારત

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

    આ પણ વાંચો, Petrol Diesel Prices: જાણો, કેમ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઇ રહ્યો છે આટલો વધારો

    આ આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ થાય છે નક્કી

    વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 17, 2021, 08:18 am

    ટૉપ ન્યૂઝ