ઇંધણના ભાવ ઐતિહાસિક સપાટીએ, મુંબઇમાં 88 રૂ.ને પાર થયું પેટ્રોલ

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું નામ જ નથી લઇ રહી. દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થતો જાય છે.

News18 Gujarati
Updated: September 14, 2018, 8:49 AM IST
ઇંધણના ભાવ ઐતિહાસિક સપાટીએ, મુંબઇમાં 88 રૂ.ને પાર થયું પેટ્રોલ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 14, 2018, 8:49 AM IST
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું નામ જ નથી લઇ રહી. દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થતો જાય છે. આજે શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે. ડીઝલની કિંમતમાં પણ 22 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના નવા ભાવ 81.28 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. 73.30 પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.80.50, ડીઝલ રૂ.78.74 પહોંચ્યા છે.

જો ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલની કિંમત 28 પૈસા અને ડીઝલના ભાવમાં 24 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. મુંઇબમાં પેટ્રોલનો નવો ભાવ 88.67 રૂ. પ્રતિ લિટર અને ડીઝલ 77.82 રૂ. પ્રતિ લિટર થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાનું કારણ રૂપિયાનું સતત ગગડવું છે. આખી દુનિયામાં ક્રૂડની વધતી કિંમતો પણ છે.

ઉલ્લેખનીય છે કે, ભારત પોતાના કુલ ઇંધણનો 80 ટકા ભાગ આયાત કરે છે. ભાતર દુનિયાભરમાંથી સૌથી વધારે પેટ્રોલ-ડીઝલની આયાત કરે છે. ક્રૂડની આયાત કરનાર ભારત ત્રીજા નંબરનો દેશ છે. જેમ જેમ રૂપિયાના ભાવમાં ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ પણ ક્રૂડ ઓઇલની કિંમતોના હિસાબથી વધી રહ્યા છે.

અમેરિકાએ ઇરાનમાં પરમાણુ પ્રયોગોના પગલે વ્યાપાર પ્રતિબંધ લગાવી રાખ્યા છે. આવી સ્થિતિમાં ઇરાનના ક્રૂડ ઓઇલના નિકાસમાં ઘટાડો થયો છે. ઇરાન ક્રૂડનો સૌથી મોટો નિકાસી દેશ છે. ભારત ઇરાની ક્રૂડ ઓઇલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. વિશ્વસ્તર ઉપર ક્રૂડનો પુરવઠો ઓછો હોવાના કરાણે ભાવ વધી રહ્યા છે. ઇરાનથી સૌથી વધારે ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશોમાં ભારત બીજા નંબર પર છે. જ્યારે ચીન પહેલા નંબર પર છે.

ગુજરાતના વિવિધ જગ્યાઓના પેટ્રોલ-ડીઝલના ભાવ

અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.80.50, ડીઝલ રૂ.78.74
ગીર-સોમનાથના વેરાવળમાં પેટ્રોલ રૂ.81.67, ડીઝલ રૂ.79.88
સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ.80.42, ડીઝલ રૂ.78.68
રાજકોટમાં પેટ્રોલ રૂ.80.23, ડીઝલ રૂ.78.49
વડોદરામાં પેટ્રોલ રૂ.80.21, ડીઝલ રૂ.78.45
અંબાજીમાં પેટ્રોલ રૂ.81.01, ડીઝલ રૂ.79.20
બોટાદ પેટ્રોલ રૂ. 81.31, ડીઝલ રૂ.79.55
જૂનાગઢમાં પેટ્રોલ રૂ.80.95, ડીઝલ રૂ.79.20
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...