હવે તમારા ઘરે થશે પેટ્રોલ અને CNGની ડિલેવરી, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત

હવે તમારા ઘરે થશે પેટ્રોલ અને CNGની ડિલેવરી, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત
પેટ્રોલ અને સીએનજીની હોમ ડિલેવરી શરૂ કરી શકે છે સરકાર

શુક્રવારે 11 રાજ્યોમાં 56 સીએનજી સ્ટેશનોના ઉદ્ઘાટનના સમયે આ વાત કરી છે. ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, નવી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, તેલંગણા અને ઉત્તર પ્રદેશમાં આ સીએનજી સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

 • Share this:
  નવી દિલ્હી : ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તેલ કંપનીઓને પેટ્રોલ અને સીએનજીની હોમ ડિલેવરી માટે લીલી ઝંડી આપી શકે છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગત શુક્રવારે તેના સંકેત આપ્યા છે. લોકડાઉનના કારણથી દેશભરમાં લાગેલા પ્રતિબંધને જોતા સરકાર આ પગલું ભરી શકે છે. ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે કહ્યું કે, ડિઝલની જેમ સરકાર પેટ્રોલ અને સીએનજીની હોમ ડિલેવરી પણ પ્રોત્સાહન આપવા માંગે છે.

  હાલમાં ડિઝલની ડિલેવરી કરે છે IOCL  ન્યૂઝ એજન્સી પીટીઆઈને તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં લોકો ઈંધણની હોમ ડિલેવરી લઈ શકશે. તમને જણાવી દઈએ કે, બે વર્ષ પહેલા દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કેટલાક શહેરમાં મોબાઈલ ડિસ્પેન્સર્સ દ્વારા ડિઝલની હોમ ડિલેવરી શરૂ કરી ચુકી છે.

  લોકડાઉનના કારણે માંગમાં ભારે ઘટાડો

  ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું તેલનું ખરીદદાર છે. પરંતુ, લોકડાનના કારણે ડિમાન્ડમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. એપ્રિલ મહિનામાં દેશભરમાં ઈંધણની માંગમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની તુલના સાથે જોઈએ તો, પેટ્રોલની માંગ હજુ પણ માત્ર 47 ટકા જ છે, જ્યારે 35 ટકા ઓછી ડિઝલની ખપત થઈ રહી છે.

  આ સ્ટાર્ટઅપ પણ કરી રહ્યા તૈયારી

  હાલમાં જ ટાટા ગ્રુપ દ્વારા ફન્ડેડ ઈન્ડિયન સ્ટાર્ટઅપ Repos Energyએ જાહેરાત કરી કે, તે ઘર સુધી ઈંધણ પહોંચાડવા માટે મોબાઈલ પેટ્રોલ પંપ લાવવાની છે. મહારાષ્ટ્રના પૂણે સ્થિત આ સ્ટાર્ટઅપ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે તે ચાલુ નાણાકીય વર્ષમાં આવા 3200 મોબાઈલ પેટ્રોલ પંપ તૈયાર કરી લેશે.

  પ્લાનિંગની રહેશે જરૂરત

  તેલ મંત્રીએ એ વાતનો ઈશારો કર્યો કે, ટૂંક સમયમાં ફ્યૂલ સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવશે, જેથી એક જ જગ્યા પર તમામ પ્રકારના ઈંધણનું વેચાણ થઈ શકે. તેમાં સીએનજી, એલએનજી અને એલપીજીનું વેચાણ એક જ જગ્યા પર થઈ શકે. પરંતુ તેના માટે થોડુ પ્લાનિંગ કરવાની જરૂરત છે. કેમ કે, સામાન્ય રીતે વાહનો માટે નેચરલ ગેસ સ્ટેશનો પર લાંબી લાઈનો જોવા મળે છે.

  11 રાજ્યોમાં 56 સીએનજી સ્ટેશન ખૂલ્યા

  પ્રધાને શુક્રવારે 11 રાજ્યોમાં 56 સીએનજી સ્ટેશનોના ઉદ્ઘાટનના સમયે આ વાત કરી છે. ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, નવી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, તેલંગણા અને ઉત્તર પ્રદેશમાં આ સીએનજી સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ 50,000 વાહનોમાં ઈંધણ ભરાઈ શકાય.
  Published by:News18 Gujarati
  First published:May 30, 2020, 21:58 IST

  ટૉપ ન્યૂઝ