Personal Loan vs Car Loan: કારની ખરીદી માટે પર્સનલ લોન અને કાર લોનમાંથી કયો વિકલ્પ વધારે સારો? શા માટે?
Personal Loan vs Car Loan: કારની ખરીદી માટે પર્સનલ લોન અને કાર લોનમાંથી કયો વિકલ્પ વધારે સારો? શા માટે?
પર્સનલ લોન vs કાર લોન.
Personal Loan vs Car Loan: પર્સનલ લોનનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકાય છે. પર્સનલ લોનના કિસ્સામાં કોઈ બંધન નથી. જોકે, કાર લોન ખાસ કરીને કાર ખરીદી માટે હોય છે. તેનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાતો નથી.
નવી દિલ્હી: દેશમાં જાહેર પરિવહન (Public transport) વ્યવસ્થા વધુ મજબૂત નથી. વસ્તીના પ્રમાણમાં આજે પણ પરિવહન (transport)ની અનેક સુવિધાનો અભાવ જોવા મળે છે. યોગ્ય કનેક્ટિવિટી (connectivity) ન હોવાના કારણે મોટાભાગના લોકો માટે કાર (Car) જરૂરિયાતનું સાધન બની ગયું છે. આ ઉપરાંત આપણા કલ્ચરમાં કારને સ્ટેટસ સિમ્બોલ પણ માનવામાં આવે છે. કાર ખરીદવાનું કારણ ગમે તે હોય, નવી કે સેકન્ડ હેન્ડ કારની ખરીદી માટે લોનની દ્રષ્ટિએ ફાઈનાન્સની જરૂરિયાત રહે છે. જેના કારણે બજારમાં લોન માટે ઘણા વિકલ્પ છે. લોકો પર્સનલ લોન (personal loan) અને કાર લોન (Car loan)ની સરખામણી કરે છે. ત્યારે પર્સનલ લોન અને કાર લોન વચ્ચે તમારા માટે કયો વિકલ્પ આદર્શ છે, તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
પર્સનલ લોન અને કાર લોનનો હેતુ
પર્સનલ લોનનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકાય છે. પર્સનલ લોનના કિસ્સામાં કોઈ બંધન નથી. જોકે, કાર લોન ખાસ કરીને કાર ખરીદી માટે હોય છે. તેનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાતો નથી.
વ્યાજ દર
પર્સનલ લોન માટેનો વ્યાજ દર વધુ હોવાની સંભાવના છે. પર્સનલ લોનને અનસિક્યોર લોન પ્રોડક્ટ કહેવાય છે. જેના કારણે પર્સનલ લોન પણ વધુ કડક ધીરાણ માપદંડ સાથે આવે છે અને યોગ્ય ડોક્યુમેન્ટ વગર લોન લેવી મુશ્કેલ બને છે. જયારે કાર લોન પ્રમાણમાં સસ્તી હોય છે. તે અનસિક્યોર લોન ન હોવાથી ઓછા વ્યાજે અને સરળતાથી મળી શકે છે.
ક્રેડિટ સ્કોરનું મહત્ત્વ
પર્સનલ લોનમાં ક્રેડિટ સ્કોર પર જ સઘળી પ્રોસેસ આધાર રાખે છે. પર્સનલ લોન લેવા માટે ઊંચા ક્રેડિટ સ્કોરની જરૂર પડે છે. બીજી તરફ કાર લોન સિક્યોર લોન હોવાથી સાધારણ ક્રેડિટ સ્કોરમાં પણ લોન મળી શકે છે. કાર લોનમાં વાહન સિક્યોરિટી તરીકે હોય છે.
પર્સનલ લોન થકી કાર ખરીદવાના ફાયદા
1) ડાઉન પેમેન્ટની જરૂર નહીં
પર્સનલ લોનના માધ્યમથી તમે ડાઉન પેમેન્ટ વિના પણ કાર ખરીદી શકો છો. કાર ખરીદતી વખતે પર્સનલ લોનનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત તમે કારની કુલ કિંમત પર્સનલ લોનથી ચૂકવી શકો છો. આવી સ્થિતિમાં ડાઉન પેમેન્ટ માટેની રકમ એકઠી કરવાની માથાકૂટમાંથી છૂટકારો મળે છે.
2) કારની માલિકી તમારી પાસે રહે છે
પર્સનલ લોનમાં કારને સિક્યુરિટી તરીકે મુકવાની જરૂર પડતી નથી. જેના કારણે તમે ખરીદેલી કારની માલિકી તમારી પાસે રહે છે. આ ઉપરાંત લોન પૂરી થાય, ત્યારે કારને સિક્યુરિટીમાંથી મુક્ત કરાવવા ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે. પરિણામે ત્યારે કાર વેચવાની હોય ત્યારે સરળતા રહે છે.
3) ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ
પર્સનલ લોન માટે વધુ ડોક્યુમેન્ટની જરૂર નથી પડતી. તમારે ફક્ત સરનામું, ઓળખ અને આવકના પુરાવા સબમિટ કરવાની જરૂર પડે છે. ઓનલાઈન પ્રક્રિયા હોય ત્યારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થાય છે. જે અરજદારો માટે પર્સનલ લોનને સરળ બનાવે છે.
4) સેકન્ડ-હેન્ડ કારની ખરીદી માટે ઉપયોગ થઈ શકે
બજારમાં ઉપલબ્ધ મોટાભાગની કાર લોન નવી કારની ખરીદી માટે હોય છે. સેકન્ડ હેન્ડ કારનું ધિરાણ મળવું મુશ્કેલ છે. ત્યારે કોઈ પણ કારની ખરીદી માટે પર્સનલ લોનનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.
કારની કિંમત વધુ હોય તેવી સ્થિતિમાં કાર લોન વધુ માફક આવે છે. પર્સનલ લોન કરતા કાર લોનમાં વધુ રકમ મળે છે. પર્સનલ લોન અનસિક્યોર હોવાથી ઓછી રકમ મળતી હોય છે. કારની કિંમત કરોડો સુધી જતી હોય ત્યારે પર્સનલ લોનનો ઉપયોગ કરવો મુશ્કેલ છે.
2) ઓછો વ્યાજદર
કાર લોન સીક્યોર લોન ગણાતી હોવાથી બેંક માટે કાર લોન આપવી ઓછી જોખમી છે. પરિણામે પર્સનલ લોન કરતાં કાર લોનનો વ્યાજ દર ઓછો હોય છે.
3) ઓછા ક્રેડિટ સ્કોરમાં મળી શકે છે લોન
આગળ જોયું તેમ ક્રેડિટ સ્કોરની અસર પણ લોન પર થતી હોય છે. પર્સનલ લોનમાં વધુ ક્રેડિટ સ્કોરની જરૂર પડે છે. જ્યારે કાર લોનમાં ક્રેડિટ સ્કોર ઓછો હોય તો પણ લોન મળવાની શક્યતા રહે છે.
4) વધુ સમયગાળો
પર્સનલ લોનની સરખામણીમાં કાર લોન વધુ સમયગાળા માટે પણ લઇ શકાય છે. કાર લોનની ચુકવણીનો સમયગાળો 8 વર્ષનો હોય છે. જ્યારે પર્સનલ લોનમાં મહત્તમ સમય 5 વર્ષ સુધીનો હોઈ શકે છે.
કાર લોન માટે બજારમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. જેના દ્વારા તમે નવી અથવા જૂની કાર ખરીદવા માટે લોન મેળવી શકો છો. તમારે તમારી જરૂરિયાતોને બંધબેસતી લોન મેળવવા માટે વિવિધ બેંકો અને કાર ફાઇનાન્સિંગ કંપનીઓના કાર લોનના વ્યાજ દરોની તપાસ કરવી જોઈએ.
2) જેમ બને તેમ ઓછું ધીરાણ લો
કાર ખરીદતી વખતે શક્ય હોય તેટલું વધુ ડાઉન પેમેન્ટ આપવાનો પ્રયાસ કરો. જેના કારણે તમને લોન ઓછી મોંઘી પડશે. ડાઉન પેમેન્ટ વધુ અને લોન નાની હોવાથી તમે ઝડપથી લોનમાંથી છુટકારો મેળવી શકશો. માસિક હપ્તા નાના રહેશે અને બેંકમાં ચૂકવવાનું થતું વ્યાજ પણ ઓછું થઈ જશે.
લોન ઓફર કરતી વખતે બેંકો અને NBFCની મુખ્ય ચિંતા નુકસાનની હોય છે. તેથી કાર લોન મંજૂર કરતા પહેલા ઘણી સંસ્થાઓ સંપૂર્ણ કવર વીમો રાખવાનો આગ્રહ કરે છે. જો કોઈ અકસ્માત થાય તો તે બેલેન્સ લોન વસૂલવામાં મદદરૂપ થાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર