Home /News /business /

Personal loan: શું તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો? અહીં જાણો દેશની 25 અગ્રણી બેંકની ઑફર

Personal loan: શું તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો? અહીં જાણો દેશની 25 અગ્રણી બેંકની ઑફર

પર્સનલ લોન દર (પ્રતીકાત્મક તસવીર)

Personal loan interest rates: જો તમારો ક્રેડિટ સ્કોર ખૂબ સારો હોય અને તમે બેંકના નિર્ધારિત માપદંડમાં ખરા ઉતરતા હોવ તો તમને કોઈ જ વિઘ્ન વગર ઝડપથી પર્સનલ લોન મળી રહે છે. અહીં જાણો દેશની 25 અગ્રણી બેંકનો દર.

    નવી દિલ્હી: ઇમરજન્સીના કેસમાં પર્સનલ લોન (Personal Loan) આશીર્વાદ સમાન સાબિત થાય છે. આ એવી લોન છે જે સરળતાથી મળી રહે છે. આ માટે લોન આપનાર બેંક કે એજન્સી તમારી વ્યક્તિગત આવક અને ક્રેડિટ સ્કોર (Credit score) તપાસે છે. તમે લગ્ન, ઘર, ઘરનું સમારકામ, મેડિકલ ઇમરજન્સી કે અભ્યાસ માટે પર્સનલ લોન (Personal loan for marriage) લઈ શકો છો. પર્સનલ લોનનું સૌથી સારું ફીચર મંજૂરી માટે લાગતો સમય છે. બેંક તેના અનેક ગ્રાહકો માટે પહેલેથી જ પર્સનલ લોનની રકમ મંજૂર કરીને રાખતી (Pre-Approved Personal Loan) હોય છે. આવા કિસ્સામાં કલાકોમાં જ રકમ તમારા ખાતામાં જમા થઈ જાય છે. અન્ય કેસમાં પણ મહત્તમ એક અઠવાડિયામાં પર્સનલ લોન મળી જતી હોય છે. જો તમારો ક્રેડિટ સ્કોર ખૂબ સારો હોય અને તને બેંકના નિર્ધારિત માપદંડમાં ખરા ઉતરતા હોવ તો તમને કોઈ જ વિઘ્ન વગર ઝડપથી પર્સનલ લોન મળી રહે છે. BankBazaar.com તરફથી તમારી સરળતા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રની 25 બેંકના વ્યાજદરની માહિતી એકઠી કરવામાં આવી છે. જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

    પર્સનલ લોન લેતી વખતે શું ધ્યાનમાં રાખવું?

    પર્સનલ લોન લેતી વખતે વ્યાજદર ધ્યાનમાં રાખવો ખૂબ જ જરૂરી છે. કારણ કે દરેક બેંકનો વ્યાદર અલગ અલગ હોય છે. બીજું કે પર્સનલ લોનનો દર અન્ય લોનની સરખામણીમાં વધારે હોય છે. આથી લોન લેતા પહેલા તમે વિવિધ બેંકના વ્યાજદરની સરખામણી કરો તે જરૂરી છે. આ ઉપરાંત પ્રોસેસિંગ ચાર્જ અને અન્ય છૂપા ખર્ચની માહિતી મેળવી લેવી પણ જરૂરી છે.

    લોન લેવા જરૂરી દસ્તાવેજ

    સામાન્ય રીતે બેંકો પગારદાર ગ્રાહકોને ઝડપથી પર્સનલ લોન આપતી હોય છે. અન્ય લોકો કે જેઓ તેમના માપદંડમાં ખરા ઉતરતા હોય અને તેમનો ક્રેડિટ સ્કોર સારો હોય તો તેમને પણ પર્સનલ લોન મેળવવામાં કોઈ સમસ્યા નથી નડતી. આ માટે તમારે ફક્ત પર્સનલ લોનનું ફોર્મ ભરવનું છે અને જરૂરી દસ્તાવેજ જોડીને અરજીને બેંકમાં આપવાની છે. આ સાથે જ તમારી વ્યક્તિગત અને આવકની વિગતો આપવાની રહેશે. અનેક બેંકો આ કાર્યવાહી ઓનલાઇન કરે છે. એટલે કે પેપર વર્કની પણ જરૂરિયાત રહેતી નથી. લોનની રકમ સીધી જ તમારા ખાતમાં જમા કરી દેવામાં આવે છે.

    ફોર્મ-16 અને IRTની વિગત

    પગારદાર વ્યક્તિઓ તેના છેલ્લા ત્રણ મહિનાની પગાર સ્લીપ, ફોર્મ 16 અને ગત વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન જમા કરીને પર્સનલ લોન મેળવી શકે છે. જ્યારે સેલ્ફ-એમ્પ્લોઇડ વ્યક્તિઓ પાસેથી બેંક છેલ્લા બે વર્ષના આઈટી રિટર્નની માંગણી કરતી હોય છે. સેલ્ફ એમ્પ્લોઈડ કેસમાં જે તે વ્યક્તિનો બિઝનેસ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હોય તે પણ જોવામાં આવે છે. આ ઉપરાંત ડોક્ટર્સ, સીએ વગેરે વ્યવસાયીઓએ લોન મેળવવા માટે તેમની પાસે પ્રેક્ટિસ કરવાનું લાઈસન્સ હોય તે જોવામાં આવે છે.

    આ પણ વાંચો: Education loan: એજ્યુકેશન લોનની ચૂકવણી માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી?

    અહીં અમે તમને 25 બેંકના પર્સનલ લોન માટેના દર આપી રહ્યા છીએ. આ સાથે EMIની ગણતરી પણ કરવામાં આવી છે. EMIની ગણતરી એ આધારે કરવામાં આવી છે કે પાંચ વર્ષ માટે પાંચ લાખ રૂપિયાનો લોન લેવામાં આવી છે. અહીં એક વાત યાદ રાખો કે બેંક તરફથી લોનની રકમ, મુદ્દત અને ક્રેડિટ સ્કોરને ધ્યાનમાં રાખીને લોનના દરમાં ફેરફાર પણ કરવામાં આવતો હોય છે.

    દેશની 25 અગ્રણી બેંકનો પર્સનલ લોન દર

    personal loan rates

    BankBazaar.com તરફથી ડેટા એકઠો કરવા માટે BSE પર નોંધાયેલી જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેંકોને ધ્યાનમાં લેવામાં આવી છે. જે બેંકનો ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ નથી તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. આ ડેટા 28 ડિસેમ્બર, 2021ના રોજ જે તે બેંકની વેબસાઇટ પરથી મેળવવામાં આવ્યો છે. અહીં દર્શાવવામાં આવેલો વ્યાજદર બેંકની શરતો અને નિયમને આધારે ફેરફારને પાત્ર છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Loan, Personal loan, આરબીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन