Home /News /business /

પર્સનલ લોન આર્થિક મુશ્કેલીના સમયમાં અન્ય વિકલ્પો કરતા છે વધુ લાભદાયક, જાણો તેના ફાયદા

પર્સનલ લોન આર્થિક મુશ્કેલીના સમયમાં અન્ય વિકલ્પો કરતા છે વધુ લાભદાયક, જાણો તેના ફાયદા

કોરોના મહામારીના (Corona epidemic)કારણે ઘણા લોકો આર્થિક સંકટમાં ફસાયા છે. આ સ્થિતિમાં પણ પર્સનલ લોન એક વધુ સારો વિકલ્પ બની શકે છે

Personal Loan Benefits - કોઈ વ્યક્તિ પાસેથી મોંઘા વ્યાજે લોન (Loan)લેવા કરતાં બેંકમાંથી પર્સનલ લોન લેવી વધુ સારો વિકલ્પ છે

Personal Loan: નોકરીયાત લોકોના જીવનમાં અવારનવાર કોઈને કોઈ અવસરે પૈસાની જરૂર પડતી હોય છે. છોકરા-છોકરીના લગ્ન હોય, કોઈની બીમારી હોય કે કોઈ મોટી ઘટના હોય. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિ પાસેથી મોંઘા વ્યાજે લોન (Loan)લેવા કરતાં બેંકમાંથી પર્સનલ લોન (Personal Loan)લેવી વધુ સારો વિકલ્પ છે. કોરોના મહામારીના (Corona epidemic)કારણે ઘણા લોકો આર્થિક સંકટમાં ફસાયા છે. આ સ્થિતિમાં પણ પર્સનલ લોન એક વધુ સારો વિકલ્પ બની શકે છે.

SBI અને પંજાબ નેશનલ બેંકે (Punjab National Bank) પર્સનલ લોન પર પ્રોસેસિંગ ફી ન લેવાનો નિર્ણય કર્યો છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો તમે સરળતાથી અને સસ્તા દરોમાં લોન મેળવી શકો છો. પર્સનલ લોન લેવાના ઘણા ફાયદા છે. અહીં આજના આ આર્ટિકલ થકી અમે આપને પર્સનલ લોનના કેટલાક ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કોઈ સિક્યોરિટી આપવાની જરૂર રહેતી નથી

પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન છે અને તેથી અરજદારે લોન લેતી વખતે લોન મેળવવા માટે કોઈ સિક્યોરિટી આપવાની જરૂર રહેતી નથી. બેંકો સામાન્ય રીતે લોન લેનાર વ્યક્તિની આવક, કેશ ફ્લો, ક્રેડિટ સ્કોર અને રી પેમેન્ટ ક્ષમતાના આધારે લોન આપતી હોય છે. તેના આધારે લોનની રકમ અને વ્યાજ દર પણ નક્કી કરવામાં આવે છે. સારી રિ પેમેન્ટ ક્ષમતા, સારો ક્રેડિટ સ્કોર અને આવક સાથે અરજદારને ઓછા વ્યાજે સરળતાથી લોન મળી શકે છે.

આ પણ વાંચો - જાણો શું છે E-Shram Card? 20 કરોડો લોકોએ બનાવ્યું છે આ કાર્ડ

પોતાની રીતે કરી શકાય છે નાણાનો ઉપયોગ

તમે તમારી જરૂરિયાત મુજબ પર્સનલ લોનના નાણાંનો ઉપયોગ કરી શકો છો. જો તમને કોરોના સમયગાળા દરમિયાન તમારા મેડિકલ ખર્ચાઓ અથવા અન્ય જરૂરિયાતોને પહોંચી વળવા પૈસાની જરૂર હોય તો તમે પર્સનલ લોન લઈને આ જરૂરિયાતોને સરળતાથી પૂર્ણ કરી શકો છો. પર્સનલ લોનની રકમ ઉધાર લેનારને સીધી રીતે આપવામાં આવે છે. લોન લેનાર વ્યક્તિએ પર્સનલ લોન લેવાનો હેતુ અથવા કારણ જણાવવો પણ જરૂરી નથી.

લોનનો સમયગાળો

પર્સનલ લોન તેની ફ્લેક્સિબલ ચુકવણીની મુદત સાથે આવે છે જે સામાન્ય રીતે 12 મહિનાથી 60 મહિનાની વચ્ચે હોય છે. આવી સ્થિતિમાં, તમે તમારી જરૂરિયાત મુજબ લોન રિપેમેન્ટ માટેની મુદત પસંદ કરી શકો છો, આ લોન તમે કયા કારણેથી લો છો તેના આધારે તમે રિપેમેન્ટનો સમયગાળો નક્કી કરી શકો છો. પર્સનલ લોન સાથે પ્રી-પેમેન્ટ અને પ્રી-ક્લોઝર ચાર્જિસ સંકળાયેલા હોય છે.

પ્રી અપ્રુવ્ડ હોવાને કારણે સરળતાથી મળી રહે છે લોન

જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય, તો બેંક તમને પ્રી-અપ્રુવ્ડ પર્સનલ લોન ઓફર કરી શકે છે. આમાં તમે ન્યૂનતમ પેપર વર્ક સાથે તાત્કાલિક લોન લઈ શકો છે. લોનની અરજી બેંક દ્વારા આપવામાં આવેલી લિંક દ્વારા અથવા ઓનલાઈન બેંકિંગમાં લોગઈન કરીને કરી શકાય છે. એકવાર તમે તમામ વસ્તુ સ્વીકારી લો પછી થોડીવારમાં લોનની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. તમે આ લોન સરળતાથી અને ઓછા વ્યાજ દરે મેળવી શકો છો.

આ પણ વાંચો - ફક્ત 977 રૂપિયામાં કરો હવાઇ યાત્રા, Vistara ની એનિવર્સરી ઓફર

મેળવી શકો છો ટેક્સમાં છૂટ

પર્સનલ લોન પર ટેક્સ લાગતો નથી કારણ કે આ લોનની રકમને આવક તરીકે ગણવામાં આવતી નથી, પણ અહીં ધ્યાનમાં રાખવું કે તમે બેંક અથવા NBFC જેવા લીગલ સોર્સમાંથી જ લોન લીધી હોય. જો કે, લોન પર ટેક્સ છૂટનો લાભ લેવા માટે તમારે ઘણાબધા ડોક્યુમેન્ટ્સ રજુ કરવાના રહે છે. તેમાં ખર્ચ વાઉચર, બેંક સર્ટિફિકેટ, સેંક્શન લેટર અને ઓડિટરનો લેટર વગેરે જેવા ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે.

પંજાબ નેશનલ બેંક અને SBI એ માફ કરી પ્રોસેસ ફી

પંજાબ નેશનલ બેંકે હોમ લોન, વ્હીકલ લોન, માય પ્રોપર્ટી લોન, પર્સનલ લોન, પેન્શન લોન અને ગોલ્ડ લોન જેવા પ્રોડક્ટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રોસેસિંગ ફી ન લેવાનો નિર્ણય કર્યો છે.
First published:

Tags: Bank, Interest, Personal loan

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन