Home /News /business /Personal Loan : શું તમને પૈસાની જરૂરિયાત છે? આ 25 બેંક આપી રહી છે સૌથી ઓછા દરે પર્સનલ લોન

Personal Loan : શું તમને પૈસાની જરૂરિયાત છે? આ 25 બેંક આપી રહી છે સૌથી ઓછા દરે પર્સનલ લોન

પર્સનલ લોન (પ્રતીકાત્મક તસવીર)

Personal Loan rates: એક વાત નોંધવી રહી કે અન્ય લોનની સરખામણીમાં પર્સનલ લોનનો વ્યાજ દર (Rater of interest) વધારો હોય છે. આથી ખાસ જરૂરિયાત હોય તેવા કિસ્સામાં જ પર્સનલ લોન લેવી જોઈએ.

  નવી દિલ્હી: હાલ દેશ કોરોનાની ત્રીજી લહેર (Coronavirus third wave)નો સામનો કરી રહ્યો છે. આ દરમિયાન સ્વાસ્થ્યને લઈને કટોકટી ઊભી થાય ત્યારે લોકોને તાત્કાલિક પૈસાની જરૂરિયાત ઊભી થાય છે. સ્વાસ્થ્ય ઇમરજન્સી (Health emergency) સિવાય પણ અનેક કિસ્સામાં વ્યક્તિને તાત્કાલિક પૈસાની જરૂરિયાત પડતી હોય છે. આવા કિસ્સામાં પર્સનલ લોન (Personal Loan) આશીર્વાદ સમાન સાબિત થાય છે. જો તમારે ક્રેડિટ સ્કોર (Credit score) સારો હોય તો તમને અમુક જ કલાકોમાં પર્સનલ લોન મળી જાય છે. જોકે, અહીં એક વાત નોંધવી રહી કે અન્ય લોનની સરખામણીમાં પર્સનલ લોનનો વ્યાજ દર (Rater of interest) વધારો હોય છે. આથી ખાસ જરૂરિયાત હોય તેવા કિસ્સામાં જ પર્સનલ લોન લેવી જોઈએ. અહીં અમે પર્સનલ લોન લેવાના કેટલાક ફાયદા (Benefits of Personal Loan) તેમજ સૌથી ઓછા વ્યાજદરે પર્સનલ લોન આપતી બેંકોની યાદી રજૂ કરી રહ્યા છીએ.

  પર્સનલ લોન લેવાના ફાયદા:

  1) કોઈ સિક્યોરિટી આપવાની જરૂર રહેતી નથી

  પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન છે અને તેથી અરજદારે લોન લેતી વખતે લોન મેળવવા માટે કોઈ સિક્યોરિટી આપવાની જરૂર રહેતી નથી. બેંકો સામાન્ય રીતે લોન લેનાર વ્યક્તિની આવક, કેશ ફ્લો, ક્રેડિટ સ્કોર અને રી પેમેન્ટ ક્ષમતાના આધારે લોન આપતી હોય છે. તેના આધારે લોનની રકમ અને વ્યાજ દર પણ નક્કી કરવામાં આવે છે. સારી રિ પેમેન્ટ ક્ષમતા, સારો ક્રેડિટ સ્કોર અને આવક સાથે અરજદારને ઓછા વ્યાજે સરળતાથી લોન મળી શકે છે.

  2) પોતાની રીતે કરી શકાય છે નાણાનો ઉપયોગ

  તમે તમારી જરૂરિયાત મુજબ પર્સનલ લોનના નાણાંનો ઉપયોગ કરી શકો છો. જો તમને કોરોના સમયગાળા દરમિયાન તમારા મેડિકલ ખર્ચાઓ અથવા અન્ય જરૂરિયાતોને પહોંચી વળવા પૈસાની જરૂર હોય તો તમે પર્સનલ લોન લઈને આ જરૂરિયાતોને સરળતાથી પૂર્ણ કરી શકો છો. પર્સનલ લોનની રકમ ઉધાર લેનારને સીધી રીતે આપવામાં આવે છે. લોન લેનાર વ્યક્તિએ પર્સનલ લોન લેવાનો હેતુ અથવા કારણ જણાવવો પણ જરૂરી નથી.

  આ પણ વાંચો: Home loan લેવાનું વિચારી રહ્યા છો? આ ચાર જરૂરી બાબતો પર ધ્યાન આપવું આવશ્યક છે

  3) લોનનો સમયગાળો

  પર્સનલ લોન તેની ફ્લેક્સિબલ ચુકવણીની મુદત સાથે આવે છે જે સામાન્ય રીતે 12 મહિનાથી 60 મહિનાની વચ્ચે હોય છે. આવી સ્થિતિમાં, તમે તમારી જરૂરિયાત મુજબ લોન રિપેમેન્ટ માટેની મુદત પસંદ કરી શકો છો, આ લોન તમે કયા કારણેથી લો છો તેના આધારે તમે રિપેમેન્ટનો સમયગાળો નક્કી કરી શકો છો. પર્સનલ લોન સાથે પ્રી-પેમેન્ટ અને પ્રી-ક્લોઝર ચાર્જિસ સંકળાયેલા હોય છે.

  4) પ્રી અપ્રુવ્ડ હોવાને કારણે સરળતાથી મળી રહે છે લોન

  જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય, તો બેંક તમને પ્રી-અપ્રુવ્ડ પર્સનલ લોન ઓફર કરી શકે છે. આમાં તમે ન્યૂનતમ પેપર વર્ક સાથે તાત્કાલિક લોન લઈ શકો છે. લોનની અરજી બેંક દ્વારા આપવામાં આવેલી લિંક દ્વારા અથવા ઓનલાઈન બેંકિંગમાં લોગઈન કરીને કરી શકાય છે. એકવાર તમે તમામ વસ્તુ સ્વીકારી લો પછી થોડીવારમાં લોનની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. તમે આ લોન સરળતાથી અને ઓછા વ્યાજ દરે મેળવી શકો છો.

  આ પણ વાંચો:  શું તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? જાણો બિઝનેસ લોનના ફાયદા

  5) ટેક્સમાં છૂટ

  પર્સનલ લોન પર ટેક્સ લાગતો નથી કારણ કે આ લોનની રકમને આવક તરીકે ગણવામાં આવતી નથી, પણ અહીં ધ્યાનમાં રાખવું કે તમે બેંક અથવા NBFC જેવા લીગલ સોર્સમાંથી જ લોન લીધી હોય. જોકે, લોન પર ટેક્સ છૂટનો લાભ લેવા માટે તમારે ઘણા ડોક્યુમેન્ટ્સ રજુ કરવાના રહે છે. તેમાં ખર્ચ વાઉચર, બેંક સર્ટિફિકેટ, સેંક્શન લેટર અને ઓડિટરનો લેટર વગેરે જેવા ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે.  5 લાખની પર્સનલ લોન લેવા પર કઈ બેંકમાં કેટલો EMI ચૂકવવો પડે?

  ઉપર EMIની ગણતરી સાથે એક ટેબલ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 25 બેંકના નામ સામેલ છે. આ બેંકમાંથી જો પાંચ લાખ રૂપિયાની પર્સનલ લોન લેવામાં આવે તો વર્તમાન દરે કેટલો ચાર્જ લાગે તેની ગણતરી રજૂ કરવામાં આવી છે. આ વિગત 18મી જાન્યુઆરીના રોજ બેંકોની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી પરથી લેવામાં આવી છે. બેંકોને વ્યાજ દર પ્રમાણે ચઢત ક્રમમાં મૂકવામાં આવી છે. એટલે કે સૌથી ઓછો વ્યાજ દર હોય તે બેંકનું નામ પ્રથમ સ્થાને છે. ઈએમઆઈની ગણતરી પાંચ લાખની લોન પર કરવામાં આવી છે. લોનની મુદત પાંચ વર્ષ ગણવામાં આવી છે. જે બેંકનો ડેટા વેબસાઇટ પર ઉપલબ્ધ નથી તેને ધ્યાનમાં લેવામાં આવી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bank, Personal loan, આરબીઆઇ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन