Home /News /business /

આ ક્રેડિટ કાર્ડ્સ વસૂલે છે ઓછી વાર્ષિક ફી, લાંબગાળા સુધી આપશે સારી કિંમત

આ ક્રેડિટ કાર્ડ્સ વસૂલે છે ઓછી વાર્ષિક ફી, લાંબગાળા સુધી આપશે સારી કિંમત

ક્રેડિટ કાર્ડ (પ્રતિકાત્મક તસવીર)

તમારે આવા હાઇ-એન્ડ ક્રેડિટ કાર્ડ્સ પસંદ કરવાની જરૂર નથી. એવા કાર્ડ્સ છે જે નજીવી વાર્ષિક ફી વસૂલ કરે છે અને તેના બદલામાં, કરિયાણા, ઓનલાઈન શોપિંગ, ફૂડ ઓર્ડરિંગ વગેરે જેવા ઘણા વ્યવહારુ લાભો ઓફર (Best Offers on Credit Cards) કરે છે. જો તમે પણ ઓછી વાર્ષિક ફી ધરાવતા ક્રેડિટ કાર્ડ (Low Annual Fee Credit Cards) શોધી રહ્યા છો, તો અહીં છ ક્રેડિટ કાર્ડ્સની સૂચિ છે જે નજીવા ચાર્જમાં સારા લાભો આપે છે

વધુ જુઓ ...
    સામાન્ય રીતે હાઈ-એન્ડ ક્રેડિટ કાર્ડ્સ (High-End Credit Cards) અથવા જે વધારે લાભો આપે છે, તે ફી સાથે આવે છે. આ ફી ઘણી વખત ઊંચી (High Fees) હોય છે. સામાન્ય રીતે, વાર્ષિક ફી લગભગ રૂ. 5,000 છે; ઘણા કાર્ડ્સ 10,000 રૂપિયા સુધીની વાર્ષિક ફી પણ લે છે. પરંતુ આટલી ઊંચી વાર્ષિક ફી (Credit Card Annual Fees) માત્ર ત્યારે જ વાજબી છે જો તમે ઓફર કરેલા મોટાભાગના લાભોનો મહત્તમ ઉપયોગ કરી શકો. વાસ્તવમાં, તમારે આવા હાઇ-એન્ડ ક્રેડિટ કાર્ડ્સ પસંદ કરવાની જરૂર નથી. એવા કાર્ડ્સ છે જે નજીવી વાર્ષિક ફી વસૂલ કરે છે અને તેના બદલામાં, કરિયાણા, ઓનલાઈન શોપિંગ, ફૂડ ઓર્ડરિંગ વગેરે જેવા ઘણા વ્યવહારુ લાભો ઓફર (Best Offers on Credit Cards) કરે છે. જો તમે પણ ઓછી વાર્ષિક ફી ધરાવતા ક્રેડિટ કાર્ડ (Low Annual Fee Credit Cards) શોધી રહ્યા છો, તો અહીં છ ક્રેડિટ કાર્ડ્સની સૂચિ છે જે નજીવા ચાર્જમાં સારા લાભો આપે છે –

    એક્સિસ બેંક નિયો ક્રેડિટ કાર્ડ

    આ કાર્ડ 250 રૂપિયાનું Amazon ગિફ્ટ વાઉચર, Zomato Pro 3 મહિનાનું સબ્સ્ક્રિપ્શન, રૂ.250નું Blinkit વાઉચર અને 1mg પર છ મહિનાનું સબ્સ્ક્રિપ્શન વેલકમ બનિફીટ તરીકે ઑફર કરે છે. તે Paytm દ્વારા મોબાઈલ રિચાર્જ, વીજળી બિલની ચુકવણી અને DTH રિચાર્જ પર 5 ટકા કેશબેક (રૂ. 150 પ્રતિ મહિને) અને ભારતમાં ભાગીદાર રેસ્ટોરન્ટમાં ખર્ચ કરતી વખતે 15 ટકાની છૂટ આપે છે. આ કાર્ડની વાર્ષિક ફી રૂ.250 છે.

    SBI સિમ્પ્લી CLICK ક્રેડિટ કાર્ડ

    આ ક્રેડિટ કાર્ડમાં જોડાવા પર રૂ.500ની કિંમતનું Amazon ગિફ્ટ કાર્ડ, Amazon, Cleartrip, BookMyShow, Lenskart વગેરે સહિત પાર્ટનર્સ સાથે 10X રીવોર્ડ્સ, તમામ ઑનલાઇન ખર્ચ પર 5X રીવોર્ડ્સ અને 1 ટકા ઇંધણ સરચાર્જમાંથી છૂટ ઓફર કરે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી 499 રૂપિયા છે.

    આ પણ વાંચો-Petrol Diesel Prices Today : સપ્તાહમાં પાંચમીવાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો આપના શહેરમાં કેટલી છે કિંમત

    એક્સિસ બેંક એસ ક્રેડિટ કાર્ડ

    Axis Bank Ace ક્રેડિટ કાર્ડ Google Pay દ્વારા કરવામાં આવતી યુટિલિટી બિલની ચૂકવણી પર 5 ટકા કેશબેક ઓફર કરે છે. તે Swiggy, Zomato અને Ola પર 4 ટકા કેશબેક, અન્ય તમામ ખર્ચ પર 2 ટકા ફ્લેટ કેશબેક પણ આપે છે. ખર્ચ પર કેશબેક ઉપરાંત, વર્ષ દરમિયાન કાર્ડધારકને ભારતમાં 4000+ ભાગીદાર રેસ્ટોરન્ટમાં 4 ડોમેસ્ટિક લાઉન્જ એક્સેસ અને 20 ટકા સુધીની છૂટ મળે છે. આ કાર્ડની વાર્ષિક ફી રૂ.499 છે.

    HDFC મનીબેક ક્રેડિટ કાર્ડ

    HDFC મનીબેક ક્રેડિટ કાર્ડ 500 રોકડ પોઈન્ટ્સનો વેલકમ બેનિફીટ આપે છે. ગ્રાહક ઑફલાઇન સ્ટોર પર ખર્ચવામાં આવેલા દર 150 રૂપિયા પર 2 રિવોર્ડ પૉઇન્ટ અને ઑનલાઇન ખર્ચવામાં આવેલા દર 150 રૂપિયા પર 4 રિવાર્ડ પૉઇન્ટ્સ કમાય શકે છે. પ્રથમ વર્ષમાં રૂ. 50,000 ખર્ચવા પર રીન્યૂઅવ ફી માફી અને 1 ટકા ઇંધણ સરચાર્જ માફી છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી 500 રૂપિયા છે.

    આ પણ વાંચો-Paytm Stock: પેટીએમના શેરમાં 13%નો ઉછાળો, 4 મહિનામાં સૌથી મોટી તેજી, નિષ્ણાતો પાસેથી જાણો રોકાણની વ્યૂહરચના

    ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ

    ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ 30 દિવસની અંદર પ્રથમ ટ્રાન્ઝેક્શન કર્યા પછી 500 રૂપિયાના ફ્લિપકાર્ટ વાઉચર્સ ઓફર કરે છે. Flipkart અને Myntra પર ખરીદી કરતી વખતે ગ્રાહકોને 5 ટકા કેશબેક અને પસંદગીના વેપારીઓ પર 4 ટકા કેશબેક મળે છે. ખર્ચ પર કેશબેક ઉપરાંત, કાર્ડધારકને વર્ષ દરમિયાન ચાર ડોમેસ્ટિક લાઉન્જ એક્સેસ મળે છે, ભારતમાં પાર્ટનર રેસ્ટોરન્ટ્સમાં જમવા પર 20 ટકા સુધીની છૂટ અને 1 ટકા ઇંધણ સરચાર્જ માફી. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી 500 રૂપિયા છે.

    સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ડિજીસ્માર્ટ ક્રેડિટ કાર્ડ

    સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ડિજીસ્માર્ટ ક્રેડિટ કાર્ડ બ્લંકિટ અને ઝોમેટો પર 10 ટકાની છૂટ આપે છે. જ્યારે Myntra કાર્ડધારક પર ખરીદી કરવા પર મહિનામાં એકવાર 20 ટકા ડિસ્કાઉન્ટ, ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા પર 750 રૂપિયા સુધીનું 20 ટકા ડિસ્કાઉન્ટ અને ક્વાર્ટરમાં એકવાર યાત્રા પર રૂ. 10,000 સુધીની ઇન્ટરનેશનલ ફ્લાઇટ ટિકિટ બુક કરાવવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. તે યાત્રામાં રૂ. 4,000 સુધીની ડોમેસ્ટિક હોટેલ બુકિંગ પર 25 ટકા ડિસ્કાઉન્ટ પ્રતિ ક્વાર્ટર દીઠ એક ટ્રાન્ઝેક્શન અને અન્ય લાભો પણ આપે છે. આ ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી 588 રૂપિયા છે.

    તમારા ક્રેડિટ કાર્ડના વપરાશ અંગે હંમેશા સજાગ રહો. તેનો ઉપયોગ સમજદારી પૂર્વક કરવો આગ્રહભર્યું છે. તમને ખર્ચ કરવા આકર્ષવા માટે પાર્ટનર્સ દ્વારા વિવિધ લોભામણી ઓફર આપવામાં આવી શકે છે. જેનાથી હંમેશા બચવું જોઇએ અને જરૂરિયાત પડ્યે જ કાર્ડનો ઉપયોગ કરવો જોઇએ. જો તમે ચૂકવણી કરી શકો તેના કરતાં વધુ ખર્ચ કરો છો અને તમારા ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચૂકવી શકતા નથી, તો તમને 28 થી 49 ટકા સુધીના ભારે વ્યાજ ચાર્જ લાગશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Annual Fee, Charge, Personal finance, Term Value, ક્રેડિટ કાર્ડ

    આગામી સમાચાર