નોકરી ગયા પછી પણ તમારું પીએફ એકાઉન્ટ કરતું રહે છે કમાણી, જાણો નિયમ અને શરતો

પ્રતિકાત્મક તસવીર

પહેલા 36 મહિના સુધી કોઇ કોન્ટ્રિબ્યૂશન ના થવા પર કર્મચારીનું પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય ખાતાની શ્રેણીમાં નાંખવામાં આવે છે.

 • Share this:
  કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે લોકડાઉનના કારે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઇ ગઇ છે. કંપનીઓએ મુશ્કેલ સ્થિતિમાં કોસ્ટ કટિંગ માટે કેટલાક કડક પગલાં લીધા છે. આ દરમિયાન લાખો લોકોની નોકરીઓ પણ ગઇ છે. વળી સંક્રમણના કારણે અનેક લોકો મોટા શહેર છોડીને નાના શહેરો, ગામ તરફ વળ્યા છે. અનેક લોકોએ હાલની કંપની છોડીને બીજી કંપની જોઇન કરી લીધી છે. જો તમે પણ આમાંથી એક છો તો આ ખબર તમારા કામની છે. સામાન્ય રીતે અનેક લોકો પોતાના એમ્પોય પ્રોવિડેંટ ફંડને ટ્રાંસફર કરવાનું ભૂલી જાય છે. ત્યારે નોકરી છોડ્યા પછી પીએફ એકાઉન્ટ અને જેમાં જમા રૂપિયાનું શું થાય છે તે અંગે જાણો.

  નોકરી છોડ્યા પછી મોટા ભાગના લોકો સંતુષ્ટ રહે છે જો તે પોતાના એકાઉન્ટમાં રોકાણ નથી કરી રહ્યા તો પણ વ્યાજ મળ્યા પછી પણ તેમની જમા રકમ વધી શકે છે. તમારે તે જાણવું જરૂરી છે કે પહેલા 36 મહિના સુધી કોઇ કોન્ટ્રિબ્યૂશન ના થવા પર કર્મચારીનું પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય ખાતાની શ્રેણીમાં નાંખવામાં આવે છે. તેવામાં તમારા ખાતાને એક્ટિવ રાખવા માટે તમારે કેટલીક રકમ ત્રણ વર્ષ પહેલા નીકાળી પડશે.

  હાલના નિયમો મુજબ જો કર્મચારી 55 વર્ષની ઉંમરે રિયાટર થાય છે તો તેને 36 મહિનાની અંદર જમા રકમ નીકાળવા માટે અરજી નથી કરતો તો તેનું એકાઉન્ટ નિષ્ક્રિય થઇ જાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો કંપની છોડ્યા પછી પીએફ એકાઉન્ટ પર વ્યાજ મળતું રહે છે. અને તે 55 વર્ષની ઉંમર સુધી નિષ્ક્રિય નથી રહેતું.

  વધુ વાંચો : સુરત: જમીન-મકાન લે-વેચનું કામ કરતી પ્રેમિકાએ પ્રેમ સંબંધ તોડી નાખતા પ્રેમીએ અપહરણ કરી માર માર્યો

  નિયમોમાં મુજબ કોન્ટ્રિબ્યૂશન ના કરવાના કારણે પીએફ એકાઉન્ટ નિષ્ક્રિય નથી રહેતું. પણ આ દરનિયાન વ્યાજ પર ટેક્સ લાગે છે. પીએફ ખાતેના નિષ્ક્રિય થવા પર ક્લેમ ના મળે તો રકમ સિનિયર સિટિજન વેલફેર ફંડમાં જતી રહે છે. ક્લેમ ના કરેલી રકમ એકાઉન્ટની સાત વર્ષ સુધી નિષ્ક્રિય રહેવા પર આ ફંડમાં ટ્રાંસફર થાય છે. ઉલ્લેખનીય છે કે ઇપીએફ અને એમપી એક્ટ, 1952ની કલમ 17 દ્વારા છૂટ મળતા ટ્રસ્ટ પણ સીનિયર સિટીંજન વેલફેર ફંડના નિયમોના દાયરામાં આવે છે.

  પીએફ એકાઉન્ટના ટ્રાંસફર પર કોઇ ક્લેમ વાળી રકમ 25 વર્ષ સુધી સીનિયર સિટીજંસ વેલફેયર ફંડમાં રહે છે. આ દરમિયાન પીએફ એકાઉન્ટ હોલ્ડર રકમ પર દાવા કરી શકે છે. જૂની કંપની પાસે પોતાના પીએફની રકમ છોડ્યા પછી કોઇ ખાસ ફાયદો નથી કારણ કે નોકરી ન કરવાની અવધિમાં કમાયેલા વ્યાજ પર ટેક્સ લાગે છએ. જો તમે 55 વર્ષમાં રિયાટર થાવ છો તો તમારું ખાતું નિષ્ક્રિય થાય તે પહેલા પોતાનું અંતિમ બેલેન્સ જલ્દી જ નીકાળી લો.

  પીએફ એકાઉન્ટ 55 વર્શની ઉંમર સુધી નિષ્ક્રિય નથી થાય. તેમ છતાં પીએફ બેલેન્સને જૂના સંસ્થાનથી નવા સંસ્થાનમાં ટ્રાંસફર કરવું સારું છે. આ માટે નિવૃત્તિ પર સારી એવી રકમ જોડાઇ જાય છે.
  Published by:Chaitali Shukla
  First published: