Home /News /business /Personal Finance: તમે પણ Personal Finance સાથે જોડાયેલી આ ગેરમાન્યતાનો શિકાર નથી ને?

Personal Finance: તમે પણ Personal Finance સાથે જોડાયેલી આ ગેરમાન્યતાનો શિકાર નથી ને?

Invest in these schemes you will get help in tax exemption

Personal Finance: અમુક લોકો એવું માને છે કે સરકારી સ્કીમમાં પૈસા રાખવાથી તે સુરક્ષિત રહે છે. અમુક લોકોને સ્વાસ્થ્ય વીમો ખરીદવો મોંઘો સોદો લાગી રહ્યો છે. આ અમુક ઉદાહરણ જ છે, આની યાદી ખૂબ લાંબી છે.

  નવી દિલ્હી: પર્સનલ ફાઇનાન્સ (Personal Finance) સાથે જોડાયેલી અનેક ગેરમાન્ય છે, જેનાથી લોકોને નુકસાન થઈ રહ્યું છે. અમુક લોકોનું માનવું છે કે નિવૃત્તિ (Retirement) પછી પણ ઇન્શ્યોરન્સ (Insurance) ખરીદી શકાય છે. અમુક લોકો એવું માને છે કે સરકારી સ્કીમ (Government schemes)માં પૈસા રાખવાથી તે સુરક્ષિત રહે છે. અમુક લોકોને સ્વાસ્થ્ય વીમો (Health Insurance) ખરીદવો મોંઘો સોદો લાગી રહ્યો છે. આ અમુક ઉદાહરણ જ છે, આની યાદી ખૂબ લાંબી છે. અહીં અમે તમને આવી ચાર ગેરમાન્યતા વિશે જણાવી રહ્યા છીએ.

  1) વીમો માત્ર બચતનું સાધન

  અનેક લોકો વીમાની સાચી જરૂરિયાતની ખબર નથી હોતી. અમુક લોકોને લાગે છે કે આ માત્ર બચતનું સાધન છે. અનેક લોકોને લાગે છે કે ગમે ઉંમરે તેની ખરીદી કરી શકાય છે. હકીકતમાં તે બચતનું સાધન નથી. જો તમે પણ બચત માટે તેનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને નુકસાન થઈ શકે છે. વીમાનો ઉદેશ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે. વીમો તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. આની જરૂરિયાત સૌથી વધારે એ સમયે પડે છે જ્યારે તમારી તમામ જવાબદારી પૂર્ણ નથી થઈ હોતી. જેમાં બાળકોનો અભ્યાસ, લગ્ન વગેરે સામેલ છે. એક વખત આ તમામ જવાબદારી પૂર્ણ થયા બાદ નાણાકીય રીતે તમે ફ્રી થઈ જાઓ છે.

  2) નિવૃત્તિ બાદ હોમ લોન લઈ શકાય

  હોમ લોન ઘર ખરીદવામાં મદદ કરે છે. જો તમારી પાસે મૂડી ન હોય તો તમે હોમ લોન લઈને ઘરની ખરીદી કરી શકો છો. આ હોમ લોનની ચૂકવણી તમારે દર મહિને ચોક્કસ હપ્તા મારફતે કરવાની હોય છે. આ રીતે 15-20 વર્ષમાં તમારી હોમ લોન ખતમ થાય છે. એટલે જરૂરી છે કે નોકરી લાગ્યા બાદ જેટલી બને એટલી ઝડપથી તમારે હોમ લોન લઈ લેવી જોઈએ. જેનાથી તમને તેની ચૂકવણી કરવા માટે સમય મળી રહેશે. બેંક હોમ લોન આપતા પહેલા તમારી આવકનો સ્ત્રોત તપાસે છે. આથી મોટી ઉંમરમાં હોમ લોન લેવાનો મતલબ નથી.

  આ પણ વાંચો: સિનિયર સિટીઝન્સ માટે સ્વાસ્થ્ય વીમો ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ 7 વાત

  3) સરકારી સ્કીમમાં પૈસા સુરક્ષિત

  અનેક લોકો એવું માને છે કે સરકારી સ્કીમમાં જ પૈસા રાખવો જોઈએ, કારણ કે અહીં રોકાણ સંપૂર્ણ સુરક્ષિત છે. આવા લોકો તેમના પૈસા પર મળતા વળતરની ચિંતા નથી કરતા. આવો વિચાર યોગ્ય નથી. હકીકતમાં ફુગાવાને પગલે તમારા પૈસાની કિંમત સતત ઘટે છે. આથી જો તમારા પૈસાથી મળનારું વળતર પૂરતું નથી તો પૈસાની કિંમત વધવાને બદલે ઘટે છે. સરકારી બેંકની જેમ ખાનગી બેંકો પણ સુરક્ષિત છે. મ્યુચ્યુઅલ ફંડ જેવી સ્કીમો પણ સુરક્ષિત છે. આથી આવી સ્કીમોમાં પૈસા રોકાની સારું રિટર્ન મેળવી શકાય છે.

  આ પણ વાંચો: શું 80C હેઠળ કર-બચતની મર્યાદા પૂરી થઈ ગઈ છે? આવી રીતે બચાવી શકો છો વધુ ટેક્સ

  4) હું ઘર માટે રિવર્સ મોર્ગેજ સુવિધા લઉ શકું છું

  આ એક હોમ લોનથી વિપરીત સ્થિતિ છે. જેમાં તમે એડવાન્સમાં ઘરે વેચી શકો છો. જેનાથી થનારી આવકથી તમે તમારો ઘર ખર્ચ કાઢી શકો છો. બેંક તમારા ઘરની ખરીદી કરી છે અને દર મહિને તમને હપ્તો આપે છે. ખાસ વાત તો એ છે કે તમે તમારા ઘરમાં રહીને દર મહિને ઇનકમ મેળવો છો. જોકે, આ વિકલ્પ અંતિમ વિકલ્પ હોવો જોઈએ. જો તમારી પત્ની અને બાળકો છે તો તમારે રિવર્સ મોર્ગેજનો લાભ ન લેવો જોઈએ. ઘર એક મોટી અસ્કયામત છે, જે તમારા પરિવારા સભ્યોને કામ આવી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Insurance, Investment, Personal finance, હોમ લોન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन