નવી દિલ્હી. નોકરીયાત વર્ગમાં અનેકવાર રોકાણ (Investment) કરવાને લઈ અસમંજસ (Confusion) જોવા મળતી હોય છે. ક્યાં, ક્યારે અને કેવી રીતે રોકાણ કરવું યોગ્ય રહેશે, આવા સવાલો નોકરીયાત વર્ગને હંમેશા રહે છે. જાણકારોનું માનવું છે કે નોકરી શરુ કરતાં જ વ્યક્તિએ પોતાના ભવિષ્ય માટે બચત (Savings) શરૂ કરી દેવી જોઈએ. પગાર વધારે હોય કે ઓછો, કંઈકને કંઈક બચત તો કરવી જ જોઈએ. એક્સપર્ટ કહે છે કે નાણા ત્યાં રોકાણ કરવા જોઈએ જ્યાં આપને બમણો ફાયદો (Double Investment Benefits) મળે. એટલે કે વધુ નફાની સાથે ટેક્સ સેવિંગ્સ પણ મળે. અમે આવા જ કેટલાક રોકાણના વિકલ્પો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમારી બચતનું રોકાણ કરી શકો છો.
(1) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ લાંબી અવધિ માટે રોકાણનું લોકપ્રિય વિકલ્પ છે. તે સુરક્ષિત રોકાણની સાથે સારું વ્યાજ પણ આપે છે. PPF પર વ્યાજ દર હંમેશા 7 ટકાથી 8 ટકા રહ્યું છે. તે આર્થિક સ્થિતિને જોતાં વધી કે ઘટી શકે છે. હાલમાં PPF પર વ્યાજ દર 7.1 ટકા છે, જે વાર્ષિક વૃદ્ધ પર ચક્રવૃદ્ધિ છે. નાની બચત યોજનાઓ જેમ કે પીપીએફ પર મળનારા વ્યાજની સમીક્ષા દરેક ક્વાર્ટરમાં સરકાર તરફથી કરવામાં આવે છે. PPFનું રોકાણ EEE કેટેગરીમાં ટેક્સ ફ્રી હોય છે. મળનારું વ્યાજ પણ ટેક્સ ફ્રી હશે અને મેચ્યોરિટી પર મળનારી રકમ પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હશે.
(2) સોનું (Gold)- સોનું પણ રોકાણ માટે એક સારો વિકલ્પ છે. તેમાં રોકાણ કરવા માટે અનેક રીત છે, જેમકે ગોલ્ડ ઇટીએફ (Gold ETF), સોનાના સિક્કા, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ. તેમાં ગોલ્ડ ઇટીએફ અને સોવરેન ગોલ્ડ સ્કીમ સારી છે કારણ કે તેમાં ચોરીનો કોઈ ડર નથી હોતો. એક્સપર્ટ્સનું માનવું છે કે રોકાણકારોએ પોતાના રોકાણનો કેટલોક હિસ્સો સોનામાં પણ રોકાણ કરવો જોઈએ. તેનાથી આપનો પોર્ટફોલિયો બેલેન્સ રહે છે.
(3) ઇક્વિટી મ્યુચ્યૂઅલ ફંડ (Equity Mutual Funds)- એક્સપર્ટ્સ જણાવે છે કે નોકરીયાત વર્ગે રોકાણનો એક હિસ્સો મ્યુચ્યૂઅલ ફંડમાં રોકાણ કરવો જોઈએ. મ્યુચ્યૂઅલ ફંડમાં એસઆઇપીના માધ્યમથી ઇક્વિટી મ્યુચ્યૂઅલ ફંડમાં રોકાણ કરવું સારું રહેશે. તેમાં શૅર બજારમાં તેજીનો ફાયદો રોકાણકારોને મળે છે. અહીં તમે 500 રૂપિયાથી પણ ઓછી કિંમત સાથે રોકાણની શરૂઆત કરી શકો છો. એવા રોકાણકારો જેમણે નોકરી શરૂ કરી છે તેઓ અહીં રોકાણ કરી શકે છે. તેમના માટે સારા વિકલ્પ છે.
આ પણ વાંચો, 6 કરોડ લોકો માટે મોટા સમાચાર! આજે સરકાર ઘટાડી શકે છે PF પર વ્યાજ દર (4) રિકરિંગ ડિપોઝિટ (RD)- રિકરિંગ ડિપોઝિટ (RD)માં તમે થોડું-થોડું કરીને દર મહિને રોકાણ કરી શકો છો. નિયમિત સેવિંગના હિસાબથી આ શ્રેષ્ઠ વિકલ્પ છે. મોટાભાગની બેન્કોની રિકરિંગ ડિપોઝિટમાં રોકાણની લઘુત્તમ મર્યાદા 500 રૂપિયાથી શરૂ થાય છે. તેમાં વ્યાજ દરો પણ અલગ-અલગ હોય છે. SBI રિકરિંગ ડિપોઝિટ 5થી 5.4 સુધી વ્યાજ આપી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર