EMI મોરેટોરિયમ બાદ બાકી લોન કરાવવા માંગો છો બીજી બેન્કમાં ટ્રાંસફર? તો કરો આ જરૂરી કામ

News18 Gujarati
Updated: August 11, 2020, 10:28 PM IST
EMI મોરેટોરિયમ બાદ બાકી લોન કરાવવા માંગો છો બીજી બેન્કમાં ટ્રાંસફર? તો કરો આ જરૂરી કામ
પ્રતિકાત્મક તસવીર

તેમણે કહ્યું કે, એવો કોઈ નિયમ નથી, જેના હેઠળ EMI મોરેટોરિયમ પસંદ કરનાર તમામ ગ્રાહક સહિત કોઈ પણ ગ્રાહકની લોન બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવાથી રોકી શકાય. તો પણ બેન્ક લોન ટ્રાન્સફરની એપ્લિકેશન રિજેક્ટ કરી દે છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે જો તમે થોડા સમય માટે EMI નહીં ચુકવવાની છૂટની સુવિધા લીધી છે અને તમારી લોનને ઓછા વ્યાજ દર માટે બીજી બેન્કમાં ટ્રાન્સફર કરાવવા માંગો છો તો સંભવ છે કે, તમારી એપ્લિકેશન હાલમાં લોન આપનાર કેન્સલ કરી દે. બેન્ક બજાર ડોટ કોમના સીઈઓ આદિલ શેટ્ટીનું કહેવું છે કે, ક્રેડિટ પોલીસી અને રિસ્ક એસેસમેન્ટના આધાર પર લોન આપનાર બેન્ક ગ્રાહકની બચેલી લોનને બીજી બેન્કમાં ટ્રાંસફર કરવાની એપ્લિકેશન રિજેક્ટ કરી શકે છે. એવું બિલકુલ જરૂરી નથી કે, તમામ ગ્રાહકોની એપ્લીકેશન મંજૂર કરી દેવામાં આવે.

વ્યાજ ખર્ચમાં બચત માટે ટ્રાંસફર કરાવવામાં આવે છે લોન
શેટ્ટી અનુસાર, લોન આપનાર બેન્ક એવું માની લેશે કે, જે ઉધારકર્તાઓએ મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કર્યો છે, તે કેશ ફ્લોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એવામાં જ્યારે ગ્રાહક લોન આપનાર બેન્કને સમજાવવામાં સક્ષમ ન થઈ જાય કે તેની કેશ ફ્લોની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે, ત્યાં સુધી બીજી બેન્કમાં લોન ટ્રાન્સફર કરવાનું મુશ્કેલ બની શકે છે. ઉલ્લેખનીય છે કે, ગ્રાહક ઓછા વ્યાજદરના આધાર પર કોઈ બેન્ક પાસેથી લોનને બીજી બેન્કમાં ટ્રાન્સફર કરાવે છે. તેનાથી તેને વ્યાજના ખર્ચમાં બચતનો ફાયદો મળી જાય છે.

આ પણ વાંચોBig News: રાજ્યમાં ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં 200 રૂપિયા સુધીનો ધરખમ વધારો, જાણો - કયા શહેર માટે કેટલું ભાડુ થશે?

ફેડરલ બેન્કના સિનીયર વાઈસ પ્રેસિડન્ટ બાબુ કેએએ કહ્યું કે, કેશ ફ્લોના પડકારનો સામનો કરી રહેલા મોટાભાગના ગ્રાહકો મોરેટોરિયમનો વિકલ્પ પસંદ કરે છે. તેમના અનુસાર, લોન મંજૂર થવા માટે તમારી આવક અને ઈન્કમ સોર્સની પૂરી જાણકારી લેવામાં આવે છે. લાઈવ મિંટના રિપોર્ટ અનુસાર, એવામાં નવા લોનદાતા મોરેટોરિયમ ખતમ થવા અને ગ્રાહક તરફથી ઈએમઆઈ ચૂકવણી ફરી શરૂ થવા સુધીની રાહ જુએ છે. જોકે, તેમણે કહ્યું કે, એવો કોઈ નિયમ નથી, જેના હેઠળ EMI મોરેટોરિયમ પસંદ કરનાર તમામ ગ્રાહક સહિત કોઈ પણ ગ્રાહકની લોન બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવાથી રોકી શકાય. તો પણ બેન્ક લોન ટ્રાન્સફરની એપ્લિકેશન રિજેક્ટ કરી દે છે.

મોટાભાગના ગ્રાહક બાકી લોન બીજી બેન્કોમાં ટ્રાન્સફર કરવાની એપ્લિકેશન કરે છે, જેમણે ફ્લોટિંગ રેટ પર લોન લીધી હોય છે. ઉલ્લેખનીય છે કે, ફ્લોટિંગ રેટ હોમ લોનમાં લોનના સમય પહેલા ચૂકવણી કરવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લગાવવામાં આવતો. જો, નવી બેન્ક ગ્રાહકને હાલમાં લોન આપનારના મુકાબલે 0.50 ટકા ઓછા દર પર લોન આપવા માની જાય છે તો, ગ્રાહકો લોન ટ્રાન્સફર એપ્લીકેશન આપે છે. જોકે, તેમાં મોટાભાગના ગ્રાહકો આ પગલું ભરે છે, જેમના લોનનો સમયગાળો 10 વર્ષ અથવા તેનાથી વધારે બચ્યો હોય છે. તેનાથી તેમના વ્યાજના ખર્ચમાં સારી એવી બચત થાય છે.

હવે પ્રશ્ન એ થાય છે કે, જો તમારી મોરેટોરિયમ 31 ઓગસ્ટે ખતમ થઈ રહી છે અને તમે લોન ટ્રાન્સફર કરાવવા માંગો છો તો તમારે શું કરવું પડશે. જાણકારોનું કહેવું છે કે, મોરેટોરિયમ ખતમ થયા બાદ ગ્રાહક આગામી થોડા મહિના નિયમિત રીતે EMIની ચૂકવણી કરતા રહે. તેના કારણે નવી લોન આપનાર બેન્ક માની લેશે કે, તમારી કેશ ફ્લોની સમસ્યા ખતમ થઈ ચુકી છે અને સરળતાથી લોનની ચૂકવણી કરી શકો છો. માય લોનના સીઈઓ ગૌરવ ગુપ્તા કહે છે કે, ત્યારબાદ તમારી લોન ખુબ સરળતાથી બીજી બેન્કમાં ટ્રાન્સફર થઈ શકે છે. આ સિવાય જો તમને ઈએમઆઈ ચૂકવણીમાં પરેશાની થઈ રહી છે તો તમે લોનનું પુનર્ગઠન કરાવી શકો છો.
Published by: kiran mehta
First published: August 11, 2020, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading