Home /News /business /Personal Loan લેતા પહેલા આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી, આ રહ્યું ચેકલિસ્ટ

Personal Loan લેતા પહેલા આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી, આ રહ્યું ચેકલિસ્ટ

પ્રતીકાત્મક તસવીર

Personal loan advice: મેડીકલ ઈમરજન્સી, ઘરના સમારકામ, દેણું ચૂકવવા કે અન્ય ખર્ચ માટે પર્સનલ લોનનો ઉપયોગ થાય છે. જેથી અહીં લોન લેતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેની યાદી આપવામાં આવી છે.

મુંબઈ: કોરોનાકાળમાં લોનની જરૂરિયાત વધી ગઈ છે. ખાસ કરીને પર્સનલ લોન (Personal loan) લેનારની સંખ્યામાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. RBIના ડેટા પરથી જાણવા મળ્યું છે કે, નાણાકીય વર્ષ 20-21ના અંતે આઉટસ્ટેન્ડિંગ ગોલ્ડ લોનમાં 86 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે જૂન 2021માં પર્સનલ લોનમાં 11.9 ટકાની ઝડપી વૃદ્ધિ નોંધાઈ હતી. પર્સનલન લોન ક્રેડિટ કાર્ડ (Credit card)ની સરખામણીએ સસ્તી છે. પર્સનલ લોનના વ્યાજ દર 10.25 ટકા (વાર્ષિક)થી શરૂ થાય છે. જે અન્ય બધી જ અનસિક્યોરેડ લોન (Unsecured loan) કરતા ઓછું છે. મેડીકલ ઈમરજન્સી, ઘરના સમારકામ, દેણું ચૂકવવા કે અન્ય ખર્ચ માટે પર્સનલ લોનનો ઉપયોગ થાય છે. જેથી અહીં લોન લેતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેની યાદી આપવામાં આવી છે.

ધીરાણકર્તાને ધ્યાનથી પસંદ કરો

લોકડાઉનના કારણે દેશમાં ડિજિટાઇઝેશન અને ફિનટેક વધુ સ્વીકૃત બન્યું છે. ગ્રાહકોને ઓનલાઈન સર્વિસ (Online service) આપવામાં આવી રહી છે. જેમાં માનવીય દખલ વગર જ લોનની કામગીરી થાય છે. પરિણામે, ગ્રાહકો આજે માત્ર હાઈ સ્ટ્રીટ બેન્કો અને NBFC પાસેથી જ નહીં, નવી લોન એપ્લિકેશનો અને નિયોબેંક્સ પાસેથી પણ પર્સનલ લોનના વિકલ્પ મેળવી શકે છે.

લોન લેવા ઇચ્છુક સોશિયલ ક્રેડિટ રેટિંગ સિસ્ટમ થકી પણ લોન મેળવી શકે છે. અત્યારે ગ્રાહકો પાસે પહેલા કરતા વધુ વિકલ્પ છે. વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનોનો ધોધ વહી રહ્યો છે. ત્યારે યોગ્ય ધીરાણકર્તા કેવી રીતે પસંદ કરવો તે મોટો પ્રશ્ન છે. ઈમેલ, વોટ્સએપ અથવા એસએમએસમાં આવેલી ઑફર માટે ક્યારેય અરજી ન કરવી જોઈએ. તેના કરતાં તમારી બેંક પાસેથી પર્સનલ લોન ઓફર મેળવવી હિતાવહ છે. જેમાં તમને ઓછા વ્યાજે અને અનુકૂળ લોન મળી શકે છે. આ સાથે જ ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશનથી પણ ચેતીને રહેવું જરૂરી છે. તેમાં ખૂબ જ ઉંચા વ્યાજદર હોય છે.

જેથી લોન લેતા પહેલા વિકલ્પોનું રિસર્ચ કરવું જરૂરી છે. લોન એગ્રીગેટર વેબસાઇટનો ઉપયોગ કરીને સૌથી નીચા દરની પર્સનલ લોનની વિગતો મેળવવી અને તુલના કરવી સરળ છે. તમે તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ લોન ઓફર પણ મેળવી શકો છો. લોનના ક્વોન્ટમ અને સમય મુજબ ધીરાણકર્તા અને ઓફર બદલાશે. 2થી 5 વર્ષ જેટલા લાંબા ગાળાની લોનની જરૂર હોય તો બેંક પાસેથી લોન લેવાનું વિચારો, જ્યારે 3થી 6 મહિના માટે પૈસાની જરૂરિયાત હોય તો ઈન્સ્ટન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય.

આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી શા માટે ફાયદાકારક? આવું કરતા પહેલા કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો

લોનના વ્યાજદર

ધીરાણકર્તાઓ દ્વારા માર્કેટિંગ કરવામાં આવતા વ્યાજના ફ્લેટ રેટથી ચેતીને રહેવું જોઈએ. ફ્લેટ રેટ આકર્ષક લાગે છે, પણ તેમાં વધુ ચૂકવણી કરવી પડે છે. EMI પર વ્યાજ દરની ગણતરી બેલેન્સ પદ્ધતિ ઘટાડવા સાથે કરવામાં આવતી હોય તેવી લોન ઓફર પસંદ કરવી હિતાવહ છે. દા.ત, પાંચ વર્ષ માટે વર્ષે 10 ટકાના દરે 5 લાખ રૂપિયાની પર્સનલ લોન ઓફર પર કુલ વ્યાજની રકમ 1,44,668 રૂપિયા થશે. વાર્ષિક સરેરાશ વ્યાજ 28,933 રૂપિયા ગણાશે. એટલે કે, ફ્લેટ વાર્ષિક દર 5.80 ગણાશે. ફ્લેટ દરમાં આ ઓફર ખૂબ આકર્ષક લાગે છે.

EMIની ગણતરી

પર્સનલ ફાઈનન્સ બાબતે ધીરણકર્તાના શબ્દોની માયાજાળનો ભોગ બનવું જોઈએ નહીં. 0 ટકા EMI સ્કીમ સ્વીકારતા પહેલા થોડું વિચારો. ઓનલાઈન અને ઓફલાઇનની ખરીદીમાં 0 ટકા EMI સ્કીમ માટે મોટાભાગની બેંકોના FMCG બ્રાન્ડ સાથે કરાર હોય છે. જેથી આવી સ્કીમ સ્વીકારતા પહેલા પ્રોસેસિંગ ફી અને ફાઇલ ચાર્જ જાણી લો. 6 મહિનાના હપ્તે 0 ટકાના વ્યાજે રૂ. 40,000નું AC ખરીદવા માટે રૂ. 2,000 જેટલો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડતો હોય તો તે મોંઘું કહેવાય.

કેટલાક કિસ્સામાં લોન માટે એડવાન્સ EMIનો વિકલ્પ પણ મોંઘો પડી શકે છે. આ સ્થિતિમાં નિર્ધારિત કરેલા દરથી વધુ ચૂકવણી કરવી પડે છે. 14 ટકાના દરે 18 મહિના માટે 1 લાખ રૂપિયાની લોનમાં 2 એડવાન્સ EMI ચૂકવો તો 17.5 ટકા વ્યાજની ચૂકવણી કરવી પડે છે.

અન્ય ચાર્જની ગણતરી પણ કરો

ધીરાણકર્તાઓ દ્વારા પર્સનલ લોન પર 1-2 ટકા સુધીની પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવતી હોય છે. કેટલીક બેંકો એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ પહેલા લે છે. જે લોનની એપ્લિકેશન સમયે ભરવો પડે છે અને પરત મળવા પાત્ર હોતો નથી. જેથી તેના વિશે વિચારવું જોઈએ. આ ઉપરાંત પ્રોસેસિંગ ફી, વ્યાજ દર, ફોરક્લોઝ ચાર્જ અને પેનલ ચાર્જ જેવા ઘણા ચાર્જ વસુલવામાં આવતા હોય છે.

પ્રિ-પેમેન્ટ અને ફોરક્લોઝર ચાર્જ

આરબીઆઈએ બેંકોને ફક્ત ફ્લોટિંગ વ્યાજ દરની લોન પર ફોરક્લોઝર ફી વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો છે. પર્સનલ લોનમાં ફિક્સ વ્યાજ દર પર ઑફર કરવામાં આવે છે. જેથી તેમાં પ્રી-પેમેન્ટ અને ફોરક્લોઝર ચાર્જ લેવામાં આવી શકે છે. મોટાભાગે ટૂંકા ગાળાની લોનમાં ફોરક્લોઝર ચાર્જ માફ કરવામાં આવે છે. જ્યારે રેગ્યુલર કાર લોન અથવા પર્સનલ લોન માટે પ્રીપેડ એમાઉન્ટ પર 4 ટકા ફોરક્લોઝર ચાર્જ વસૂલવામાં આવે છે. આવી રીતે જો તમારી પાસે લોન વહેલી પૂરી કરવાની હોય તો તમને મહત્તમ ફલેક્સિબિલિટી આપે તેવા ધીરાણકર્તાની પસંદગી કરવી હિતાવહ છે.

આ પણ વાંચો: ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં મળશે સૌથી સસ્તી હોમ લોન, જાણો EMI સહિતની વિગત

ક્રેડિટ સ્કોર

તમારી ચૂકવણી કરવાની આદત અને ક્રેડિટ સ્કોર પણ તમને સસ્તી અને સારી પર્સનલ લોનની ઓફર અપાવી શકે છે. 800થી વધુનો મજબૂત સ્કોર તમને ક્રેડિટ લાયક ગ્રાહક બનાવે છે. જેનાથી સૌથી નીચા દરે લોન મળી શકે છે. જેથી ક્રેડિટ સ્કોરનું હંમેશાં ધ્યાન રાખવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, પર્સનલ લોન લેવા માટે વધુ ધીરાણકર્તાનો સંપર્ક કરશો નહીં. પર્સનલ લોન માટે વધુ પડતી તપાસના કારણે નેગેટિવ અસર થઈ શકે છે. જેથી લોન માટેના માર્કેટપ્લેસનો ઉપયોગ કરવો હિતાવહ છે. (RAJ KHOSLA, moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Personal loan, આરબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन