Home /News /business /Health Insurance: સ્વાસ્થ્ય વીમો લેતી વખતે આ પાંચ ભૂલની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે!
Health Insurance: સ્વાસ્થ્ય વીમો લેતી વખતે આ પાંચ ભૂલની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે!
હેલ્થ ઇન્શ્યોરન્સ
Health Insurance: હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેતી વખતે તમારી મેડિકલ હિસ્ટ્રી અને કરન્ટ હેલ્થ સ્ટેટસની તમામ વિગતો આપવી જરૂરી છે. ઈન્શ્યોરન્સ માટે પ્રપોઝલ ફોર્મ લેતા સમયે તમારી કોઈપણ બીમારી વિશેની માહિતી છૂપાવવી ન જોઈએ.
મુંબઈ: કોરોના મહામારી બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જાગૃત થયા છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય વીમો લેવાનું ચલણ પણ ખૂબ વધ્યું છે. કારણ કે કોરોના મહામારી બાદ હૉસ્પિટલોના મોટાં મોટાં બિલોએ અનેક લોકોઆ આર્થિક રીતે પાયમાલ કરી દીધા હતા. આ જ કારણ છે કે લોકો સ્વાસ્થ્ય વીમો લેતા થયા છે, જેના પગલે એવી કોઈ સ્થિતિ ઊભી થાય તો હૉસ્પિટલના ખર્ચ સામે રક્ષણ મેળવી શકાય. જોકે, સ્વાસ્થ્ય વીમો પસંદ કરતી વખતે અનેક વખત લોકો ભૂલ કરી બેસતા હોય છે. અમુક ભૂલના કિસ્સામાં તમારો વીમાનો દાવો પણ રદ થઈ શકે છે. આથી તમે પણ જો સ્વાસ્થ્ય વીમો લઈ રહ્યા છો તો નીચે આપેલી પાંચ ભૂલ બિલકુલ ન કરશો.
વીમા કવરેજ વિશે જાણી લેવું જરૂરી
મોટાભાગના લોકો તેમની જરૂરિયાતોને સમજ્યા વગર સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદે છે. આ રણે તેમને ઓછું અથવા વધારે કવરેજ મળે છે. પોલિસી ક્લેમ કરતી વખતે કવરેજ પર મળતી રકમની વેલ્યૂ સૌથી વધુ પ્રીમિયમના મૂલ્ય પર નિર્ભર કરે છે. જ્યારે વધુ કવરેજ ઈન્શ્યોરન્સ વાળી પોલિસી લેવામાં આવે તો ક્યારેક ક્યારેક જરૂરિયાત વગર વધુ પૈસા ખર્ચ થઈ જાય છે. બીજી તરફ ઓછા કવરેજ ઈન્શ્યોરન્સ વાળી પોલિસી લેવાથી ઓછું કવરેજ મળે છે, જેના કારણે ઈલાજ દરમિયાન તમારુ આર્થિક બજેટ બગડી શકે છે.
માહિતી છૂપાવવી
હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેતી વખતે તમારી મેડિકલ હિસ્ટ્રી અને કરન્ટ હેલ્થ સ્ટેટસની તમામ વિગતો આપવી જરૂરી છે. ઈન્શ્યોરન્સ માટે પ્રપોઝલ ફોર્મ લેતા સમયે તમારી કોઈપણ બીમારી વિશેની માહિતી છૂપાવવી ન જોઈએ. આ માહિતી છૂપાવવાને કારણે તમને મેડિકલ કવરેજનો વધુ ફાયદો નહીં મળે.
તમારી જરૂરિયાત અનુસાર હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. આ કારણોસર સૌથી પહેલા તમારા હેલ્થ સ્ટેટ્સ અને હિસ્ટ્રીની માહિતી ભેગી કરી લેવી જોઈએ. ત્યારબાદ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી માટે એપ્લાય કરો. આ પ્રક્રિયાની મદદથી ઈન્શ્યોરન્સ પોલિસી ક્લેઈમ કરવા સમયે વધુ લાભ મળશે.
કઈ વાતો વીમા પોલિસીમાં સામેલ નથી તે ખાસ જાણો
હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેતા સમયે કવરેજમાં કઈ બાબતો સામેલ છે તેની જાણકારી હોવી જરૂરી છે. આ પોલિસીમાં કઈ બાબતો સામેલ નથી, તેની જાણકારી પણ હોવી જરૂરી છે. મોટાભાગના લોકો આ બાબતને ધ્યાને લેતા નથી, પરંતુ પોલિસી ક્લેઈમ કરતા સમયે આ માહિતી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ પોલિસીમાં ગ્રાહકોને અનેક ઑફરનો લાભ આપે છે. મોટાભાગના લોકો તેમના ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરને બદલવા ઈચ્છતા નથી. યોગ્ય ઑફર મેળવવા માટે અલગ-અલગ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ તરફથી આપવામાં આવતી ઑફરોની સરખામણી જરૂરથી કરવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર