Home /News /business /ઉપરથી આવી નોટો ભરેલી બેગ, બંડલો ભરતો આ વ્યક્તિ કોણ? બેગ લઈને ચાલતી પકડી
ઉપરથી આવી નોટો ભરેલી બેગ, બંડલો ભરતો આ વ્યક્તિ કોણ? બેગ લઈને ચાલતી પકડી
એપાર્ટમેન્ટમાંથી CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ધૂમ મચાવી છે. સીબીઆઈનો દાવો છે કે ઘરની બારીમાંથી પૈસા ભરેલી બેગ નીચે ફેંકવામાં આવી હતી. તેમાં લગભગ એક કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ જમીન પર પડેલી નોટોના બંડલ બેગમાં ભરતો જોવા મળે છે.
ગત અઠવાડિયે રાજકોટના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવારીમલ બિશ્નોઈએ પોતાની જ ઓફિસના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે જવરીમલ બિશ્નોઈ શુક્રવારે બપોરે સીબીઆઈ દ્વારા 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ બીજા દિવસે એટલે કે શનિવારે સીબીઆઈની ટીમ ઝીણવટભરી તપાસ કરવા ઓફિસ પહોંચી હતી. એ વખતે નાસ્તો મંગાવ્યો હતો.
અચાનક જવારીમલ બિશ્નોઈએ સીબીઆઈ ટીમની સામે ઓફિસની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી. બાદમાં પરિવારે તેની લાશ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જોકે, 36 કલાક બાદ ન્યાયિક તપાસની ખાતરી મળતાં પરિવારજનોએ રવિવારે રાત્રે મૃતદેહનો કબજો લીધો હતો. આ દરમિયાન સીબીઆઈએ દાવો કર્યો છે કે બિશ્નોઈના ઘરેથી 99 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. બીજી તરફ બિશ્નોઈનો પરિવાર જે એપાર્ટમેન્ટમાં રહેતો હતો તે એપાર્ટમેન્ટમાંથી CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે તે ઉપરથી નીચે તરફ બેગ ફેંકી રહ્યાં છે.
- આ અંગે વિગતે વાત કરીએ તો જવારીમલ બિશ્નોઈએ પેકેજ્ડ ફૂડ એક્સપોર્ટ કરતી કંપની પાસેથી રૂ.50 લાખની બેંક ગેરંટી રિલીઝ કરવા માટે રૂ.9 લાખની લાંચ માંગી હતી.
- સીબીઆઈના જણાવ્યા અનુસાર આ લાંચ કુલ 6 ફાઈલો ક્લિયર કરવા માટે માંગવામાં આવી હતી. આ અંગે કંપનીના અધિકારીઓએ સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી.
- આથી શુક્રવારે સીબીઆઈના અધિકારીઓએ જવરીમલ બિશ્નોઈને પાંચ લાખ રૂપિયા લેતા રંગે હાથે પકડ્યા, ત્યારપછી સીબીઆઈએ નિયમ મુજબ તેના ઘરની સઘન તપાસ કરી.
- બીજા દિવસે એટલે કે શનિવારે સીબીઆઈની ટીમ તપાસ કરવા ઓફિસ પહોંચી. એ વખતે નાસ્તો મંગાવ્યો હતો. સીબીઆઈની ટીમને જોઈને અચાનક જવારીમલ બિશ્નોઈન પોતાની ઓફિસની બારીમાંથી કૂદી પડ્યા હતા. જે બાદ તેમનું મોત થયું હતું.
બિશ્નોઈની અચાનક કાર્યવાહીથી પરિવારમાં ખળભળાટ મચી ગયો. પરિવારે સીબીઆઈ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સીબીઆઈની ટીમે બિશ્નોઈ વિરુદ્ધ કાવતરું ઘડ્યું અને તેની હત્યા કરી. જેથી અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની તૈયારી દર્શાવતા સગાસંબંધીઓએ મૃતદેહ પણ સ્વીકાર્યો ન હતો.
સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં સગાસંબંધીઓ એકત્ર થઈને ધરણા પર બેસી ગયા હતા. પરિવારની એક જ માંગ હતી કે સીબીઆઈ અધિકારીઓ સામે હત્યાનો કેસ નોંધાયા બાદ જ અમે લાશ સ્વીકારીશું. જોકે, પરિવાર રવિવારે ડીસીપી સુધીરકુમાર દેસાઈ અને એસીપી પંડ્યાને પણ મળ્યો હતો. આખો દિવસ બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલુ રહી. જે બાદ આખરે ન્યાયિક તપાસની માંગણી સ્વીકારતા તેઓ રાત્રે મૃતદેહ લેવા સંમત થયા હતા.
પૈસા ભરેલી બેગ ફેંકવાના CCTV ફૂટેજ વાઈરલ થયા
બીજી તરફ, બિશ્નોઈની પત્ની અને ભત્રીજાના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સીબીઆઈની ટીમ પહોંચી ત્યારે બિશ્નોઈની પત્નીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાદમાં સીબીઆઈએ ઘરમાંથી 99 લાખ રૂપિયા મળ્યા હોવાનો દાવો કર્યો હતો. CBIનો દાવો છે કે પૈસા ભરેલી બેગ ઘરની બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. કહેવાય છે કે બિશ્નોઈની પત્નીએ પૈસા ભરેલી બેગ નીચે ફેંકી દીધી હતી અને નીચે તેમનો ભત્રીજો ઊભો હતો. જેમાં લગભગ એક કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ જમીન પર પડેલી નોટોના બંડલ બેગમાં ભરતો જોવા મળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર