Home /News /business /રોકાણકારોને અઢળક લાભ! આ સ્મોલકેપ કંપની દરેક શેર પર આપશે 35રૂ. નું ડિવિડન્ડ, જાહેર કરી રેકોર્ડ ડેટ

રોકાણકારોને અઢળક લાભ! આ સ્મોલકેપ કંપની દરેક શેર પર આપશે 35રૂ. નું ડિવિડન્ડ, જાહેર કરી રેકોર્ડ ડેટ

1 શેર પર 35 રૂપિયાનું ડિવિડન્ડ આપશે આ કંપની

કંપનીએ પ્રતિ શેર 35 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડ પર (Accelya Solutions Dividend) કુલ 52.24 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

    નવી દિલ્હીઃ સ્મોલકેપ ટ્રાવેલ ટેકનોલોજી કંપની Accelya Solutionsએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે, જેની સાથે સાથે રોકાણકારોને ભેટ આપવામાં આવી છે. કંપનીએ પ્રતિ શેર 35 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડ પર (Accelya Solutions Dividend) કુલ 52.24 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ જાહેરાત બાદ શેરમાં 12 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ શેર 1,450ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. 52 સપ્તાહનું ઉચ્ચત્તમ સ્તર 1,746 રૂપિયા અને ન્યૂનત્તમ સ્તર 831 રૂપિયા છે. આ શેરમાં છેલ્લા એક મહિનામાં 12.41 ટકાની તેજી જોવા મળી છે.

    2 ફેબ્રુઆરીના રોજ રેકોર્ડ ડેટ


    શેરબજારને કંપની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ (BOD)ને 35 રૂપિયાનું ઈન્ટીરિમ ડિવિડન્ડ (Interim Dividend) આપવામાં આવશે. આ મામલે 24 જાન્યુઆરીના રોજ બેઠક થઈ હતી. કંપનીએ બજેટના એક દિવસ બાદ 2 ફેબ્રુઆરી, 2023ના રોજ રેકોર્ડ ડેટ રાખી છે, જેની ચૂકવણી 21 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ Budget 2023: આ છે નાણામંત્રી નિર્મલા સિતારમણના 6 ચાણક્ય, જેમના ખભા પર બજેટ બનાવવાની જવાબદારી

    અગાઉ 45 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી


    ટ્રેડલાઈન પર જે પણ ડેટા જાહેર કર્યા છે તે અનુસાર ચાલુ નાણાંકીય વર્ષમાં કંપનીએ 6 ઓક્ટોબર 2022ના રોજ 45 રૂપિયાન ફાઈનલ ડિવિડન્ડ (Final Dividend) ની જાહેરાત કરી હતી. ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં કંપની તરફથી પ્રતિ શેર 80 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2022માં 3 ફેબ્રુઆરીના રોજ કંપનીએ 17 રૂપિયાના અંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

    Accelya Solutions બિઝનેસ 11 દેશોમાં ફેલાયેલો છે


    Accelya Solutions India Limited અકિલ્યા ગ્રુપની કંપની છે. આ એરલાઈન અને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીની લીડિંગ ફાઈનાન્શિયલ અને કમર્શિયલ પ્રોવાઈડર છે. કંપની પાસે 250થી વધુ એરલાઈન કસ્ટમર છે, જેનો કારોબાર 11 દેશોમાં ફેલાયેલો છે. કંપની સાથે 2,500થી વધુ પ્રોફેશનલ્સ જોડાયેલા છે.

    આ પણ વાંચોઃ આ 5 શેરોમાં 45 ટકા કમાણીના ચાન્સ, દમદાર ટાર્ગેટ પ્રાઈસ સાથે બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ

    ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામની વાત કરવામાં આવે તો Accelya Solutionsના કંસોલિડેટેડ ઓપરેટિંગ આવક 1,121 મિલિયન રૂપિયા રહેલી છે, જે છેલ્લા ક્વાર્ટરમાં 331 મિલિયન રૂપિયા હતી.

    વિસ્ટા ઈક્વિટી પાસે 75 ટકા ભાગીદારી


    Accelya Solutions India Limited કંપનીમાં Vista Equity Partners 74.66 ટકા ભાગીદારી છે. Vista Equity Partners અમેરિકા આધારિત ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    First published:

    Tags: Business news, Investment, Stock market

    विज्ञापन