Home /News /business /આકાસા એરલાઇન્સની માનવતાભરી પહેલ, અગાઉ એક પણ કંપનીએ નહોતું કર્યું એ કામ કરી બતાવ્યુ

આકાસા એરલાઇન્સની માનવતાભરી પહેલ, અગાઉ એક પણ કંપનીએ નહોતું કર્યું એ કામ કરી બતાવ્યુ

અકાશા એરલાઈન્સે પાલતુ પ્રાણીઓને પણ વિમાનમાં મુસાફરી માટે પરવાનીગી આપી(ફાઈલ તસવીર)

Akasa airlines: અકાસાના મુસાફરો આગામી નવેમ્બરથી તેમના પાલતુ કૂતરા અને બિલાડીને કેબિનમાં લઈ જઈ શકશે. કેબિનમાં 7 કિલો સુધીના પાલતુ પ્રાણીઓને લઈ જઈ શકાય છે. તેનાથી વધુ વજન ધરાવતા પાલતુ પ્રાણીઓને કાર્ગોમાં મોકલવામાં આવશે. અત્યાર સુધી પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરીની સુવિધા માત્ર એર ઈન્ડિયામાં જ ઉપલબ્ધ હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ સ્વર્ગસ્થ બિલબુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ને તો તમે ઓળખતા જ હશો. તેમણે બજેટ એરલાઇન (Akasa Air) અકાસા એર શરૂ કરી હતી. પરંતુ, તે શરૂ થયાના થોડા દિવસોમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જોકે, તેમની ગેરહાજરીથી કંપનીના કામકાજ પર કોઈ અસર થઈ નથી. એટલા માટે કંપની તેમની જૂની સ્ટ્રેટેજી ફોલો કરી રહી છે અને હવે આ કંપનીએ પાલતુપ્રાણી પ્રેમીઓ માટે ખુશખબરી આપતા કહ્યું છે કે હવે લોકો તેમના પાલતુ પ્રાણીઓ સાથે તેમના વિમાનમાં મુસાફરી કરી શકશે.

વિમાનના કેબિનમાં પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરી કરી શકાશે


આકાસા એર (Akasa Air)ના સહ-સ્થાપક, ચીફ માર્કેટિંગ અને અનુભવ અધિકારી બેલ્સન કોટિન્હોએ ગુરુવારે પ્રેસ કોન્ફેરેન્સ માં જણાવ્યું હતું કે, નવેમ્બરથી અકાસા એરના વિમાનોમાં પાલતુ પ્રાણીઓને સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પ્રાણીઓ કેબિનમાં પણ જઈ શકશે અને તેમને કાર્ગો તરીકે પણ લઈ જઈ શકાશે. પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરી કરવા માટેની ટિકિટનું બુકિંગ 15 ઓક્ટોબર, 2022થી શરૂ થશે.

સાત કિલો સુધીના પાલતુ પ્રાણીઓ કેબિનમાં લઈ જઈ શકાશે


અકાસાના મુસાફરો આગામી નવેમ્બરથી તેમના પાલતુ કૂતરા અને બિલાડીને કેબિનમાં લઈ જઈ શકશે. કેબિનમાં 7 કિલો સુધીના પાલતુ પ્રાણીઓને લઈ જઈ શકાય છે. તેનાથી વધુ વજન ધરાવતા પાલતુ પ્રાણીઓને કાર્ગોમાં મોકલવામાં આવશે. અત્યાર સુધી પાલતુ પ્રાણીઓ સાથે મુસાફરીની સુવિધા માત્ર એર ઈન્ડિયામાં જ ઉપલબ્ધ હતી.

આ પણ વાંચોઃ સોનાની કિંમતમાં સતત ઉછાળો, આ તહેવારોમાં સોનું ખરીદી શકાય કે નહિ? જાણો નિષ્ણાતોએ શુ કહ્યું

સરકારને મદદ કરવાની અપીલ


આકાસાના મેનેજમેન્ટે સ્ટાર્ટઅપ એરલાઈન્સની હિમાયત કરતા કહ્યું કે, સરકારે આવી એરલાઈન્સને ટેકો આપવો જોઈએ તથા તેમને સરકારને ખાસ વિનંતી કરીને અપેક્ષા રાખી છે કે, સ્ટાર્ટઅપ એરલાઇન્સને પણ સરકાર તરફથી ટેકો મળે. તેમની આશા છે કે સરકાર ઉડ્ડયન એવિએશન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને માન્ય રાખી મદદ કરશે.

ઉડ્ડયન ક્ષેત્રમાં ECLGSમાં સંશોધનનું સ્વાગત


બુધવારે સરકારે ઉડ્ડયન ક્ષેત્ર માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમમાં સંશોધન કર્યું છે. તેથી હવે એવિએશન કંપનીઓ 1,500 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકશે. આ અંગે અકાસા એરના કો-ફાઉન્ડરે કહ્યું કે, સરકારના આ પગલાંને તેઓ આવકારે છે અને તેના કારણે તેમના સેક્ટરમાં હવે આત્મવિશ્વાસ વધશે. તેમના મતે ECLGSમાં રિવિઝન કરવાથી એ દેખાય છે કે સરકાર એવિએશન સેક્ટરનું મહત્વ સમજે છે. તેમનું આ પગલું ભારતમાં હવાઈ પરિવહનને મજબૂત મોડ પર લઈ જવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ તહેવારો પર સામાન્ય જનતાને મોટો ફટકો: CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો 

સસ્તી મુસાફરી કરાવશે


એરલાઇનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનય દુબેએ કહ્યું કે, (Akasa Air) અકાસા એવિએશન ટર્બાઇન ઇંધણના ચઢતા-ઉતરતા ભાવથી ચિંતિત નથી. તે મુસાફરોને વ્યાજબી ભાવની ટિકિટ ઉપલબ્ધ કરાવવાનું ચાલુ રાખશે, કારણ કે તે લાંબાગાળાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.

આ વર્ષે ડોમેસ્ટિક શરૂ કર્યું, આવતા વર્ષે વિદેશ જશે


એરલાઈને આ વર્ષે ઓગસ્ટમાં તેની કામગીરી શરૂ કરી હતી અને તે આવતા વર્ષના બીજા ભાગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કામગીરી શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપની પાસે હાલમાં છ એરક્રાફ્ટ છે. ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં તે વધીને કુલ 18 એરક્રાફ્ટ થઈ જશે. દુબેએ કહ્યું કે કંપની નવા રોકાણકારોની શોધમાં છે.


દિલ્હીથી ફ્લાઈટ શરૂ થશે


દુબેએ જણાવ્યું કે એરલાઈન્સ યોજના પ્રમાણે ચાલી રહી છે. કંપની હાલમાં દરરોજ 30 ફ્લાઇટ્સ ચલાવે છે અને શુક્રવાર (7 ઓક્ટોબર)થી દિલ્હીથી સેવાઓ શરૂ થઇ છે. નોંધનીય છે કે અકાસા એરે 72 બોઇંગ-737 મેક્સ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે.
First published:

Tags: Airlines, Business news, Rakesh jhunjhunwala

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો