Home /News /business /પેન્સન લાભાર્થી માટે 30 નવેમ્બર છે અંતિમ તારીખ, જલ્દીથી જમા કરાવો આ ડોક્યુમેન્ટ
પેન્સન લાભાર્થી માટે 30 નવેમ્બર છે અંતિમ તારીખ, જલ્દીથી જમા કરાવો આ ડોક્યુમેન્ટ
આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેની મદદથી પેન્સન લાભાર્થી કોઈ પણ જાતની મુશ્કેલી વગર નિયમિત પેન્સન મેળવી શકે છે. પેન્સન લાભાર્થીએ પેન્સન મેળવવા માટે આ ડોક્યુમેન્ટ જમા કરાવવું અતિ જરૂરી છે.
Pensioner Life Certificate: પેન્સન લાભર્થીએ જો હજુ લાઈફ સર્ટિફિકેટ નથી કઢાવેલું તો જલ્દી કરો. જમા કરવા માટે 30 નવેમ્બર છે અંતિમ તારીખ. ઓનલાઇન સર્ટિફિકેટ કઈ રીતે કાઢી શકાય તેની માહિતી પણ અહીં આપેલી છે.
Pensioner Life Certificate: નવેમ્બર મહિનો પૂર્ણ થવામાં થોડાજ દિવસો બાકી રહ્યાં છે. જે લોકો પેન્સનનો લાભ લઇ રહ્યા છે તેઓને બુધવાર એટલે કે 30 નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે. જો તમે હજુ પણ લાઈફ સર્ટિફિકેટ નથી કાઢ્યું તો એ ઓનલાઇન નીકળી જશે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે કઈ રીતે ઓનલાઇન કે ઓફલાઈન નીકળી શકે. આ સિવાય કઈ રીતે ઓનલાઇન કે ઓફલાઈન જમા કરવાનું રહેશે તેની વિગત પણ જણાવી રહ્યા છીએ.
આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેની મદદથી પેન્સન લાભાર્થી કોઈ પણ જાતની મુશ્કેલી વગર નિયમિત પેન્સન મેળવી શકે છે. પેન્સન લાભાર્થીએ પેન્સન મેળવવા માટે આ ડોક્યુમેન્ટ જમા કરાવવું અતિ જરૂરી છે.
ઓનલાઇન બની જશે પ્રમાણ પત્ર
પેન્શનરે પોતાના સર્ટિફિકેટ બનાવવા માટે રુર્બરું જવાની જરૂર નથી. તેઓ ઘર બેઠાજ ઓનલાઇન સર્ટિફિકેટ કાઢી શકે છે. તેના માટે એક સોફ્ટવેર એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. જેની મદદથી ડિજિટલ સર્ટિફિકેટ નીકળી જશે. તેના માટે સુરક્ષિત આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ પણ જરૂરી છે. આ સિવાય ઓફલાઈન પ્રક્રિયા માટે બેન્ક અને પીડીએમાં જઈને સર્ટિફિકેટ મેળવી શકે છે.
- સૌવ પ્રથમ પ્રમાણ પત્રની ઓફિશ્યિલ વેબસાઈટ jeevanpramaan.gov.in પર જઈને મોબાઈલ નંબર અને આધાર કાર્ડ ડિટેઇલ દાખલ કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.
- ઓટીપી ઓથેન્ટિકેશન પછી તમે એપ વડે ડીએલસી જનરેટ કરી શકો છો.
- પેન્શનરને આધાર ડીટેલ, પેન્સન પેમેંટ ઓર્ડર, બેન્ક એકાઉન્ટ ડીટેલ અને ફોન નંબરની માહિતી એપમાં દાખલ કરવાની રહેશે. જેના પછી તમારું બાયો મેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ થઇ જશે.
લાઈફ સર્ટિફિકેટ, જે જગ્યાએથી પેન્સન મળે છે ત્યાં આપવાનું રહેશે. જેમાં બેન્ક, પોસ્ટ ઓફિસ વગેરે સામેલ છે. પેન્સન ઘરે પણ ટપાલીને બોલાવીને પણ આપી શકાય છે.
દર વર્ષે જમા કરાવવાનું હોય છે
દર વર્ષે પેન્સન મેળવવા માટે આ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહે છે. આ સર્ટિફિકેટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વ્યક્તિ હજુ જીવિત છે. જો તમે 30 નવેમ્બર સુધીમાં જમા કરવાનું ચુકી જશો તો પેન્સન મળશે નહિ અને તે અટકાવવામાં પણ આવી શકે છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર