Home /News /business /

Pension News : નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો, સરકાર કરવા જઇ રહી છે આ બદલાવ

Pension News : નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો, સરકાર કરવા જઇ રહી છે આ બદલાવ

નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો

ભારતમાં કામ કરતા લોકોની વયમર્યાદામાં વૃદ્ધિ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિએ જણાવ્યું છે કે, દેશમાં નિવૃત્તિની ઉંમરમાં વૃદ્ધિ (Retirement age) કરવાની સાથે સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ.

વધુ જુઓ ...
    Universal Pension System: કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને જલ્દી જ કોઈ ગુડ ન્યૂઝ આપી શકે છે. કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધારવા અંગે ચર્ચા વિચારણા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ રજૂઆત કરવામાં આવી છે.

    ભારતમાં કામ કરતા લોકોની વયમર્યાદામાં વૃદ્ધિ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિએ જણાવ્યું છે કે, દેશમાં નિવૃત્તિની ઉંમરમાં વૃદ્ધિ (Retirement age) કરવાની સાથે સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ.

    સિનિયર સિટીઝનની સુરક્ષા

    સમિતિના રિપોર્ટ અનુસાર આ સિસ્ટમ હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું રૂ.2,000 પેન્શન આપવું જોઈએ. આર્થિક સલાહકાર સમિતિએ ભારતમાં સિનિયર સિટીઝનની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરી છે.

    સ્કિલ ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કામ કરવાની ઉંમર વધારવી હોય તો સેવાનિવૃત્તિની ઉંમરમાં પણ વૃદ્ધિ કરવાની જરૂરિયાત છે. સામાજિક સુરક્ષા પ્રણાલી પરના પ્રેશરને ઓછું કરવા માટે આ સિસ્ટમની શરૂઆત કરી શકાય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 50 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે પણ સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે.

    સરકારે બનાવી નીતિ

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે એવી નીતિઓ બનાવવી જોઈએ જેનાથી કૌશલ્ય વિકાસ પણ થઈ શકે. જેનાથી અસંગઠિત ક્ષેત્ર, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, રેફ્યુજી, પ્રવાસીઓને પણ શામેલ કરવા જોઈએ. જે લોકો પાસે ટ્રેનિંગ મેળવવા માટે સાધન ના હોય તેમનો પણ ટ્રેન્ડ હોવો જરૂરી છે.

    વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019નો રિપોર્ટ

    વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019ના રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં ભારતમાં 32 કરોડ લોકો સિનિયર સિટીઝન હશે. એટલે કે, દેશની વસ્તીમાંથી 19.5 ટકા લોકો સેવાનિવૃત્તની કેટેગરીમાં શામેલ થઈ જશે. વર્ષ 2019માં ભારતની વસ્તીમાંથી 10 ટકા લોકો એટલે કે, 14 ટકા લોકો સિનિયર સિટીઝનની કેટેગરીમાં છે.

    કર્મચારીઓને સેવાનિવૃત્તિની વય (employees retirement age) અંગે અનેક મામલાઓ કોર્ટમાં પહોંચી રહ્યા છે. એક તરફ સેવાનિવૃત્ત થતા પહેલા કર્મચારીઓ સતત સેવાનિવૃત્તિ વર્ષ વધારવા માટે કવાયત તેજ કરી રહ્યા છે. આવો જ એક મામલો બેંગ્લોર હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તો બેંગ્લોર હાઈકોર્ટ આ અંગે નિર્ણય આપ્યો છે કે, સેવાનિવૃત્તિની વયમાં વૃદ્ધિ કરવાનો સંપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારનો છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Pension

    આગામી સમાચાર