નવી દિલ્હી: સીનિયર સિટીઝન (Senior Citizen)ને ખુશીની સમાચાર મળવાના છે. વયસ્કો માટે સરકાર ખાસ પ્લાન તૈયાર કરી રહી છે. જો સરકાર આ જાહેરાત કરે છે તો તમે 70 વર્ષની ઉંમરમાં પણ પેન્શન માટે લાયક બની જશો. એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજના એટલે કે NPSમાં 70 વર્ષના વૃદ્ધ પણ ખાતું ખોલાવી શકશે. એટલે કે વૃદ્ધાવસ્થા દરમિયાનપૈસાની કોઈ ચિંતા નહીં રહે.
જાણો શું છે પ્લાન?
પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA) તરફથી આ અંગે પ્રસ્તાવ મોકલીને સરકાર પાસેથી મંજૂરી માંગવામાં આવી છે. નિયામકે કહ્યુ છે કે, એનપીએસ ખાતું ખોલવાની મહત્તમ ઉંમર મર્યાદા 65 વર્ષથી વધારીને 70 વર્ષ કરવામાં આવે. PFRDA તરફથી પ્રસ્તાવમાં એ પણ શામેલ કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ 60 વર્ષ પછી એનપીએસ સાથે જોડાય છે તો તેને 75 વર્ષ સુધી ખાતું ચલાવવા અને રિટર્ન મેળવવાની મંજૂરી આપવામાં આવે.
પ્રાધિકરણના ચેરમેન સુપ્રતીમ બંદોપાધ્યાયએ કહ્યુ કે, છેલ્લા 3.5 વર્ષમાં 60 વર્ષથી વધારે ઉંમરના 15 હજાર લોકોએ એનપીએસ ખાતું ખોલાવ્યું છે. જેને જોઈને યોજનામાં શામેલ થવાની મહત્તમ ઉંમરની મર્યાદા પાંચ વર્ષ વધારવા માટે પ્રસ્તાવ આપ્યો છે.
NPSમાં ઉંમર મર્યાદા
NPSમાં 60 વર્ષ સુધી જમા થયેલી રકમના આધારે પેન્શનની રકમ નક્કી થાય છે. જ્યારે APYમાં પેન્શન 1,000થી 5,000 રૂપિયાની વચ્ચે રહે છે. પેન્શન કેટલું બનશે તે તમારા તરફથી દર મહિને જમા કરવામાં આવતા રકમ પર આધાર રાખે છે.
NPS ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પેંશન કમ ઈન્વેસ્ટમેન્ટ છે. ભારતીય નાગરિક અને ઓવરસીજ સિટીઝન ઓફ ઈંડિયા કાર્ડ હોલ્ડર્સ રોકાણ કરી શકે છે. NPS એક વોલંટરી કોન્ટ્રીબ્યુશન યોજના છે, જેમાં Tier-1માં રૂ. 500 અને Tier-2માં ન્યૂનતમ રૂ. 1000નું કોન્ટ્રીબ્યુશન કરી શકે છે. જેમાં કોઈપણ વ્યક્તિગતરૂપે કર્મચારી દ્વારા જોડાઈ શકે છે.
" isDesktop="true" id="1088870" >
NPS (Tier 1) પર કર કપાત
>> નિયમિત ટેક્સ સિસ્ટમ હેઠળ કર્મચારી દ્વારા રૂ.1.5 લાખ સુધી NPS (Tier 1)માં કોન્ટ્રીબ્યુશન કુલ આવકમાંથી કપાઈ શકે છે. >> નિયમિત ટેક્સ સિસ્ટમ હેઠળ કર્મચારીના રૂ.50 હજારનું પોતાની કોન્ટ્રીબ્યુશન કુલ આવકમાંથી કપાઈ શકે છે. >> સરળ ટેક્સ સિસ્ટમન વાત કરવામાં આવે તો માત્ર કર્મચારી દ્વારા બેઝિક સેલેરીના 10 ટકા સુધી કોન્ટ્રીબ્યુશન કપાઈ શકે છે. >> NPS સબસ્ક્રાઈબર્સના 60 વર્ષ થવા પર તેમને 60 ટકા રકમ લેવાની મંજૂરી મળે છે. બાકી વધેલ 40 ટકા રકમ એન્યૂટીના રૂપમાં વ્યક્તિગતરૂપે આપવામાં આવે છે. જે બાદ યોજનાનો ભાગ બનવાના 10 વર્ષ પછી 25 ટકા સુધીની રક પ્રાપ્ત કરવાની મંજૂરી મળે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર