Home /News /business /Penny Stocks: બજારમાં ઉથલપાથલ વચ્ચે પેની સ્ટોક્સે રિટેલ રોકાણકારોને કરી દીધા માલામાલ

Penny Stocks: બજારમાં ઉથલપાથલ વચ્ચે પેની સ્ટોક્સે રિટેલ રોકાણકારોને કરી દીધા માલામાલ

પેની સ્ટૉક

NSE પર સૌથી વધારે ટ્રેડ કરવામાં આવેલા 110 પેની સ્ટૉક્સે ઓક્ટોબરથી અત્યારસુધી 68 ટકા સુધી રિટર્ન આપ્યું છે. AceEquity ના આંકડા પ્રમાણે દર પાંચ પેની સ્ટોક્સમાંથી ત્રણ પેની સ્ટોક્સે જોરદાર પ્રદર્શન કર્યું છે.

    નવી દિલ્હી: સામાન્ય ખયાલ એવો છે કે બજારના સૌથી વધારે અંધારું હોય તેવી ગલીમાં ઊભેલા સ્ટોક્સ, બજારમાં ઉથલપાથલ થાય છે ત્યારે બ્લૂચિપ સ્ટૉક્સની સરખામણીમાં વધારે માર ખાય છે. રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukraine War), તેમજ આખી દુનિયાની નાણાકીય નીતિઓમાં આવેલા પરિવર્તનને પગલે સેન્સેક્સ-નિફ્ટી (Sensex-Nifty) ઓક્ટોબર 2021ના પોતાની સર્વોચ્ચ સપાટીથી છ ટકા તૂટી ગયા છે. આજ મહિનાની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી પોતાના રેકોર્ડ હાઈથી 15 ટકા તૂટી ગયા હતા. ઓક્ટોબરથી લઈને છેલ્લા છ મહિના દરમિયાન નિફ્ટી 500 ઇન્ડેક્સમાં સામેલ શેર્સમાં સરેરાશ સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સ્ટૉક્સમાં આશરે 345 શેર એવા છે જેમણે આ સમયગાળા દરમિયાન નેગેટિવ રિટર્ન (Negative return) આપ્યું છે. આ આંકડા મનીકંટ્રોલના વિશ્લેષણ પર આધારિત છે. આ ઘટાડાને પગલે બજાર ખૂબ જ ખરાબ સ્થિતિમાંથી પસાર થયું છે.

    ...પણ પેની સ્ટોક્સમાં ખુશી જ ખુશી!


    જોકે, આ દરમિયાન આપણને ખુશીની ક્ષણો પણ જોવા મળી છે. આ દરમિયાન પેની સ્ટૉક્સે રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે. છ મહિના દરમિયાન શેર બજારમાં ઉથલપાથલ હતી ત્યારે પેની સ્ટોક્સે ખૂબ સારું વળતર આપ્યું હતું. સામાન્ય રીતે પેની સ્ટોક્સ એમને કહેવામાં આવે છે જેની કિંમત 10 રૂપિયાથી ઓછી હોય છે. આ કેટેગરીમાં તમામ શેરે છેલ્લા છ મહિનામાં બ્લૂચિપ શેર્સની સરખામણીમાં ખૂબ સારું વળતર આપ્યું છે.

    NSE પર સૌથી વધારે ટ્રેડ કરવામાં આવેલા 110 પેની સ્ટૉક્સે ઓક્ટોબરથી અત્યારસુધી 68 ટકા સુધી રિટર્ન આપ્યું છે. AceEquity ના આંકડા પ્રમાણે દર પાંચ પેની સ્ટોક્સમાંથી ત્રણ પેની સ્ટોક્સે જોરદાર પ્રદર્શન કર્યું છે. જેમાં Vikas EcoTech જેવા પેની સ્ટોકે ફક્ત છ મહિનાના સમયગાળા દરમિયાન રોકાણકારોની સંપત્તિ ત્રણ ગણી વધારી દીધી છે. આ સાથે જ Ankit Metal & Power અને FCS Software Solutions જેવા પેની સ્ટૉક્સે પણ 160-148 ટકા વળતર આપ્યું છે.

    આ પણ વાંચો: 1 એપ્રિલથી આ વસ્તુઓમાં થશે ભાવ વધારો: TV, AC, ફ્રીજ, થશે મોંઘા

    સરેરાશ 24 ટકા વળતર


    આ આંકડાઓ પરથી માલુમ પડે છે કે કોવિડ મહામારી અને આઉટબ્રેક પછી સૌથી ઉથલપાથલ ભર્યા માહોલમાં પેની સ્ટૉક્સે સરેરાશ 24 ટકા રિટર્ન આપ્યું છે. જો આપણે છ મહિનાની પુષ્ઠભૂમિના દમદાર સ્ટૉક્સની સરખામણી પેની સ્ટૉક્સ સાથે કરીએ તો તેમનું પ્રદર્શન ખૂબ અદભૂત રહ્યું છે. આ 110 પેની સ્ટૉક્સના રિટેલ રોકાણકારોની સરેરાશ હોલ્ડિંગ પર નજર કરીએ તો NSE પર તે સરેરાશ 32 ટકા છે.

    કેવી રહી શકે છે ચાલ?


    જાણકારોનું કહેવું છે કે જો આગામી મહિનાઓમાં રિટેલ રોકાણકારોનો ફ્લો ઘટે છે તો છેલ્લા છ મહિનાની પેની સ્ટૉક્સની તેજી પર લગામ લાગી શકે છે. kotak Equitiesનું માનવું છે કે બજારમાં રિટલ રોકાણકારો પાસેથી આવી રહેલા પૈસાને કારણે ગત વર્ષે શાનદાર રિટર્ન જોવા મળ્યું છે. 12 મહિનાના રોલિંગ રિટર્ન પર નજર કરીએ તો નિફ્ટી 50 આશરે 18 ટકા પર નજરે પડે છે. જોકે, છ મહિનામાં છ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

    આ પણ વાંચો: આ છ સુગર સ્ટૉક્સે ત્રણ મહિનામાં જ કરી દીધા માલામાલ, શું તમારી પાસે છે? 

    Ambit Capitalના ધીરજ અગ્રવાલે 30 માર્ચના રોજ CNBC-TV18 સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, 2022ના બાકીના વર્ષમાં ઘરેલૂ બજાર ઉતાર-ચઢાવના એક મર્યાદિત દાયરામાં નજરે પડી શકે છે. જોકે, બજારમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નથી. જો આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે તો આગામી 12 મહિનાઓમાં રોલિંગ રિટર્ન નેગેટિવ થઈ શકે છે. સાથે જ તે રિટેલ રોકાણકારોના સંકલ્પની પરીક્ષા પણ હશે. જો બજારમાં ઘટાડો આવે છે તો તે પેની સ્ટૉક્સ માટે સમસ્યા ઊભી કરી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Penny stocks, Share market, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन