અંજની ફૂડ્સના (Anjani Foods) શેર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારો (investors)ને આકર્ષક વળતર મળ્યું છે. 13 ડિસેમ્બર, 2018ના રોજ અંજની ફૂડ્સના શેરના ભાવ પ્રતિશેર રૂ. 13.80 પર બંધ થયા હતા. આ શેર 13 ડિસેમ્બર, 2021ના રોજ વધીને રૂ. 142.35 પ્રતિશેરના ભાવે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમ્યાન રોકાણકારોને પોતાના રોકાણ પર 931% વળતર મળ્યું છે.
આ સમયગાળા દરમ્યાન સેન્સેક્સ (Sensex)માં 62.18%ના વધારાની શક્યતા છે. 3 વર્ષ પહેલા અંજની ફુડ્સમાં કરવામાં આવેલું રૂ. 1 લાખનું રોકાણ આજે રૂ. 10.31 લાખનું થયું છે. આ માઇક્રો કેપ શેર 4.43% ઘટીને આજે રૂ. 142.35 પર બંધ થયો હતો. આ શેર 7 જૂન, 2021એ 52 સપ્તાહની ઊંચી સપાટી અને પોતાના સૌથી ઉચ્ચ સ્તર રૂ. 409.10થી 65.2% ઘટી ગયો છે.
BSE પર મંગળવારે શેર રૂ. 155 પર 4.06%ના વધારા સાથે ખૂલ્યો જે અગાઉ રૂ. 148.95 પર બંધ થયો હતો. આ પછી તે ઈન્ટ્રા ડેમાં ઘટીને રૂ. 142.05ના નીચા સ્તરે પહોંચ્યો હતો. તેમાં 4.63%નો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીની માર્કેટ કેપ ઘટીને રૂ. 79.57 કરોડ પહોંચી છે. અંજની ફૂડ્સનો સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં ઓછો છે. જણાવી દઈએ કે, કંપનીના કુલ 914 શેર્સ દ્વારા BSE પર રૂ. 1.30 લાખના ટર્નઓવરની રકમ દર્શાવવામાં આવી છે.
એક વર્ષ દરમ્યાન કંપનીના શેરમાં 34 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ વર્ષની શરૂઆતથી શેરમાં 4 ટકા વધારો થયો છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાની સમાપ્તિ પર ફર્મમાં 17 પ્રમોટરો 75 ટકા હિસ્સો ધરાવતા હતા જ્યારે પબ્લિક શેરધારકો કંપનીનો 25 ટકા હિસ્સો ધરાવતા હતા. 5,615 પબ્લિક શેરધારકો પાસે 25% હિસ્સો છે એટલે કે આ શેરધારકો 13.97 લાખ શેરની માલિકી ધરાવે છે. આ શેરની મૂડી રૂ. 2 લાખ સુધીની છે.
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના અંત સુધી કોઈપણ શેરધારક પાસે રૂ. 2 લાખ કરતા વધુની મૂડી ન હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (Foreign portfolio investors FPIs), મ્યુચ્યુઅલ ફંડ્સ અને નાણાંકીય સંસ્થાઓએ ચાલુ નાણાંકીય વર્ષમાં Q2માં કોઈ પ્રકારની ભાગીદારી કરી નથી. સ્ટોકમાં જોવા મળેલી વૃધ્ધિ સંપૂર્ણ રીતે ફર્મની કમાણી અને તેના પ્રદર્શનને સંલગ્ન નથી.
અંજની ફુડ્સે ગત વર્ષે ત્રિમાસિક ગાળામાં 7.28 કરોડ રૂપિયાની સરખામણીએ આ વર્ષે ત્રિમાસિક ગાળામાં 26.10 ટકાની વૃધ્ધિ સાથે 9.18 કરોડ રૂપિયાનો વધારો નોંધાવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 0.38 કરોડ હતો જે આ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 60.53% ઘટીને રૂ. 0.15 કરોડ થયો છે.
જણાવી દઈએ કે ચાલુ નાણાંકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 650% વધીને રૂ. 0.02 કરોડ થયો છે. જ્યારે ચાલૂ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેચાણ 14.81 ટકા વધ્યું, જે 8.04 કરોડ સુધી પહોંચ્યું હતું.
ફર્મે વાર્ષિક ધોરણે અગાઉના નાણાંકીય વર્ષ માર્ચ 2020માં રૂ. 0.5 કરોડના નફાની સામે ચાલુ વર્ષે માર્ચ 2021માં રૂ. 3 કરોડનો નફો દર્શાવ્યો છે. જોકે, માર્ચ 2018માં કરેલા 0.2 કરોડના નફા સામે નાણાકીય વર્ષ માર્ચ 2019માં કંપનીએ કોઈ નફો નોંધાવ્યો નથી.
અંજની ફૂડ્સ લિમિટેડ આંધ્ર પ્રદેશમાં સ્થિત એક બેકરી ફૂડ-ઑન-ધ-ગો રિટેલર્સ અને બેકરી પ્રોડક્ટ્સ વેચાણકર્તા છે. શ્રીકાકુલમથી ગોદાવરી સુધીના પાંચ જિલ્લામાં કંપનીનાના વિવિધ રિટેલ અને વિતરણ આઉટલેટ્સ ફેલાયેલા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર