Home /News /business /Multibagger Penny Stock: 3 વર્ષમાં આ પેની સ્ટોક બન્યો મલ્ટીબેગર, રોકાણકારોને કર્યા માલામાલ
Multibagger Penny Stock: 3 વર્ષમાં આ પેની સ્ટોક બન્યો મલ્ટીબેગર, રોકાણકારોને કર્યા માલામાલ
પેની સ્ટૉક
Transglobe Foods Stock: 2022માં આ શેરમાં 9.15 ટકાનો વધારો થયો છે, પરંતુ એક વર્ષમાં 52.25 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક મહિનામાં આ શેરમાં 16 ટકાનો ઘટાડો થયો છે.
મુંબઇ. Penny stock: ટ્રાન્સગ્લોબ ફૂડ્સના સ્ટોકે (Stock of Transglobe Foods) છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને આકર્ષક વળતર (Bumper Return) આપ્યું છે. ટ્રાન્સગ્લોબ ફૂડ્સનો શેર 14 માર્ચ, 2019ના રોજ 3.80 રૂપિયા પર બંધ થયો હતો અને આ વર્ષે 14 માર્ચે 92.65 રૂપિયા પર બંધ રહ્યો હતો. એટલે કે આ સમયગાળા દરમિયાન 2,338 ટકા વળતર મળ્યું છે. જો તેની સરખામણીમાં સેન્સેક્સ (Sensex) સાથે કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તેમાં 48.62 ટકાનો ઉછાળો નોંધાયો હતો. પેની સ્ટોકમાં ત્રણ વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ આજે વધીને રૂ. 24.38 લાખ થયું હશે. સતત છ દિવસના વધારા બાદ શેરમાં મંગળવારે ઘટાડો નોંધાયો હતો. આજે (16 માર્ચ) આ શેર 5% વધીને 92.45 રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો. ટ્રાન્સગ્લોબ ફૂડ્સનો શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે કારોબાર કરી રહ્યો છે.
2022માં આ શેરમાં 9.15 ટકાનો વધારો થયો છે, પરંતુ એક વર્ષમાં 52.25 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક મહિનામાં આ શેરમાં 16 ટકાનો ઘટાડો થયો છે.
કોની પાસે કેટલા શેર?
બીએસઈ પર શેરનું નાનું ટર્નઓવર મોટી નેગેટિવ બાબત છે અને માત્ર 25 શેરહોલ્ડરોના સોદાને કારણે મંગળવારે સ્ક્રિપ ઇન્ટ્રાડેમાં 4.75 ટકાનો ઘટાડો થયો હોવાના સંકેતો મળ્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં 2,430 પબ્લિક શેરહોલ્ડર્સ પાસે 1.27 લાખ શેર હતા, જે કંપનીમાં 87.87 ટકા હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં એક પ્રમોટર પાસે 17,571 શેર અથવા 12.13 ટકા હિસ્સો હતો. 2,360 પબ્લિક શેરહોલ્ડર્સ પાસે કંપનીના 97,729 શેર હતા, જેની કિંમત 67.45 ટકા હતી.
સ્ટોકમાં સંભવિત રોકાણકારો માટે બીજી મોટી નકારાત્મક વાત નિરાશાજનક ત્રિમાસિક અને વાર્ષિક કમાણી છે. જૂન 2017ના ત્રિમાસિક ગાળાથી કંપનીએ કોઈ વેચાણ નોંધાવ્યું નથી. છેલ્લા છ ત્રિમાસિક ગાળાથી કંપનીએ ખોટ નોંધાવી છે. વાર્ષિક ધોરણે, કંપનીએ છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં શૂન્ય વેચાણ કર્યું છે. કંપનીએ ત્રણ વર્ષમાં બજારના વળતરની બાબતમાં તેના સાથીદારોને પાછળ છોડી દીધા છે.
વરુણ બેવરેજીસના શેરમાં ત્રણ વર્ષમાં 149.48 ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે હિન્દુસ્તાન ફૂડ્ઝ તેના શેરધારકોને 385 ટકા વળતર મેળવવામાં સફળ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન બીજા પીઅર ટેસ્ટી બાઇટ ઇટેબલ્સનો સ્ટોક ફક્ત ૩૩ ટકા વધ્યો છે. કંપની એનએસઈ પર લિસ્ટેડ નથી. આ કંપની ફૂડ પ્રોસેસિંગ કંપની છે અને તે ડબ્બાબંધ શાકભાજી, ફ્રૂટ કોન્સન્ટ્રેટ અને અન્ય ઉત્પાદનોના ઉત્પાદન અને નિકાસમાં રોકાયેલી છે. ગુજરાતના બરોડામાં આવેલી આ કંપનીની સ્થાપના વર્ષ 1986માં થઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર