ડેટા લીકના આરોપ પર Paytmનું નિવેદન સામે આવ્યું, કહ્યું- રિપોર્ટ ખોટો અને સનસનાટીભર્યો છે
ડેટા લીકના આરોપ પર Paytmનું નિવેદન સામે આવ્યું, કહ્યું- રિપોર્ટ ખોટો અને સનસનાટીભર્યો છે
Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ એટલે કે PPBL
દેશની અગ્રણી પેમેન્ટ બેન્કોમાંથી એક પેટીએમ પેમેન્ટ બેન્ક લિમિટેડ એટલે પીપીબીએલ (Paytm Payments Bank Ltd.) એ સોમવારે જણાવ્યું હતું કે ચાઇનીઝ કંપનીઓને ડેટા લીક થવાના અહેવાલો "ખોટા અને સનસનાટીભર્યા" છે.
દેશની અગ્રણી પેમેન્ટ બેન્કોમાંથી એક પેટીએમ પેમેન્ટ બેન્ક લિમિટેડ એટલે પીપીબીએલ (Paytm Payments Bank Ltd.) એ સોમવારે જણાવ્યું હતું કે ચાઇનીઝ કંપનીઓને ડેટા લીક થવાના અહેવાલો "ખોટા અને સનસનાટીભર્યા" છે. ખરેખરમાં બ્લૂમબર્ગના અહેવાલ મુજબ આરબીઆઈએ 11 માર્ચે પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે તેણે ભારતના નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશના સર્વર પર ડેટા પ્રવાહની મંજૂરી આપી હતી.
Paytm પેમેન્ટ્સ બેન્કે ટ્વીટ કરી કહ્યું,"તાજેતરના બ્લૂમબર્ગ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાઈનીઝ કંપનીઓનો ડેટા લીક થયો છે અને તે ખોટો અને સનસનાટીભર્યો છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સંપૂર્ણ સ્થાનિક બેન્કક હોવા પર ગર્વ અનુભવે છે અને ડેટા ટ્રાન્સફર પર આરબીઆઈની સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરે છે. બેન્કનો તમામ ડેટા દેશમાં જ રહે છે.
ગયા અઠવાડિયે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેન્કને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે કેન્દ્રીય બેન્કે પેટીએમ પેમેન્ટ બેન્ક લિમિટેડના આઇટી ઓડિટનો આદેશ આપ્યો હતો. આઈટી ઓડિટનો અર્થ એ છે કે કંપનીનું આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સોફ્ટવેર કેટલા ગ્રાહકોનો બોજ ઉઠાવવા સક્ષમ છે, તેમાં શું ખામીઓ છે અને તે શા માટે આવી રહી છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે.
Paytm પેમેન્ટ્સ બેન્કે 23 મે 2017 ના રોજ કામ કરવાનું શરૂ કર્યું. તાજેતરમાં મનીકંટ્રોલે અહેવાલ આપ્યો હતો કે વિજય શેખર શર્માની કંપની પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સ્મોલ ફાઇનાન્સ બેન્ક (SFB) ના લાઇસન્સ માટે RBIને અરજી કરવાની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે Paytm પેમેન્ટ્સ બેંક આ વર્ષે જૂન સુધીમાં અરજી સબમિટ કરી શકે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર