Home /News /business /Zomato, Paytm અને Nykaaના શેરમાં પૈસા રોક્યા છે? તમામ શેર ઓલ ટાઈમ લૉ છે ત્યારે શું કરવું?

Zomato, Paytm અને Nykaaના શેરમાં પૈસા રોક્યા છે? તમામ શેર ઓલ ટાઈમ લૉ છે ત્યારે શું કરવું?

નાયકા શેર (પ્રતીકાત્મક તસવીર)

Stock market tips: ફૂડ-ટેક પ્લેટફોર્મ ઝોમેટોનો શેર (Zomato stock) મંગળવારે રૂ. 76ના ઇશ્યૂ પ્રાઇસથી નીચે આવી ગયો હતો, જ્યારે પેટીએમનો શેર (Paytm stock) પણ આઇપીઓના ભાવથી નીચે ટ્રેડ કરી રહ્યો છે.

નવી દિલ્હી: ઝોમાટો, પેટીએમ, નાયકા જેવા નવા લિસ્ટેડ (New listed IPO) થયેલા શેરમાં મંદીનો જોરદાર ફટકો લાગ્યો છે. તેમના શેરમાં જોરદાર કડાકા બોલી ગયા છે. મોટાભાગની કંપનીઓના શેરો તેમના 52 સપ્તાહના સ્તરથી તેમજ તેમના લિસ્ટિંગ અથવા આઇપીઓ ઇશ્યૂ પ્રાઇસથી નીચે આવી ગયા છે. ફૂડ-ટેક પ્લેટફોર્મ ઝોમેટોનો શેર (Zomato stock) મંગળવારે રૂ. 76ના ઇશ્યૂ પ્રાઇસથી નીચે આવી ગયો હતો, જ્યારે પેટીએમનો શેર (Paytm stock) પણ આઇપીઓના ભાવથી નીચે ટ્રેડ કરી રહ્યો છે.

આ બાબતે સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ કહે છે કે, "અમે જાણીએ છીએ કે તેઓ બજારમાં ઉત્સાહ વચ્ચે ખૂબ જ મોંઘા વેલ્યુએશન સાથે આવ્યા છે અને તેમાંથી ફક્ત થોડા જ ટકી શકશે. જ્યાં ઝોમેટો અને સ્ટાર હેલ્થ વર્તમાન સ્તરે આકર્ષક દેખાઈ રહી છે અને તેઓમાં લાંબા ગાળે રોકાણકારો માટે સંપત્તિ બનાવવાની સંભાવના ધરાવે છે. જ્યારે નાયકા અન્ય નફાકારક કંપની છે અને રોકાણકારોના પોર્ટફોલિયોનો ભાગ બની શકે છે. પેટીએમની વાત કરીએ તો તેમના બિઝનેસ આઉટલુક અને નફાકારકતાના સમય વિશે હજી પણ કોઈ સ્પષ્ટતા નથી."

આ પણ વાંચો: ટાટા પાવરના શેરમાં આવી 3 ટકાની તેજી, મોર્ગન સ્ટેનલીએ શેરના ટાર્ગેટમાં કર્યો વધારો

કંપનીઓની સ્થિતિ ગંભીર

વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડ દ્વારા કડક પગલના ભય વચ્ચે વિશ્વભરમાં જોખમની સ્થિતિ છે. આ વલણમાં વૃદ્ધિ શેરોમાં તીવ્ર વેચવાલી દર્શાવે છે, ખાસ કરીને ખોટમાં ચાલતી ન્યૂ એજ કંપનીઓમાં સ્થિતિ ગંભીર છે. આ કંપનીઓ બજારમાં ઉમંગ વચ્ચે અવાસ્તવિક વેલ્યુએશન સાથે આવી હતી.

Mehta Equities Ltdના વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે, "તાજેતરમાં લિસ્ટેડ ન્યૂ એજ બિઝનેસમાં વેચવાલીનું ઘણું દબાણ જોવા મળ્યું છે, જે મોટાભાગે મેક્રો પરિબળો અને વૈશ્વિક અસ્થિરતાને કારણે પ્રેરિત હતું. ત્યારબાદ ઝોમેટો Q3 કમાણીમાં નબળું GOV જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારના દૃશ્યમાં કોઈ પણ સુધારો, અમે નજીકના ગાળામાં ₹80-92 ની વચ્ચે સારો ટ્રેડિંગ ઝોન જોઈ જોખમ ધરાવતા ટ્રેડર્સ વર્તમાન સ્તરે ખરીદી કરવાનું વિચારી શકે છે.

સ્ટાર હેલ્થનો શેર

આવી જ રીતે સ્ટાર હેલ્થના શેરમાં એક મહિનામાં 14 ટકાથી વધુનો ઘટાડો થયો છે, આ શેર તેના ઇશ્યૂ અને લિસ્ટિંગ પ્રાઇસથી ઘણો નીચે ટ્રેડ કરી રહ્યો છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો કે ટાટા ગ્રુપ પાસે કેટલી કંપની છે? જાણો યાદી

સેબી રજિસ્ટર્ડ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર ગ્રીન પોર્ટફોલિયોના સ્થાપક દિવામ શર્માએ કહ્યું કે, "સ્ટાર હેલ્થ આઈપીઓની કિંમત આક્રમક રાખવામાં આવી હતી. કંપનીને મહામારીમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં વન ટાઈમ ક્લેઇમ તેમજ તીવ્ર સ્પર્ધા હતી. રોકાણકારોએ શેરમાં પ્રવેશતા પહેલા કંપની ત્રિમાસિક નફામાં પાછા ફરવાની રાહ જોવી જોઈએ. હરીફોની તુલનામાં પ્રાઇસ ટુ બુક વેલ્યુને ધ્યાનમાં રાખીને વેલ્યુએશન હજી પણ મોંઘા લાગે છે."
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Paytm, Share market, Stock market, Zomato

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन