નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઇ-વોલેટ કંપની (E-wallet company) નવા આઇપીઓ દ્વારા રોકાણકારોને (Investors) વધુ કમાણી કરવાનો અવસર આપવા જઇ રહી છે. કંપની પ્રાઇમરી માર્કેટમાંથી (Company Primary Market) 3 બિલિયન ડોલર એટલે કે લગભગ 22 હજાર કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સપ્ટેમ્બર, 2021 પહેલા કંપની પોતાનો આઇપીઓ લોન્ચ કરશે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, દેશની સૌથી મોટી પેમેન્ટ સર્વિસિઝ પ્રોવાઇડર પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ આ આઇપીઓને મંજૂરી આપવા માટે 28 મે એટલે કે આવતી કાલે એક બેઠક યોજશે. આ આઇપીઓ દ્વારા પેટીએમએ પોતાનું વેલ્યુએશન 25થી 30 બિલિયન ડોલર એટલે કે 1.80 લાખ કરોડ રૂપિયાથી 2.20 લાખ કરોડ રૂપિયાની વચ્ચે કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
બાર્કશાયર હેથવે, સોફ્ટબેન્ક અને એન્ટ ગૃપ છે પેટીએમના મોટા રોકાણકારો
પેટીએમના મોટા રોકાણકારોમાં વોરેન બફેટની કંપની બાર્કશાયર હેથવે, જાપાનની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સોફ્ટબેન્ક ગૃપ અને ચીનની કંપની અલીબાબા ગૃપની એન્ટ ગૃપ સામેલ છે. આ આઇપીઓમાં ફ્રેશ શેરની સાથે કંપનીએ પ્રોમોટર્સ અને હાલના રોકાણકારો ઓફર ફોર સેલ દ્વારા શેર જાહેર કરશે. જેથી અમુક કંપનીઓને એક્ઝિટનો રસ્તો મળે.
લીડ મેનેજર બનવાની રેસમાં મોર્ગન સ્ટેનલી સૌથી આગળ
સૂત્રોના જણાવ્યા અનુસાર પેટીએમના આઇપીઓ માટે જે બેન્કર્સને પસંદ કરવામાં આવશે તેમાં મોર્ગન સ્ટેનલી, સિટીગૃપ, જેપી મોર્ગન જેવા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સામેલ છે. કહેવાઇ રહ્યું છેકે, લીડ મેનેજર બનવાની રેસમાં મોર્ગન સ્ટેનલી સૌથી આગળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આપીઓ પ્રોસેસ જૂન કે જૂલાઇમાં શરૂ થઇ શકે છે. જોકે ન તો પેટીએમ કે ન તો આ રોકાણકાર બેન્કર્સએ આ અંગે કોઇ અધિકારીક નિવેદન આપ્યું નથી.
આપને જણાવી દઇએ કે, માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો અનુસાર, આઇપીઓ લાવનાર કંપનીને પહેલા 2 વર્ષમાં 10 ટકા હિસ્સો પબ્લિક માટે જાહેર કરવાનો રહે છે. જ્યારે આગામી 5 વર્ષોમાં તેને વધારીને 25 ટકા કરવાનો હોય છે. એટલે કે પ્રમોટર્સ વધુમાં વધુ 75 ટકા હિસ્સો પોતાની પાસે રાખી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર