નાના વેપારીઓ માટે ખુશખબર! હવે કોઇ ગેરંટી વગર Paytm આપશે 5 લાખ રૂપિયા સુધીની લોન

નાના વેપારીઓ માટે ખુશખબર! હવે કોઇ ગેરંટી વગર Paytm આપશે 5 લાખ રૂપિયા સુધીની લોન
પ્રતિકાત્મક તસવીર

Paytm Lendingના સીઇઓ ભાવેશ ગુપ્તાએ કહ્યું કે કંપની કોઇ પણ ગેરંટી વગર, કોઇ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર નાના વેપારીઓ અને MSMEsને 5 લાખ રૂપિયા સુધીની ઇસ્ટેંટ લોન (collateral-free instant loans) ખૂબ જ ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર આપી રહી છે.

 • Share this:
  દેશના સૌથી મોટા પેમેન્ટ એપ પેટીએમ (Paytm)એ મર્ચેંટ લેન્ડિંગ બિઝનેસમાં પોતાની પકડ મજબૂત કરવા માટે જોરદાર નવી ઓફર હંમેશા રજૂ કરતું રહે છે. પેટીએમ માર્ચ 2021 સુધી MSMEને 1,000 કરોડ રૂપિયાની લોન આપવાની યોજના બનાવી રહી છે. Paytm આ ઉદ્યમીઓને લોન આપવા માટે તૈયાર છે. જ્યાં રેગ્યુલર બેંકથી જ્યાં લોન સરળતા નથી મળતી તેને Paytm લોન આપશે. Paytmએ નાણાંકીય વર્ષ 2019-20માં MSMEsને લોનના રીતે 550 કરોડ રૂપિયા અપાવ્યા હતા.

  આ વર્ષે કંપનીએ અત્યાર સુધી આ રકમને વધારીને 1,000 કરોડ રૂપિયા કરી લીધી છે. મર્ચેંટ લેન્ડિંગ ક્ષેત્રમાં Paytmની પ્રતિદ્વંદ્રી ગૂગલ પે (Google Pay) અને ફોન પે (PhonePE) પણ પગ મૂક્યો છે. જે અનેક લાઇસેંસી બેંકો અને NBFCsની સાથે મળીને નાના વેપારીઓને લોન આપી રહી છે. આને જ કાઉન્ટર કરવા માટે Paytmએ MSMEs માટે લોન આપવાની રાશિમાં વધારો કર્યો છે.  Paytm Lendingના સીઇઓ ભાવેશ ગુપ્તાએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે  કહ્યું કે કંપની કોઇ પણ ગેરંટી વગર, કોઇ પણ વસ્તુ ગરવે મૂક્યા વગર નાના વેપારીઓ અને MSMEsને 5 લાખ રૂપિયા સુધીની ઇસ્ટેંટ લોન (collateral-free instant loans) ખૂબ જ ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર આપી રહી છે. તેમણે કહ્યું કે કંપની પોતાના મર્ચેંટ લેન્ડિંગ પ્રોગ્રામ (Merchant Lending Program) તરફથી પેટીએમ બિઝનેસ એપ (Paytm Business App)પર કસ્ટમર્સને collateral free instant loans ખૂબ જ સરળતાથી આપી રહી છે.

  વધુ વાંચો : LOC પર 300 જેટલા આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના તાકમાં

  Paytm Business Appના એલ્ગોરિધમ આ નિર્ણય કરશે કે કોણ Loan લેવા માટે એલિજેબલ છે અને કોણ નહીં. આ એપ પર એલ્ગોરિદ્મ મર્ચેંટ દ્વારા પેટીએમ ડેલી માટે આપવામાં આવેલા સેટલમેંટ પર આધાર રાખીને આ નિર્ણય લે છે Loan લેનાર વ્યક્તિ દેવું ચૂકવવા માટે સક્ષમ છે કે નહીં.

  નાણાંકીય વર્ષ 2019-20માં Paytmને 1 લાખથી નાના વેપારીઓ અને MSMEsને 550 કરોડ રૂપિયાની લોન આપી ચૂક્યું છે. Paytm Lendingના સીઇઓ ભાવેશ ગુપ્તાએ કહ્યું કે લોન માટે અરજી કરવાથી લઇને લેવડ દેવડની આખી પ્રક્રિયા ડિજિટલ છે. અને તેમાં કોઇ વધારાના ડોક્યુમેન્ટની જરૂર નથી. આમ નાના વેપારીએ આ દ્વારા કોઇ પણ ગેરંટી વગર સરળતાથી લોન મેળવી શકશે.
  Published by:Chaitali Shukla
  First published:November 09, 2020, 19:54 pm

  ટૉપ ન્યૂઝ