Home /News /business /

Paytm Stock: વિજય શેખર શર્માની ખાતરી બાદ શું તમારે પેટીએમના શેર ખરીદવા જોઇએ? શું કહે છે બજાર વિશ્લેષકો?

Paytm Stock: વિજય શેખર શર્માની ખાતરી બાદ શું તમારે પેટીએમના શેર ખરીદવા જોઇએ? શું કહે છે બજાર વિશ્લેષકો?

પેટીએમ શેર

Paytm Share Price: સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના હેડ ઓફ રિસર્ચ સંતોષ મીણાએ રોકાણકારો સાથે પોતાની સલાહ શેર કરતા જણાવ્યું હતું કે, "કેટલાક રોકાણકારોને તેની બ્રાન્ડ વેલ્યુને કારણે વર્તમાન સ્તરે તે આકર્ષક લાગી રહી છે.

નવી દિલ્હી: સૌથી મોટા વેલ્થ ડિસ્ટ્રોયર્સમાંની એક પેટીએમ (Paytm stocks) બુધવારે રોકાણકારોને આકર્ષવામાં સફળ રહી હતી, કારણ કે સ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)એ રોકાણકારોને ખાતરી આપી હતી કે ફિનટેક મેજર એક સફળ અને નફાકારક કંપની બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જે શેરહોલ્ડરો માટે લાંબા ગાળાની વેલ્યૂ (Long Term Value)નું સર્જન કરી શકે છે. જોકે, બજારના વિશ્લેષકોએ રોકાણકારોને સલાહ આપી હતી કે તેઓ પેઢીના બિઝનેસ ફંડામેન્ટલ્સમાં વધુ સુધારો થાય ત્યાં સુધી રાહ જુએ.

શર્માના મંતવ્યો એવા સમયે સામે આવ્યા, જ્યારે ચોથા ત્રિમાસિક ગાળા માટે પેટીએમના ઓપરેટિંગ મેટ્રિક્સની જાહેરાત કરવામાં આવી. કંપનીએ જણાવ્યું હતું કે તેના પ્લેટફોર્મ દ્વારા વિતરિત કરવામાં આવેલી લોનની સંખ્યા ક્વાર્ટર-4 નાણાકીય વર્ષ 2022માં 374 ટકા યર-ઓન-યર (YoY) વધીને 6.5 મિલિયન લોન થઈ ગઈ છે. જ્યારે વિતરણ કરવામાં આવેલી લોનનું મૂલ્ય 3,553 કરોડ રૂપિયા હતું, જે 417 ટકા YoY હતું.

દરરોજ 1,000 ડિવાઇસ


ઓફલાઇન પેમેન્ટ બિઝનેસમાં આ ત્રિમાસિક ગાળામાં 90,000 ડિવાઇસનો વધારો થયો છે. જેના પગલે ત્રણ વર્ષમાં તૈનાત ડિવાઇસની કુલ સંખ્યા વધીને 2.9 મિલિયન થઈ ગઈ છે. પેટીએમે વધુમાં ઉમેર્યું હતું કે તે હાલમાં દરરોજ લગભગ 1,000 ડિવાઇસ ડિપ્લોય કરે છે. તેઓ લોન માટે પાત્ર વેપારીઓની સંખ્યામાં વધારાની પણ અપેક્ષા રાખે છે. આ ત્રિમાસિક ગાળા માટે પેટીએમ સુપર એપના સરેરાશ માસિક ટ્રાન્ઝેક્શન યુઝર્સ (એમટીયુ) પણ 41 ટકા વધીને 70.9 મિલિયન થઈ ગયા છે.

વિજય શેર શર્માનો પત્ર


વળી, નાણાકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં કુલ મર્ચન્ટ પેમેન્ટ વોલ્યુમ (જીએમવી)માં વર્ષ દર વર્ષ 104 ટકાથી વધુ વધીને 2.59 લાખ કરોડ રૂપિયા રહ્યા છે. શેરહોલ્ડરોને લખેલા એક પત્રમાં શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, "પેટીએમએ આગામી છ ત્રિમાસિક ગાળામાં (એટલે કે EBITDAએ ESOP ખર્ચ પહેલા અને સપ્ટેમ્બર 2023માં પૂરા થતા ક્વાર્ટર સુધીમાં) EBITDAનું સંચાલન કરવું જોઈએ. જે મોટાભાગના વિશ્લેષકોના અંદાજ કરતા ઘણું આગળ છે. અમે અમારા કોઈપણ ગ્રોથ પ્લાન્સ સાથે સમાધાન કર્યા વિના તેને પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ."

આ પણ વાંચો: પીપીએફ એકાઉન્ટનો આ ફાયદો તમે નહીં જ જાણતા હોવ, ફટાફટ વધશે પૈસા 

જેને પગલે પેટીએમનો શેર 5.87 ટકાના વધારા સાથે રૂ. 645ના સ્તરે 12.40 (PM)ની આસપાસ ટ્રેડ થયો હતો. વર્તમાન બજાર ભાવે કંપનીના શેરમાં રૂ. 2150ના ઈશ્યૂ પ્રાઈઝ સામે 70 ટકાનો ઘટાડો નોંધાયો છે.

બજાર વિશ્લેષકોનો અભિપ્રાય


બિઝનેસટુડેના અહેવાલ પ્રમાણે સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના હેડ ઓફ રિસર્ચ સંતોષ મીણાએ રોકાણકારો સાથે પોતાની સલાહ શેર કરતા જણાવ્યું હતું કે, "કેટલાક રોકાણકારોને તેની બ્રાન્ડ વેલ્યુને કારણે વર્તમાન સ્તરે તે આકર્ષક લાગી રહી છે. જોકે, તેની નફાકારકતાના સમય અંગે હજી પણ અનિશ્ચિતતાઓ છે, કારણ કે કોઈ ચોક્કસ વ્યવસાયમાં કોઈ નેતૃત્વ નથી. આ કાઉન્ટરમાં થોડી રિકવરીની આશા રાખીએ છીએ. આપણે આગામી દિવસોમાં રૂ. 770-870ના સ્તરની અપેક્ષા રાખી શકીએ છીએ. જોકે, રૂઢિચુસ્ત રોકાણકારોએ આ સ્ટોકને સંપૂર્ણપણે ટાળવો જોઈએ."

આ પણ વાંચો: ઉમા એક્સપોર્ટ્સના આઈપીઓનું પ્રીમિયમ લિસ્ટિંગ

રેલિગર બ્રોકિંગના વીપી (રિસર્ચ) અજિત મિશ્રાનું માનવું છે કે હાલના રિબાઉન્ડનો ઉપયોગ શેરમાં નવા રોકાણને લાવવાને બદલે તેમાંથી બહાર નીકળવા માટે થઈ શકે છે.
First published:

Tags: Investment, Paytm, Stock market, Stock tips

આગામી સમાચાર