Home /News /business /

Paytm Share: પેટીએમનો શેર રેકોર્ડબ્રેક નીચલા સ્તરે, શા માટે 13% જેટલો કડાકો બોલી ગયો?

Paytm Share: પેટીએમનો શેર રેકોર્ડબ્રેક નીચલા સ્તરે, શા માટે 13% જેટલો કડાકો બોલી ગયો?

પેટીએમ શેર

Paytm stock: એન્કર રોકાણકારો (anchor investors) માટે લોક-ઇન પિરિયડ પૂરો થતા શરૂઆતના કારોબારમાં શેર Rs 1,297.70ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

મુંબઈ: ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમ (Paytm)ની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સ (One97 Communications)ના શેરમાં બુધવારે 13.22 ટકાનો કડાકો બોલી ગયો હતો. એન્કર રોકાણકારો (anchor investors) માટે લોક-ઇન પિરિયડ પૂરો થતા શરૂઆતના કારોબારમાં શેર Rs 1,297.70ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ભારતના સૌથી મોટા પેટીએમ IPOમાં જબરો કડાકો બોલી ગયો હતો. આ શેર 22 નવેમ્બર, 2021ના રોજ તેના રેકોર્ડ નીચા સ્તરે રૂ.1,271.25ની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, તે પહેલા 18 નવેમ્બરના રોજ 1,961.05 રૂપિયાની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો, પરંતુ પોસ્ટ લિસ્ટિંગ બાદ તેના ઇશ્યૂ પ્રાઇસ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો. દરમિયાન પેટીએમનો સ્ટોક સતત ચોથા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

બુધવારે પેટીએમનો શેર BSE પર 7.72% તૂટીને 1380.05 રૂપિયા પર બંધ રહ્યો હતો. એટલે કે રેકોર્ડ નીચલી સપાટી બાદ શેરની કિંમતમાં સુધારો જોવા મળ્યો હતો.

પેટીએમએ એન્કર રોકાણકારો પાસેથી 8,235 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા

પેટીએમએ 18,300 કરોડ રૂપિયાના આઇપીઓમાં એન્કર રોકાણકારો પાસેથી 8,235 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. કંપનીએ એન્કર રોકાણકારોને એક શેરના રૂ. 2,150 લેખે 38.30 મિલિયન ઇક્વિટી શેર શેર ફાળવ્યા હતા.

એન્કર રોકાણકારો તરીકે સિંગાપોરના GIC, કેનેડાના CPPIB, બ્લેકરોક, અલ્કેઓન કેપિટલ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા ટોચના સોવેરિયન વેલ્થ ફંડ અને ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટર શામેલ હતા.

RBIના પગલાંની અસર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ મંગળવારે મોટી નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) માટે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PMA) ફ્રેમવર્ક રજૂ કર્યું હતું. આ સાથે મહત્વપૂર્ણ નાણાકીય મેટ્રિક્સ નિર્ધારિત થ્રેશોલ્ડથી નીચે આવે ત્યારે પેરા-બેન્કો પર પ્રતિબંધો મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ RBIના આ પગલાંની સાથે જ તે બેંકો દેખરેખ અને પહોંચની દ્રષ્ટિએ અન્ય બેંકોની સમકક્ષ થઈ ગઈ છે. આ ક્ષેત્ર માટે RBI દ્વારા લાવવામાં આવેલા નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) ધોરણોમાં સ્કેલ આધારિત નિયમો અને સુધારાને અનુસરે છે.

Paytmની ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસાવવાની વ્યૂહરચના તેમજ ઘણા બધા સેગમેન્ટમાં હાજરી પસંદગીને પાત્ર છે. જોકે, હવે Paytm એ નફાકારકતાને બદલે માસિક ટ્રાન્ઝેક્શન કરનારા યૂઝર્સની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

વળતરમાં ઘટાડો થવાની શક્યતા

અત્યારે બેંક/એનબીએફસ ગ્રાહક બેઝ પર લાવેલા ડેટાના ફાયદાઓને ધ્યાનમાં રાખીને પેટીએમને સારું વળતર આપવા તૈયાર છે. પણ, સમયાંતરે મોટી બેંકો/એનબીએફસી પોતે ડિજિટલ કુશળતા સાથે સજ્જ હોવાથી વળતરનો વૃદ્ધિમાં ઘટાડો થવાની શક્યતા પણ છે.

આ પણ વાંચો: આ Penny stock ત્રણ વર્ષમાં બન્યો Multibagger સ્ટોક, રૂ. 14થી પહોંચ્યો રૂ. 142 સુધી

આ ઉપરાંત પેટીએમનો યૂઝર ગ્રોથ એકદમ ઝડપી છે તે જોતાં ઇન્ક્રીમેન્ટલ ગ્રાહકો બેન્કોના દ્રષ્ટિકોણથી વધુ આકર્ષક ગ્રાહકો ન હોઈ શકે. પરિણામે, પેટીએમ માટે પ્રમાણમાં ઓછો ગ્રાહક આધાર હોવા છતાં ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ પરના દરો ઘટાડવામાં આવશે.
First published:

Tags: Investment, Paytm, Share market, Stock tips

આગામી સમાચાર