Paytm share listing: પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે શેર બજારમાં લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

પેટીએમ શેરનું લિસ્ટિંગ

Paytm Listing on BSE and NSE: પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાના IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી હતી.

  • Share this:
    નવી દિલ્હી: પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsના શેરનું આજે બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટિંગ થયું છે. રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ (Paytm shares poor listing) સાથે લિસ્ટિંગ થયું છે.  પીટેએમના શેરનું આશરે 9% ડિસ્કાઉન્ટ સાથે એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું. પેટીએમનો આઈપીઓ (Paytm IPO) દેશનો અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ છે. પેટીએમનો આઈપીઓ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ 1.89 ગણો ભરાયો હતો.

    ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ

    BSE પર પેટીએમનો શેર 1,955 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે NSE પર પેટીએમનો શેર 1,950 રૂપિયા પર લિસ્ટ થયો હતો. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા છે. એટલે કે બીએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 195 રૂપિયા ઓછા ભાવે ખુલ્યો હતો. જ્યારે એનએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 190 રૂપિયા ઓછી કિંમતે ખુલ્યો હતો.

    આ પણ વાંચો: જેમને પેટીએમના શેર લાગ્યા છે તેમણે શું કરવું? નવા રોકાણકારોએ જોખમ લેવું કે નહીં?

    દેશનો સૌથી મોટો આઈપીઓ

    પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાના IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

    આ પણ વાંચો: 2021માં આ મલ્ટીબેગર સ્ટૉકે આપ્યું 2,000% વળતર, 33 રૂપિયાથી ઉછળીને 721 રૂપિયા પર પહોંચ્યો

    પેટીએમનો આઇપીઓ 1.89 ગણો સબ્સક્રાઇબ થયો

    પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ 1.89 ગણો ભરાયો હતો. પેટીએમનો આઈપીઓ દેશના ઇતિહાસમાં સૌથી મોટો સ્ટોક સેલ છે. આનાથી પેટીએમ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે.

    આ પણ વાંચો: Go Fashion IPO: ગો ફેશનનો આઈપીઓ ખુલ્યો, જાણો કેટલું રોકાણ કરવું પડશે

    રિટેલ હિસ્સો ઝડપથી ભરાયો

    શેરબજારની માહિતી મુજબ પેટીએમની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સ લિમિટેડના આઇપીઓને 4.83 કરોડ શેરની ઓફર પર કુલ 9.14 કરોડ શેરની બોલી મળી હતી. આઇપીઓ હેઠળ રિટેલ રોકાણકારોના સેગમેન્ટને ખૂબ ઝડપથી સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ઇન્સ્ટિટ્યુશનલ ખરીદદારો માટે અનામત શેર માટે બુધવારે જોરદાર બોલી બોલાઈ હતી. આ સેગમેન્ટને 2.79 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published: