Home /News /business /Paytm stock: પેટીએમનો શેરમાં ઓલ ટાઈમ હાઈથી 40% તૂટ્યો! રોકાણકારોએ હવે શું કરવું? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

Paytm stock: પેટીએમનો શેરમાં ઓલ ટાઈમ હાઈથી 40% તૂટ્યો! રોકાણકારોએ હવે શું કરવું? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

પેટીએમ શેર

Paytm shares down: ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મેક્વેરી (Macquarie) એ તેના શેરનો ભાવ લક્ષ્યાંક રૂ. 1,200થી 25 ટકા ઘટાડી રૂ. 900 કર્યા બાદ શુક્રવારે શેર તેની સૌથી નીચી સપાટી રૂ. 995 પર પહોંચી ગયો હતો.

મુંબઈ: દલાલ સ્ટ્રીટ (Dalal Street) પર પેટીએમ કંપનીએ પદાર્પણ કર્યું ત્યારથી Paytm (One 97 Communications તરીકે લિસ્ટેડ)નો શેર (Paytm Shares) રોલર કોસ્ટર રાઈડ પર છે. પેટીએમના શેરમાં રૂ. 1,961.05ની સૌથી ઊંચી સપાટીથી 40 ટકાથી વધુનો ઘટાડો (Paytm Shares Down) નોંધાયો છે. છેલ્લા કેટલાક સમયથી શેર વેચવાલીના ભારે દબાણ હેઠળ છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મેક્વેરી (Macquarie) એ તેના શેરનો ભાવ લક્ષ્યાંક રૂ. 1,200થી 25 ટકા ઘટાડી રૂ. 900 કર્યા બાદ શુક્રવારે શેર તેની સૌથી નીચી સપાટી રૂ. 995 પર પહોંચી ગયો હતો. 13 જાન્યુઆરીના રોજ પેટીએમનો શેર NSE પર 1,031 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો.

બિઝનેસ ટૂડે સાથેની વાતચીતમાં રાઇટ રીસર્ચના સ્થાપક સોનમ શ્રીવાસ્તવે આ અંગે જણાવ્યું કે, “Paytmની વૃદ્ધિ અને નફાકારકતાના માર્ગની કલ્પના કરવી રોકાણકારોમાં થોડી શંકાસ્પદ લાગે છે. ટેક્નિકલ ચાર્ટ ટૂંકા ગાળામાં બેરિશ ઝોન સૂચવે છે. ઉલ્લેખનીય છે કે, Paytmની બુક વેલ્યુ 10.49 છે, જે એવરેજ ઇન્ડસ્ટ્રીની સરેરાશ કરતા ઘણી વધારે છે. ઉપરાંત, તેનો નેગેટિવ EPS -24.07 છે. જોકે , સ્ટોક ઓવરબૉટ ઝોનમાં નથી અને Paytm જેવી કંપની માટે રૂ. 1,200થી નીચે સારી ખરીદી સમાન જ છે.”

કિંમત ઘટવા પાછળ અનેક કારણ જવાબદાર

સોનમના કહેવા અનુસાર પેટીએમના શેરની કિંમતમાં આ તીવ્ર ઘટાડાના અનેક કારણો છે. જેમાં અસંતોષકારક ક્વાર્ટર્લી પરિણામોથી માંડીને બ્રોકરેજ ફર્મ મેકક્વેરે Paytmની લક્ષ્યાંકિત કિંમત રૂ. 1,200થી ઘટાડીને રૂ. 900 કરી અને નબળા વૈશ્વિક મેક્રો ટ્રેન્ડ્સ વગેરેનો સમાવેશ થાય છે.

રોકાણકારોએ શું કરવું?

શ્રીવાસ્તવે આગળ જણાવ્યું કે, હાલના રોકાણકારો માટે થોડા શેર ઑફલોડ કરવા વધુ સલાહભર્યું છે અને તેનો ઉપયોગ બજારમાં અન્ય જગ્યાએ રોકાણ કરવા માટે કરવો જોઇએ. કારણ કે ટૂંકા ગાળા માટે પેટીએમના શેર રાખવા નિરાશાજનક સાબિત થઇ શકે છે. લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે આ ભાવે Paytmના શેર એક સારી ખરીદી છે. તેણીએ વધુમાં જણાવ્યું કે, આગામી 20 મહિનામાં સ્ટોક તેના વર્તમાન સ્તરથી 65 ટકા વળતર રેકોર્ડ કરવાની દીશા પર છે.

ભરોસાપાત્ર મેનેજમેન્ટનો અભાવ

ગ્રીન પોર્ટફોલિયોના સ્થાપક દિવમ શર્માના જણાવ્યા અનુસાર, રેગ્યુલેટરી દ્રષ્ટિકોણથી જોઇએ તો કંપની માટે ઘણી બધી મુશ્કેલીઓ છે. તેમાં પણ કંપનીને હાલમાં જ મોટા સ્તરે અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો છે, જે મેનેજમેન્ટની દ્રષ્ટિએ ચિંતાજનક ગણાવી શકાય છે. શર્માએ આગળ જણાવ્યા અનુસાર, “જ્યારે નોન-પેમેન્ટ બિઝનેસને વધારવાની વાત આવે છે, અમે ભરોસાપાત્ર મેનેજમેન્ટના અભાવને ચિંતા તરીકે જોઈએ છીએ. અમારું માનવું છે કે વીમા વિતરણ, લોન વિતરણ, ક્રેડિટ કાર્ડ વગેરે જેવા સ્કેલિંગ વિતરણ વ્યવસાયોને વધારાના રોકાણોની જરૂર પડશે. તેથી આ નવી બિઝનેસ લાઇનથી આવનારી વૃદ્ધિ લાંબા સમય સુધી નફાકારક રહેશે નહીં.”

આ પણ વાંચો:  આ મેટલ સ્ટૉકે ફક્ત 14 દિવસમાં આપ્યું 145% વળતર, શું તમારી પાસે છે?

પરિણામ

કંપનીએ 2021-22ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં તેની ખોટ રૂ. 376.60 કરોડથી વધારીને બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં રૂ.481.70 કરોડ કરી છે. જોકે, આ સમયગાળામાં કુલ આવક 19.62 ટકા વધીને રૂ. 1,134.50 કરોડ થઈ હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Paytm, Share market, Stock tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन