પેટીએમના શેરમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં કડાકો, શેર 13%થી વધુ તૂટ્યો, માર્કેટ કેપ 1 લાખ કરોડ નીચે પહોંચી

પેટીએમ શેર

Paytm Shares: કંપનીના સ્થાપક વિજય શેખર શર્માની સંપત્તિમાં બે જ ટ્રેડિંગ સેશનમાં 58 અબજ રૂપિયાથી વધારેનું ધોવાણ થયું છે.

  • Share this:
    નવી દિલ્હી: વન97 કોમ્યુનિકેશન લિમિટેડ (One97 Communication ltd.)ની પેરેન્ટ કંપની પેટીએમનો શેર (Paytm share) લિસ્ટિંગ બાદ સતત બીજા દિવસે ડાઉન છે. જેના પગલે કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma wealth)ની સંપત્તિમાં બે જ ટ્રેડિંગ સેશનમાં 58 અબજ રૂપિયા (781 મિલિયન ડૉલર)થી વધારેનું ધોવાણ થયું છે. બીજી તરફ બીજા દિવસે પણ શેર નીચે જતાં પેટીએમની માર્કેટ કેપ (Paytm Market capitalization) એક લાખ કરોડથી નીચે જતી રહી છે.

    આઈપીઓ (Paytm IPO) ખુલ્યા પહેલા 2,150 રૂપિયાના ઇશ્યૂ ભાવ પ્રમાણે વિજય શેખર શર્માની કંપનીમાં ભાગીદારી 2.3 બિલિયન ડૉલર હતી. વિજય શેખર શર્માએ 2000ના વર્ષમાં પેટીએમની સ્થાપના કરી હતી. તેમની પાસે કંપનીનો 9.1 હિસ્સો અથવા આશરે 6 કરોડ ઇક્વિટી શેર છે.

    સોમવારે સવારે ઇન્ડ્રા ડે દરમિયાન પેટીએમનો શેર 12.70 ટકાના કડાકા સાથે 1,370 રૂપિયા પર પહોંચી ગયો હતો. સવારે 11 વાગ્યે બીએસઈ પર પેટીએમનો શેર 13.13%ના ઘટાડા સાથે 1,358 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે બ્રોકરેજ પેઢી Macquarie તરફથી પેટીએમના શેરની ટાર્ગેટ કિંમત ઘટાડીને 1200 રૂપિયા કરવામાં આવી છે.

    એક અહેવાલ પ્રમાણે ઓક્ટોબર 2021 મહિના દરમિયાન પેટીએમના યૂઝર્સની સંખ્યામાં વર્ષથી વર્ષના હિસાબે 35 ટકાનો વધારો નોંધાયો હતો. આ દરમિયાન યૂઝર્સની સંખ્યા 63 કરોડ રહી હતી. એક વર્ષ પહેલા એટલે કે ઓક્ટોબર 2020માં યૂઝર્સની સંખ્યા 47 કરોડ હતી. કંપનીએ રવિવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 30 ક્વાર્ટર દરમિયાન માસિક સરેરાશ સક્રિય યૂઝર્સ 57 કરોડ રહ્યા હતા.

    આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

    પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે શેર બજારમાં લિસ્ટિંગ

    18 નવેમ્બરના રોજ પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsના શેરનું બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટિંગ થયું હતું. રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ (Paytm shares poor listing) સાથે લિસ્ટિંગ થયું છે. પેટીએમના શેરનું આશરે 9% ડિસ્કાઉન્ટ સાથે એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું. જે બાદમાં દિવસના અંતે શેરમાં 27% સુધીનો કડાકો બોલી ગયો હતો. પેટીએમનો આઈપીઓ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ 1.89 ગણો ભરાયો હતો.

    ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ

    BSE પર પેટીએમનો શેર 1,955 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે NSE પર પેટીએમનો શેર 1,950 રૂપિયા પર લિસ્ટ થયો હતો. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા છે. એટલે કે બીએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 195 રૂપિયા ઓછા ભાવે ખુલ્યો હતો. જ્યારે એનએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 190 રૂપિયા ઓછી કિંમતે ખુલ્યો હતો.

    આ પણ વાંચો: Paytmની જેમ આ 10 હાઈ-પ્રોફાઇલ IPO લિસ્ટિંગના દિવસે સાબિત થયા હતા ફૂસ, જાણો તેમના વિશે

    દેશનો સૌથી મોટો આઈપીઓ

    પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાના IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ (Paytm IPO price band) 2080-2150 રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.
    Published by:Vinod Zankhaliya
    First published: